From Wikipedia, the free encyclopedia
મોલોસિયા જે અધિકૃત રીતે મોલોસિયા ગણરાજ્ય ઓળખાય છે, કેવિન બાઘ દ્વારા સ્થાપિત એક સુક્ષ્મરાષ્ટ્ર છે. મોલોસિયા ગણરાજ્ય દ્વારા પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અથવા કોઈ પણ અન્ય માન્ય સાર્વભૌમ રાષ્ટ્ર દ્વારા રાષ્ટ્ર તરીકે માન્ય નથી. એપ્રિલ ૧૬, ૨૦૧૬ના રોજ, કેવિને મોલોસિયાના પ્રવાસનું આયોજન કર્યું હતું, જે એટલાસ ઓબ્સકુરા નામની વેબસાઇટ દ્વારા પ્રાયોજિત હતો.[3] કેવિને સ્ટોરી કાઉન્ટીને મોલોસિયાની જમીન પર મિલકતવેરો ચૂકવવાનું ચાલુ રાખ્યું છે, જો કે કેવિન તેને "વિદેશી સહાય" તરિકે ઓળખાવે છે.[4] કેવિને કહ્યું હતું કે "અમે બધા વિચારીએ છીએ કે આ અમારો પોતાનો દેશ છે, પણ તમે જાણો છો કે અમેરિકા ઘણો મોટો છે".[5]
મોલોસિયા ગણરાજ્ય Respubliko de Molossia સુક્ષ્મરાષ્ટ્ર | |
---|---|
સૂત્ર: "Nothing Ventured, Nothing Gained" "કંઈ જોખમ નહીં, કંઈ પ્રાપ્ત નહીં" | |
રાજધાની | બાઘસ્ટન |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજી, એસ્પ્રેન્ટો[2] |
લોકોની ઓળખ | મોલોસિયન |
બંધારણીય માળખું | બંધારણીય રાષ્ટ્રપતિય સૈન્ય આપખુદશાહી |
• રાષ્ટ્રપતિ | કેવિન બાઘ |
• ઉપરાષ્ટ્રપતિ | એન્ડ્રિાન્ન ડિ'બિન્કા |
સંસદ | રાષ્ટ્રિય સંસદ |
સ્થાપના | |
• સ્વાતંત્ર્ય ઘોષણા | મે ૨૬, ૧૯૭૭ |
વિસ્તાર claimed | |
• કુલ | 0.0053 km2 (0.0020 sq mi) |
વસ્તી | |
• અંદાજીત | ૩૪ કુતરાઓ સહિત |
Membership | ૩૪ |
કામચલાઉ ચલણ | વલોરા |
સમય વિસ્તાર | મોલોસિયન પ્રમાણ સમય (UTC-8:41) |
ટેલિફોન કોડ | +૧ ૭૭૫ |
મોલોસિયાની ઉત્પત્તિ "સુક્ષ્મરાષ્ટ્ર બાળપણ યોજના" માંથી આવી છે, જેને મે ૨૬, ૧૯૭૭ ના રોજ કેવિન અને જેમ્સ સ્પિલમેન દ્વારા સ્થાપિત ધ ગ્રાન્ડ રિપબ્લિક ઑફ વલ્ડસ્ટાઇન કહેવામાં આવે છે. વલ્ડસ્ટાઇનનું શાસન રાજા જેમ્સ પ્રથમ (સ્પિલમેન) અને વડા પ્રધાન કેવિન દ્વારા ચલાવવામાં આવતું હતું અને ત્યાંના નાગરિક પણ તેઓ બે માત્ર જ હતા, જો કે રાજા જેમ્સે ટૂંક સમયમાં જ વલ્ડસ્ટાઇન છોડી દીધું. યુરોપમાં મુસાફરી કરતી વખતે કેવિને ઘણા નોમેડીક સામ્રાજ્યો માટે આ નામનો ઉપયોગ કર્યો હતો. ૧૯૯૮ થી ૧૯૯૯ સુધી, મોલોસિયા "યુટોપિયા યુનાઈટેડ પ્રોવિન્સ"નું સભ્ય હતું. સપ્ટેમ્બર ૩, ૧૯૯૯ ના રોજ, કેવિને વલ્ડેસ્ટાઇનના અનુગામી દેશ તરીકે મોલોસિયા ગણરાજ્ય બનાવ્યું અને પોતાને રાષ્ટ્રપ્રતિ જાહેર કર્યા.
નવેમ્બર ૧૩, ૨૦૧૨ ના રોજ કેવિન બોઘે પોતાના સુક્ષ્મરાષ્ટ્રને અધિકૃત માન્યતા આપવા માટે, અમેરિકન સરકારની અધિકૃત વી ધ પીપલ્સ વેબસાઇટ પર એક અરજી કરી હતી. મોલોસિયાએ પોતાની છેલ્લા વસ્તી ગણતરીમાં ૨૭ની વસ્તી હોવાનું પર જાહેર કર્યું હતું.[6]
Esperanto is the second language of the Republic of Molossia.CS1 maint: location (link)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.