![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c3/Dr._Bhimrao_Ambedkar.jpg/640px-Dr._Bhimrao_Ambedkar.jpg&w=640&q=50)
મહાનતમ ભારતીય (સર્વેક્ષણ)
આધુનિક ભારતના મહાનતમ વ્યક્તિની પસંદગી માટેનું જાહેર સર્વેક્ષણ / From Wikipedia, the free encyclopedia
મહાનતમ ભારતીય (સૌથી મહાન ભારતીય) એ નક્કી કરવા માટે ભારતમાં રિલાયન્સ મોબાઇલના માધ્યમથી CNN, IBN અને HISTORY ચેનલની ભાગીદારીમાં આઉટલૂક પત્રિકા દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સર્વેક્ષણ અનુસાર ભારતનાં મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત મહાનુભાવો જેમાં કલા, ખેલ, રાજનીતિ, સમાજસેવા, ઉદ્યોગ વગેરે માંથી પ્રથમ ૫૦ મહાનુભાવો ને પસંદ કરવામાં આવ્યા હતાં.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c3/Dr._Bhimrao_Ambedkar.jpg/640px-Dr._Bhimrao_Ambedkar.jpg)
મહાનતમ બ્રિટીશરની અન્ય આવૃત્તિઓથી વિપરીત, મહાનતમ ભારતીયમાં ઇતિહાસના તમામ સમયગાળાના લોકો સામેલ ન હતા. આ પસંદગી માટે બે કારણો આપવામાં આવ્યા હતા. પહેલું એ હતું કે “ભારતના સ્વતંત્રતા પૂર્વેના ઇતિહાસમાં મહાત્મા ગાંધીનું પ્રભુત્વ છે અને જ્યારે નેતૃત્વ, અસર અને યોગદાનની વાત આવે છે ત્યારે રાષ્ટ્રપિતાની નજીક આવવું કોઈ માટે અશક્ય છે.[...] નિષ્ણાતોની પેનલને લાગ્યું કે જો ગાંધીને આ યાદીમાં સામેલ કરવામાં આવે તો મહાનતમ ભારતીયની પસંદગી માટે કોઈ સ્પર્ધા જ નહીં થાય.”[2] બીજું, મહાનતમ ભારતીયની પસંદગી માટે ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવનારા ભારતથી અલગ આધુનિક રાષ્ટ્ર તરીકેની ભારતની છબી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરવામાં આવ્યું હતું. આમ આ સર્વેક્ષણનો પ્રયાસ એવી વ્યક્તિને પસંદ કરવાનો હતો જેમનો સ્વતંત્ર ભારતના ઘડતર અને વિકાસમાં પ્રથમકક્ષ પ્રભાવ રહ્યો હોય.[2]