વાર્ષિક ઉજવણી From Wikipedia, the free encyclopedia
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ એ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિના સંદર્ભમાં આયોજીત વાર્ષિક ઉજવણી છે. દર વર્ષે ૧૧ નવેમ્બરના રોજ ભારતનો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.[1][2][3]
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ જાહેરાત કરી હતી કે, "મંત્રાલયે ભારતમાં શિક્ષણના હેતુમાં તેમના (મૌલાના અબુલ કલામ આઝાદના) યોગદાનને યાદ કરીને ભારતના આ મહાન પુત્રના જન્મદિવસની યાદમાં ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૦૮થી દર વર્ષે ૧૧ નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે, આ દિવસે રજા જાહેર કરવામાં આવશે." દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આ દિવસને સેમિનાર, સિમ્પોસિયા, નિબંધ-લેખન, વક્તૃત્વ સ્પર્ધાઓ, તાલીમશિબિરો અને સાક્ષરતાના મહત્વ અને શિક્ષણના તમામ પાસાઓ પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા અંગે બેનર કાર્ડ અને સૂત્રો સાથે રેલીઓ દ્વારા ચિહ્નિત કરે છે.
આ દિવસને સ્વતંત્ર ભારતમાં શિક્ષણ પ્રણાલીનો પાયો નાખવામાં આઝાદના યોગદાનને યાદ રાખવા અને આ ક્ષેત્રમાં દેશની વર્તમાન કામગીરીનું મૂલ્યાંકન અને સુધારણા કરવાના પ્રસંગ તરીકે પણ જોવામાં આવે છે.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.