ગુજરાતનો જિલ્લો From Wikipedia, the free encyclopedia
મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે.
મોરબી | |
---|---|
જિલ્લો | |
મોરબી જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સ્થાપના | ઓગસ્ટ ૧૫, ૨૦૧૩ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાહન નોંધણી | GJ-36 |
વેબસાઇટ | morbi |
૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ રાજકોટ જિલ્લામાંથી ચાર તાલુકા (મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેર) અને એક તાલુકો (હળવદ) સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકાઓનો નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.[1][2]
મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે.[3]
તાલુકો | ગામોની સંખ્યા | ગ્રામ પંચાયતની સંખ્યા |
---|---|---|
મોરબી તાલુકો | ૯૪ | ૯૪ |
ટંકારા તાલુકો | ૪૩ | ૪૨ |
હળવદ તાલુકો | ૬૭ | ૬૭ |
વાંકાનેર તાલુકો | ૧૦૨ | ૧૦૧ |
માળિયા (મિયાણા) તાલુકો | ૪૪ | ૪૪ |
મોરબી જિલ્લામાં ૩ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
મોરબી જિલ્લાની અંદાજિત વસ્તી ૯,૬૦,૩૨૯ અને વિસ્તાર ૪,૮૭૧.૫ ચોરસ કિમી છે. જિલ્લાની વસ્તી ગીચતા ૨૦૭ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.