લોહ અયસ્ક
From Wikipedia, the free encyclopedia
લોહ અયસ્ક ખડક અને ખનિજ સ્વરૂપે હોય છે. જેમાંથી આર્થિક રીતે પરવડી શકે તેવી રીતે ધાતુ સ્વરૂપે લોખંડને મેળવી શકાય છે. અયસ્ક સામાન્ય રીતે આયર્ન ઓક્સાઇડથી ભરપૂર હોય છે અને ઘેરો ભૂખરો, આછો પીળો, ઘાટો જાંબલીથી ફીકો લાલ જેવા રંગોમાં મળે છે. સામાન્ય રીતે લોખંડ મેગ્નેટાઇટ (Fe
3O
4), હિમેટાઇટ (Fe
2O
3), જીઓથાઇટ (FeO(OH)), લિમોનાઇટ (FeO(OH).n(H2O)) અથવા સાઇડરાઇટ (FeCO3) જેવા સ્વરૂપોમાં મળી આવે છે. હિમેટાઇટને 'પ્રાકૃતિક અયસ્ક' (natural ore) તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાણકામના શરૂઆતના વર્ષોમાં આ નામ પ્રચલિત થયું હતું. એ સમયે હિમેટાઇટ અયસ્કમાંથી 66% લોખંડ મળી આવતું હતું. આ પ્રકારની ખનિજને સીધી જ ભઠ્ઠીમાં લઈ જઈ શકાતી. સ્ટીલના નિર્માણ માટેની કાચી સામગ્રી, પિગ આયર્ન બનાવવા માટે પણ લોહ અયસ્કનો ઉપયોગ થાય છે. આજના સમયમાં, ખોદકામ કરીને કાઢવામાં આવેલી 98% લોહ અયસ્ક સ્ટીલ બનાવવા માટે વપરાય છે.[1] અલબત્ત, એવી પણ દલીલ કરવામાં આવે છે કે, "બીજા કોઈ પેદાશની સરખામણીમાં લોહ અયસ્ક, વૈશ્વિક અર્થતંત્રની પૂર્ણતા માટે જરૂરી છે. કદાચ અપવાદરૂપે તેલને ગણી શકાય."[2]