પ્રથમ ભારતીય મહિલા ફાઇટર પાઇલટ From Wikipedia, the free encyclopedia
ભાવના કંઠ ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટો પૈકીની એક છે.[2][3][4] તેમને, તેમના બે સહયોગીઓ, મોહાના સિંહ અને અવની ચતુર્વેદી સાથે પ્રથમ ફાઈટર પાયલોટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રણેયને જૂન ૨૦૧૬માં ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનમાં શામેલ કરવામાં આવ્યા હતા. રક્ષા મંત્રી મનોહર પર્રિકરે તેમને ઔપચારિક રીતે જોડાવ્યા હતા.[5] ભારત સરકારે પ્રાયોગિક ધોરણે મહિલાઓ માટે ભારતીય વાયુસેનામાં લડાયક ક્ષેત્ર ખોલવાનો નિર્ણય કર્યા પછી, આ ત્રણેય મહિલાઓને આ કાર્યક્રમ માટે પ્રથમ પસંદ કરવામાં આવી હતી.[6]
મે ૨૦૧૯માં, તે લડાઈનું મિશન હાથ ધરવા માટે લાયક બનનાર ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની.[7]
તેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૯૨ ના દિવસે દરભંગા,[1] બિહારમાં થયો હતો. તેમના પિતા તેજ નારાયણ કંઠ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને માતા રાધા કંઠ ગૃહિણી છે.[8] મોટા થતાં તેમને ખો ખો, બેડમિન્ટન, તરણ જેવી રમતો અને ચિત્રકળામાં રસ ઉત્પન્ન થયો હતો.[9]
તેમણે બારૌની રિફાઇનરીની ડી.એ.વી. પબ્લિક સ્કૂલમાંથી પોતાનો શાલેય અભ્યાસ પૂરો કર્યો.[3] તેમણે રાજસ્થાનના કોટામાં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી. ત્યાર બાદ તેઓ બેંગલુરુની બી.એમ.એસ. કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં મેડિકલ ઇલેક્ટ્રોનિક્સમાં બેચલર ઓફ એન્જિનિયરિંગના અભ્યાસમાં જોડાયા.[10] તેઓ ૨૦૧૪માં સ્નાતક થયા અને આઇટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં ભરતી થયા.[9]
તેમણે હંમેશા વિમાનો ઉડાવવાનું સપનું જોયું હતું.[11] તેમણે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ આપી અને તેમની વાયુસેનામાં જોડાવા માટે પસંદગી કરવામાં આવી.[12] સ્ટેજ-૧ની તાલીમના ભાગરૂપે, તેઓ ફાઇટર સ્ટ્રીમમાં જોડાયા.
જૂન ૨૦૧૬માં, તેમણે હૈદરાબાદના હકીમપેટ એરફોર્સ સ્ટેશન પર કિરણ ઇન્ટરમીડિયેટ જેટ ટ્રેનર્સ પર છ મહિનાની લાંબી સ્ટેજ-૨ ની તાલીમ લીધી, ત્યારબાદ તે જ વર્ષે તેમને ડીંડીગલની એરફોર્સ એકેડેમીમાં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ સ્પ્રિંગ ટર્મમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે કામ મળ્યું [10] [4]
તેઓ હોક એડવાન્સ જેટ ટ્રેનર્સને ઉડાવે છે અને તેમને અને તેમના અન્ય બે સહયોગી સભ્યોને મિગ-૨૧ બાઇસન સ્ક્વોડ્રોનમાં ખસેડવાની યોજના છે.[6] ફ્લાઇંગ ઓફિસર ભાવના કંઠે ૧૬ માર્ચ ૨૦૧૮ ના દિવસે મિગ -૨૧ 'બાઇસન'ની એકલ ફ્લાઇટ લીધી. તેમણે અંબાલા એરફોર્સ સ્ટેશનથી મિગ-૨૧ની સોલો ફ્લાઇટ લગભગ ૧૪૦૦ કલાક કરી હતી.[13]
તેમણે મોડેલિંગ અને જાહેરાત પણ કરી હતી.[9]
૯ માર્ચ, ૨૦૨૦ ના દિવસે, તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[14]
તેમને ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રોન નંબર ૩ કોબ્રામાં કાર્યભાર મળ્યો છે.[15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.