![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/64/Roda_Temples-6.jpg/640px-Roda_Temples-6.jpg&w=640&q=50)
રોડા મંદિર સમૂહ
ગુજરાતમાં આવેલા ૮-૯મી સદીના મંદિરો / From Wikipedia, the free encyclopedia
ખેડ-રોડા સ્મારક સમૂહ અથવા રોડાના મંદિરો ગુર્જર-પ્રતિહાર અથવા રાષ્ટ્રકૂટ સમયમાં ૮મી-૯મી સદી દરમિયાન બાંધવામાં આવેલા સાત હિંદુ મંદિરોનો સમાવેશ કરે છે. તેમાં એક કુંડ અને વાવ પણ છે. તે સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા (રોડા) અને ખેડ-ચાંદરણી ગામોની વચ્ચે હિંમતનગરથી ૧૮ કિમીના અંતરે આવેલા છે.[1] આ સ્મારકો હાથમતી નદીમાં ભળી જતા એક મોસમી પ્રવાહના કાંઠે આવેલા છે.
Quick Facts રોડા મંદિર સમૂહ, ધર્મ ...
રોડા મંદિર સમૂહ | |
---|---|
![]() | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | સાબરકાંઠા જિલ્લો |
દેવી-દેવતા | શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણેશ અને નવગ્રહ |
સ્થાન | |
સ્થાન | રોડા |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°39′32.4″N 73°04′58.9″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | ગુર્જર-પ્રતિહાર અથવા રાષ્ટ્રકૂટ |
પૂર્ણ તારીખ | ૮મી સદી |
મંદિરો | ૭ |
બંધ કરો