ભેળપૂરી
અમુક ખાદ્યપદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી From Wikipedia, the free encyclopedia
અમુક ખાદ્યપદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી From Wikipedia, the free encyclopedia
ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ.[1] ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટેટા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે.
ભેળપૂરી | |
અન્ય નામો | ભેળ, ચુરુ મુરી (બેંગલોર), ઝાલ મુરી (કોલકાતા), |
---|---|
ઉદ્ભવ | ભારત |
મુખ્ય સામગ્રી | મમરા, સેવ, |
વિવિધ રૂપો | સેવપૂરી, દહી પૂરી, સેવ પાપડી ચાટ |
|
ભેળપૂરી સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બેંગલોરમાં ચુરુમુરી, કોલકાતામાં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ઝાલ મુરીમાં આમલીની ચટણી નથી હોતી. તેમાં બાફીને સાંતળેલા બટેટા, ધાણા પાવડર, છટની દાલ, ખમણેલુ નાળિયેર અને રાઈનું તેલ વપરાય છે.
મૂળતઃ ભેળપૂરી એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળપૂરી બને કે તેને તરત જ આરોગવી જોઈએ, નહીં તો મમરા ચટનીનું પાણી શોષી લે છે અને ચીકણાં બની જાય છે. જે ચાવવામાં મજા આવતી નથી.
પહેલાના સમયમાં ચોપાટીની ભેળપૂરી ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. મુંબઈમાં સેવપુરી-ભેળપુરીનો વ્યવસાય મોટે ભાગે ઉત્તર પ્રદેશના વતનીઓ ચલાવે છે અને તેમને 'ભૈયાજી' કહીને સંબોધાય છે.
વધારાની વૈકલ્પિક વસ્તુઓ:
ભેળ બનાવવી સરળ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.