![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9b/Tomb_of_Mir_Tharo_Talpur_%25E2%2580%2594_the_ruler_of_Mirpur_Khas_%25E2%2580%2594_in_Chitorri_Graveyard.jpg/640px-Tomb_of_Mir_Tharo_Talpur_%25E2%2580%2594_the_ruler_of_Mirpur_Khas_%25E2%2580%2594_in_Chitorri_Graveyard.jpg&w=640&q=50)
મીરપુર ખાસ
પાકિસ્તાનના સિંધ પ્રાંતનું એક શહેર / From Wikipedia, the free encyclopedia
મીરપુર ખાસ ("સૌથી ઊંચા મીરનું શહેર") પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મીરપુર ખાસ જિલ્લા અને મીરપુર ખાસ વિભાગનું પાટનગર છે. મીરપુર ખાસ સિંધ પ્રાંતનું ૫મું અને પાકિસ્તાનનું ૩૩મું સૌથી મોટું શહેર છે. આ શહેર માનકાની શાખાના તાલપુર શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ૨૦૧૭ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી ૨,૩૩,૯૧૬ છે.[2] મીરપુર ખાસ તેની કેરીની ખેતી માટે જાણીતું છે, દર વર્ષે સેંકડો જાતના ફળોનું અહીં ઉત્પાદન થાય છે - તેને "કેરીનું શહેર" પણ કહેવામાં આવે છે, અને ૧૯૫૫થી વાર્ષિક કેરી ઉત્સવનું યજમાન શહેર પણ છે.[3]
Quick Facts મીરપુર ખાસ ميرپورخاص, વસ્તી (૨૦૧૭ની વસ્તીગણતરી પ્રમાણે) ...
મીરપુર ખાસ
ميرپورخاص | |
---|---|
![]() ચિત્તોરી કબ્રસ્તાનમાં મીરપુરખાસના કુલીનવર્ગની ૧૭મી સદીની કબર | |
અક્ષાંશ-રેખાંશ: 25°31′30″N 069°00′57″E | |
વસ્તી (૨૦૧૭ની વસ્તીગણતરી પ્રમાણે)[1] | |
• શહેર | ૨,૩૩,૯૧૬ |
• ક્રમ | પાકિસ્તાનના સૌથી મોટા શહેરોની યાદીમાં ૩૩મું |
સમય વિસ્તાર | UTC+5 (પાકિસ્તાન માનક સમય) |
ટેલિફોન કોડ | ૦૨૩૩ |
બંધ કરો