મિલાન
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:Infobox Italian comune
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મિલાન ઇટાલીનું એક શહેર છે અને લોમ્બાર્ડી રીજનઅને મિલાન પ્રાંતની રાજધાની છે. આ શહેરની વસતી અંદાજે 1,300,000 છે જ્યારે યુરોપીયન યુનિયનમાં પાંચમો સૌથી મોટો શહેરી વિસ્તાર છે, જેની વસતી અંદાજે 4,300,000 છે.[1] ઓઇસીડીના અંદાજ મુજબ, ઇટાલીમાં સૌથી મોટા મિલાન મહાનગરીય ક્ષેત્રની વસતી 74,00,000 છે.[2]
આ શહેરની સ્થાપના મીડિયોલેનમ નામ અંતર્ગત કેલ્ટિક લોકો ઇનસબરેસ દ્વારા કરવામાં આવી હતી. તે પછી ઇ. સ. પૂર્વ 222માં રોમન સામ્રાજ્ય દ્વારા તેનો કબજો કરી લેવામાં આવ્યો હતો અને તેના આધીન શહેર અત્યંત સમૃદ્ધ થયું હતું. પછી મિલાન પર વિસ્કૉન્ટી, સ્ફોર્જા અને 1500માં સ્પેનિશ, 1700માં ઑસ્ટ્રિયાનું શાસન ચાલ્યું. 1796માં મિલાન પર નેપોલિયન પ્રથમએ વિજય મેળવ્યો અને તેણે 1805માં પોતાના સામ્રાજયમાં ઇટાલીની રાજધાની બનાવ્યું.[3][4] રોમેન્ટિક યુગ દરમિયાન મિલાન યુરોપનું એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર હતું, જેણે અનેક કલાકારો, સંગીતકારો અને મહત્વપૂર્ણ સાહિત્યકારોને પોતાની તરફ આકર્ષિત કર્યા. પાછળથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહેર પર બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને તેના પગલે મોટા પાયે ખાનખરાબી સર્જાઈ હતી. 1943માં જર્મનીના કબજામાં આવ્યા પછી મિલાન ઇટાલીના વિરોધનું મુખ્ય કેન્દ્ર બની ગયું.[3] તેમ છતાં મિલાને યુદ્ધ પછીના સમયગાળામાં આર્થિક વિકાસ જોયો, જેણે દક્ષિણ ઇટાલી અને વિદેશોમાંથી હજારો આપ્રવાસીઓને આકર્ષિક કર્યા.[3]
આંતરરાષ્ટ્રીય અને પંચરંગી શહેર તરીકે મિલાનના 13.9 ટકા લોકો વિદેશમાંથી આવીને વસ્યા છે.[5] આ શહેર યુરોપનું મુખ્ય પરિવહન[6] અને ઔદ્યોગિક કેન્દ્ર છે. મિલાન 115 અબજ ડોલરની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ)ની સાથે ખરીદ શક્તિ,[7]ની બાબતે વિશ્વની 6મી સંપન્ન અર્થવ્યવસ્થા ની સાથે યુરોપીય સંઘના વ્યાપાર અને નાણાકીય બાબતોનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંથી એક છે. 2004માં મિલાન મહાનગરીય ક્ષેત્રની જીડીપી યુરોપની ચોથી સૌથી વધારે જીડીપી હતીઃ€ 241.2 અબજ (313.3 અબજ અમેરિકન ડોલર). મિલાનની પાસે ઇટાલીની સૌથી વધારે જીડીપી (વ્યક્તિદીઠ) € 35,137 લગભગ (52,263 અમેરિકન ડોલર) છે, જે યુરોપીય સંઘની સરેરાશ જીડીપી પ્રતિ વ્યક્તિ[8]ની 161.6 ટકા છે. શહેરના કામદારો આખા દેશમાં સૌથી વધારે સરેરાશ આવકના દરો ધરાવે છે[9] અને આ દ્રષ્ટિએ દુનિયામાં આ શહેરનું સ્થાન 26મું છે.