ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા વડોદરા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.
વડોદરા | |||||||
— શહેર — | |||||||
ન્યાય મંદિર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને લક્ષ્મી વિલાસ પેલેસ | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°18′26″N 73°10′52″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | વડોદરા | ||||||
મેયર | કેયુર નારાયણદાસ રોકડિયા[1] | ||||||
વસ્તી • ગીચતા |
૨૦,૬૫,૭૭૧[2] (૨૦૧૧) • 11,682/km2 (30,256/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
277.81 square kilometres (107.26 sq mi) • 194 metres (636 ft) | ||||||
કોડ
|
વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.
વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. અંકોટક (આજનું અકોટા) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વધ્યું. જો કે, વડોદરાના અકોટા ખાતે પુરાતત્વીય ખોદકામમાં આ વિસ્તારમાં આશરે 3000 વર્ષ જૂની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના પુરાવા મળ્યા છે.[3]
ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. ૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.
વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.
વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે. વિશ્વામિત્રી નદી ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત છે. વડોદરા જિલ્લાની ઉત્તરે પંચમહાલ તથા દાહોદ, દક્ષિણે ભરૂચ તથા નર્મદા,પશ્ચિમે આણંદ તથા ખેડા જિલ્લાઓ આવેલા છે. વડોદરા જિલ્લાની પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે. જો કે વડોદરા જિલ્લાનું તાજેતરમાં વિભાજન થયું છે અને નવો છોટાઉદેપુર જિલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યો છે.
વસ્તીને આધારે વડોદરા, અમદાવાદ અને સુરત પછી ગુજરાતનું ત્રીજા ક્રમનું શહેર છે.[સંદર્ભ આપો]
હવામાન માહિતી વડોદરા | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 35 (95) |
38 (100) |
43 (109) |
45 (113) |
46 (115) |
45 (113) |
40 (104) |
37 (99) |
38 (100) |
39 (102) |
37 (99) |
36 (97) |
46 (115) |
સરેરાશ મહત્તમ °C (°F) | 30 (86) |
31 (88) |
35 (95) |
39 (102) |
40 (104) |
36 (97) |
32 (90) |
32 (90) |
32 (90) |
35 (95) |
33 (91) |
30 (86) |
34 (93) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 10 (50) |
12 (54) |
15 (59) |
20 (68) |
25 (77) |
26 (79) |
25 (77) |
25 (77) |
23 (73) |
18 (64) |
13 (55) |
10 (50) |
19 (65) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | −1 (30) |
2 (36) |
3 (37) |
11 (52) |
10 (50) |
21 (70) |
22 (72) |
22 (72) |
18 (64) |
11 (52) |
7 (45) |
3 (37) |
−1 (30) |
સરેરાશ precipitation મીમી (ઈંચ) | 0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
160 (6.3) |
310 (12.2) |
220 (8.7) |
150 (5.9) |
40 (1.6) |
20 (0.8) |
0 (0) |
900 (35.5) |
સરેરાશ વરસાદી દિવસો | 0 | 0 | 0 | 0 | 0 | 9 | 14 | 11 | 7 | 3 | 1 | 0 | 45 |
Average relative humidity (%) | 45 | 43 | 35 | 33 | 49 | 67 | 80 | 75 | 73 | 62 | 58 | 54 | 56 |
સ્ત્રોત: Weatherbase[4] |
વડોદરા શહેરનું ગુજરાત રાજ્યમાં ઘણુ મહત્વનું સ્થાન છે. ૧૯૬૦ના દશકાની શરૂઆત સુધી, વડોદરા શહેરની સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ગણના થતી હતી. સૌપ્રથમ આધુનિક ફેક્ટરી(એલૅમ્બીક ફાર્માસ્યૂટિકલ્સ)ની સ્થાપના વડોદરામાં ૧૯૦૭માં કરવામાં આવી હતી અને ત્યાર બાદ સારાભાઈ કેમિકલ્સ, અને જ્યોતિ જેવી કંપનીઓ ૧૯૪૦ માં આવી હતી. ૧૯૬૨ સુધીમાં અહિયાં ૨૮૮ રોજગારી ફેક્ટરીઓ ધમધમતી હતી, જેમાં ૨૭,૫૧૭ કામદારો કામ કરતા હતા. આ સમયગાળા દરમિયાન, મુખ્ય ઔદ્યોગિક જૂથોમાં રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ, સુતરાઉ કાપડ અને મશીન ટૂલ્સ હતા. ૧૯૦૮ માં સયાજીરાવ ત્રીજા દ્વારા સ્થાપિત બેન્ક ઓફ ધ બરોડાનો પણ આ ઔદ્યોગિક વૃદ્ધિ માં મહત્વનો ફાળો હતો.
