યુસૈન બોલ્ટ
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:Infobox runner યુસૈન સેન્ટ લીયો બોલ્ટ , OJ , C D નો [1]જન્મ 21 ઓગષ્ટ 1986)માં થયો અને તે જમૈકાના ટૂંકી દોડવીર અને ત્રણવાર ઓલિમ્પિક્સ સુવર્ણચંદ્રક વિજેતા છે. તેણે 100 મીટર, 200 મીટર અને પોતાની ટીમના સાથીઓ સાથે 4x100 મીટર રીલે દોડમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. આ જ ત્રણેય દોડ માટે તેમણે ઓલિમ્પિક્સ વિક્રમ પણ નોંધાવ્યો છે. 1984માં કાર્લ લુઈસ પછી બોલ્ટ 2008 સમર ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઓલિમ્પિક્સની ત્રણેય દોડ જીતવાવાળા અને વ્યક્તિગત ઓલિમ્પિક્સની ત્રણેય દોડમાં વિશ્વ વિક્મ બનાવનારા પહેલા વ્યક્તિ બન્યા. આ સાથે જ 2009માં તે 100 અને 200 મીટર સ્પર્ધામાં ઓલિમ્પિક્સ અવોર્ડ મેળવનારા પણ પહેલા વ્યક્તિ બન્યા.
2002ના વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપમાં 200 મીટરમાં સુવર્ણચંદ્રક જીતીને બોલ્ટે અલગ ઓળખ ઉભી કરી અને તેનાથી તે સ્પર્ધાના સૌથી નાની ઉંમરના સુવર્ણચંદ્રકધારી પણ બન્યા. 2004ના કેરિફ્ટા ગેમ્સમાં 20 સેકન્ડ શ્રેણીમાં તેમણે 19.93 સેકન્ડમાં દોડ પૂરી કરીને તે પહેલા ક્રમના જૂનિયર ટૂંકીદોડવીર બની ગયા અને તેમણે રૉય માર્ટિનનો વર્લ્ડ જુનિયર વિક્રમ એક સેકન્ડના બે દશાંશ સમયની સરસાઇથી તોડી નાખ્યો. તે 2004માં વ્યાવસાયિક બની ગયા, પણ ઈજાના કારણે પહેલી બે સીઝનની મોટા ભાગની સ્પર્ધાઓમાં રમી ન શક્યા, જો કે, તેમણે 2004ના સમર ઓલિમ્પિક્સની સ્પર્ધાઓ પૂરી કરી. 2007માં તેમણે 200 મીટર જમૈકન રાષ્ટ્રીય વિક્મ સ્થાપનારા ડૉન ક્વૈરિજને 19.75 સેકન્ડ સાથે હરા્વ્યો. મે 2008માં બોલ્ટે 9.72 સેકન્ડ સાથે 100 મીટર સ્પર્ધામાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો. 2008ના બેઈજિંગ સમર ઓલિમ્પિક્સ્સમાં 100 મીટર અને 200 મીટર બંને સ્પર્ધાઓમાં વિશ્વ વિક્રમ નોંધાવ્યો: 100 મીટરમાં સમય 9.69 સેકન્ડ હતો અને આ રીતે તેમણે 9.72 સેકન્ડનો લઈને પોતાનો જ વિક્મ તોડ્યો અને 200 મીટર સ્પર્ધામાં તેમણે 19.30 સેકન્ડ સમય લઈને 1996ના એટલાન્ટા સમર ઓલિમ્પિક્સ્સમાં માઈકલ જૉન્સનનો 19.32 સેકન્ડનો વિક્મ તોડી નાખ્યો. ઓગસ્ટ 2009માં બેઈજિંગ ઓલિમ્પિક્સના એક વર્ષ બાદ, 2009ની વિશ્વ ચેમ્પિયનશિપમાં 100 મીટર અને 200 મીટર સ્પર્ધાઓમાં પોતાના જ વિશ્વ વિક્રમને ક્રમશ: 9.58 સેકન્ડ અને 19.19 સેકન્ડ સમયની સાથે ઘટાડી દીધો.[2] ડિજીટલ સમય માપનની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં તેનું 100 મીટરમાં વિક્રમજનક માર્જિન મહત્તમ છે.[3]
દોડમાં તેમની સિદ્ધિઓના કારણે જ મીડિયા દ્વારા તેમને "લાઈટનિંગ બોલ્ટ"નું ઉપનામ મળ્યું.[4]