![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/The_President%252C_Shri_Ram_Nath_Kovind_presenting_the_Ati_Vishisht_Seva_Medal_to_Major_General_Madhuri_Kanitkar%252C_at_the_Defence_Investiture_Ceremony%25E2%2580%2593I%252C_at_Rashtrapati_Bhavan%252C_in_New_Delhi_on_March_27%252C_2018.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
માધુરી કાનિટકર
ભારતીય સૈન્યના નિવૃત્ત જનરલ / From Wikipedia, the free encyclopedia
લેફ્ટનન્ટ જનરલ (ડૉ) માધુરી કાનિટકર એ ભારતીય સૈન્યના નિવૃત્ત જનરલ છે. લેફ્ટનન્ટ જનરલ પુનિતા અરોરા અને એર માર્શલ પદ્મા બંદોપાધ્યાય પછી, તેણીની ભારતીય સશસ્ત્ર દળોમાં ત્રીજી મહિલા છે, જેમને થ્રી-સ્ટાર રેન્કમાં બઢતી આપવામાં આવી છે.[1] તેમણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હેઠળ ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (મેડિકલ) તરીકે સેવા આપી હતી.[2] માધુરી કાનિટકરે પ્રધાનમંત્રીની વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણ સલાહકાર પરિષદ (પીએમ-એસટીઆઈએસી)માં પણ સેવાઓ આપી હતી.[3]
Quick Facts લેફ્ટનન્ટ જનરલમાધુરી કાનિટકર AVSM, VSM, જન્મ ...
લેફ્ટનન્ટ જનરલ માધુરી કાનિટકર AVSM, VSM | |
---|---|
![]() રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે AVSM મેળવી રહેલા તત્કાલીન મેજર જનરલ માધુરી કાનિટકર. | |
જન્મ | ૧૯૬૦ |
દેશ/જોડાણ | ![]() |
સેવા/શાખા | ![]() |
સેવાના વર્ષો | ૧૯૮૨ – ૨૦૨૧ |
હોદ્દો | ![]() |
પુરસ્કારો | ![]() ![]() ![]() |
બંધ કરો
૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ, તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા મહારાષ્ટ્ર આરોગ્ય વિજ્ઞાન વિદ્યાપીઠ, નાસિકના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર ૨૦૨૧ માં આર્મીમાંથી નિવૃત્ત થયા પછી તેણીએ આ હોદ્દો ગ્રહણ કર્યો હતો.[4]