૧૯૬૨ માં, ગુજરાત રિફાઈનરી અને ભારતીય ઓઇલ કોર્પોરેશન લિમિટેડના વડોદરા નજીકના કોયલી ગામ ખાતે સ્થાપના સાથે વડોદરા માં ઔદ્યોગિક પ્રવૃત્તિ માં અચાનક તેજી જોવા મળી. કાચો માલ ની ઉપલબ્ધતા, પ્રોડક્ટ માગ, સરકાર અને ખાનગી સાહસિકો દ્વારા માનવ, નાણાકીય અને સંસાધનો ના કુશળ સુયોજન જેવા પરિબળો એ વડોદરાને ભારતના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્રો માં એક બનાવવામાં ફાળો આપ્યો છે.
અંકલેશ્વર માં તેલ ગેસની શોધએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મોટો ભાગ ભજવ્યો હતો.વડોદરા પ્રદેશ આ ઔદ્યોગિકરણ પ્રક્રિયામાં સૌથી મોટું લાભાર્થી રહ્યુ હતુ. ગુજરાત રિફાઈનરીનુ પ્રથમ તબક્કા ઉત્પાદન ૧૯૬૫ માં શરૂ થયુ હતુ. રિફાઈનરીના મૂળભૂત ઉદ્યોગ હોવાથી, રિફાઈનરીનુ પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ઘણા મોરચા પર મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ હતું.
વડોદરા માં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (જી.એસ.એફ.સી), ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (આઇ.પી.સી.એલ., હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માલિકીની ), ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જી.એ.સી.એલ) જેવા વિવિધ મોટા પાયે ઉદ્યોગો ગુજરાત રિફાઈનરીની સાન્નિધ્ય માં આવેલ છે જે તેમના તમામ બળતણ અને કાચા માલના માટે રિફાઈનરી પર આધાર રાખે છે. અન્ય મોટા પાયાના જાહેર ક્ષેત્રના એકમોમાં હેવી વોટર પ્રોજેક્ટ, ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જી.આઇ.પી.સી.એલ), ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓ.એન.જી.સી) અને ગેસ ઓથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ (જી.એ.આઇ.એલ) નો સમાવેશ થાય છે. આ જાહેર ક્ષેત્રના સાહસો ઉપરાત , અન્ય મોટા પાયેના સાહસો ખાનગી ક્ષેત્રમાં આવેલ છે જેમ કે, બોમ્બાર્ડીયર ટ્રાન્સપોર્ટેશન, એક કેનેડીયન કંપની જેની સાવલી સાઇટ માં દિલ્હી મેટ્રોનુ ઉત્પાદન થાય છે. જનરલ મોટર્સ (એમ જિ મોટર્સ), ALSTOM, એબીબી,સિમેન્સ્, ફિલિપ્સ, પેનાસોનિક, ફૅગ(FAG), સ્ટર્લીંગ બાયોટેક, સન ફાર્માસ્યૂટિકલ્સ અને Areva ટી એન્ડ ડી, બોમ્બાર્ડીયર, અને GAGL (ગુજરાત ઓટોમોટિવ ગીયર્સ લિમિટેડ) જેવા ઘણા ઉત્પાદન એકમો વડોદરા માં સ્થાપિત છે. વધુમાં વડોદરાની આસપાસમાં ઘણી ગ્લાસ ઉત્પાદન કંપનીઓ પણ સ્થાપિત છે, જેમ કે, Haldyn ગ્લાસ, HNG ફ્લોટ ગ્લાસ લિમિટેડ, CEAT, Apollo Tyres, હિરો હોન્ડા,પિરામલ ગ્લાસ અને ગુજરાત ગ્લાસ વગેરે.
કોઇ પ્રદેશમાં વિશાળ ઔદ્યોગિક એકમો ની સ્થાપના આપમેળે ઘણા નાના સાહસો અસ્તિત્વમાં લઈ આવે છે. વડોદરા શહેર છે અને આસપાસના વિસ્તારોમાં પણ આ પ્રમાણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આજે ધમધમે છે. વડોદરાના ઔદ્યોગિકરણથી માત્ર વડોદરા નહી પણ આખા ગુજરાત અને ભારતના અન્ય ઉદ્યોગો આકર્ષાયા છે.
'નોલેજ સિટી', કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઇંડ્સ્ટ્રીના નજરાણા સાથે, વડોદરા ધીમે ધીમે આઇટી અને અન્ય વિકાસ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં હબ બની રહ્યુ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.