[10] આ ઉપરાંત વિદેશી કર્મચારીઓ માટે મિલાન વિશ્વનું 11મું સૌથી વધારે મોંઘુ શહેર છે,[11] અને ઇકોનોમિક ઇન્ટલિજન્સ યુનિટના 2010માં થયેલા એક અભ્યાસમાં જણાવ્યા મુજબ, આ શહેર રહેવા માટે પાંચમું મોંઘુ શહેર છે.[12] કેટલાંક અભ્યાસ મુજબ, અહીંનું આર્થિક વાતાવરણ તેને વિશ્વ અને યુરોપનું ટોચનું વ્યાવસાયિક અને નાણાકીય કેન્દ્ર,[13][14] બનાવે છે અને સિટી બ્રાન્ડિંગની દ્રષ્ટિએ તે અત્યંત સફળ પણ છે.[15] દુનિયામાં પણ મિલાનને વિશ્વના 28મું સૌથી સમર્થ અને પ્રભાવશાળી શહેર સ્વરૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.[16]
મિલાનને વૈશ્વિક ફેશન અને ડિઝાઇન રાજધાની સ્વરૂપે પણ માન્યતા પ્રાપ્ત છે, જે વાણિજ્ય, ઉદ્યોગ, સંગીત, રમતગમત, સાહિત્ય, કળા અને મીડિયા પર મુખ્ય વૈશ્વિક પ્રભાવ સાથે, જીએડબલ્યુસીના મુખ્ય આલ્ફા વર્લ્ડ સિટીઝમાંથી એક બની ગયું છે.[17] લોમ્બાર્ડ મહાનગર તેના ફેશન હાઉસ અને શોપ્સ (જેમ કે મૉન્ટેનોપોલીન માર્ગ પર) અને પિયાજાડ્યુમોના ગેલરિયા વિટ્ટોરિયા ઇમાનુએલ (દુનિયાનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત શૉપિંગ મૉલ) માટે વિશેષ સ્વરૂપે પ્રસિદ્ધ છે. શહેર અત્યંત સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને વારસો ધરાવે છે. તેની નાઇટલાઇફ[18][19] વાઇબ્રન્ટ છે તથા તેનું ભોજન અજોડ છે. (તે પેનેટોન ક્રિસમસ કેક અને રિસોટ્ટો અલા મિલાનીઝ જેવા અસંખ્ય લોકપ્રિય વ્યંજનોનું ઘર છે). શહેર વિશેષ સ્વરૂપે ઓપેરા અને પરંપરાગત સંગીત માટે પ્રસિદ્ધ છે, જે અનેક મહત્વપૂર્ણ સંગીતકાર (જેમ કે જ્યુજેપી વેર્ડી) અને થિયેટરો (જેમ કે ટિએટ્રો અલા સ્કાલા)નું કેન્દ્ર છે. મિલાન અનેક મહત્વપૂર્ણ સંગ્રહાલય, વિશ્વવિદ્યાલય, અકાદમી, રાજમહેલ, ચર્ચ અને પુસ્તકાલય (જેમ કે બ્રેરા એકેડમી અને ક્રૈસ્ટેલો સ્ફોર્જેસ્કો) તથા બે પ્રસિદ્ધ ફૂટબૉલ ટીમ, એ સી મિલાન અને એફ સી ઇન્ટરનેશનલ મિલાનો માટે વિખ્યાત છે. તેના કારણે મિલાન યુરોપનું સૌથી વધારે લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયું છે, જ્યાં 2008માં 1.914 મિલિયન વિદેશીઓ શહેર જોવા આવ્યાં હતાં.[20] શહેરએ 1906માં વિશ્વ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને 2015માં સાર્વત્રિક પ્રદર્શનનું આયોજન કરશે.[21]
સામાન્ય રીતે મિલાનના રહેવાસીઓ "મિલાનીઝ" તરીકે ઓળખાય છે (ઇટાલિયનઃ [Milanesi] Error: {{Lang}}: text has italic markup (help)અથવા અનૌપચારિક રીતે [Meneghini] Error: {{Lang}}: text has italic markup (help)અથવા [Ambrosiani] Error: {{Lang}}: text has italic markup (help)). મિલાનના રહેવાસીઓ દ્વારા શહેરને "નૈતિક રાજધાની" જેવું ઉપનામ આપવામાં આવ્યું છે.[3]