Remove ads
From Wikipedia, the free encyclopedia
ભારતના હવે પછીના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ યોજાશે આ જાહેરાત ભારતનાં ચૂંટણી કમિશ્નર દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સભાનાં સેક્રેટરી-જનરલ શ્રી શમશેર કે. શેરીફને ૧૫મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં રિટર્નિંગ અધિકારી પદે નિયુક્ત કરાયા છે.[૧]
હાલનાં ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અંસારીની પદ અવધી ૧૦ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ પૂર્ણ થાય છે.[૨] તેમણે ફરી ઉમેદવારી કરવાને અનિચ્છા જાહેર કરી છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ ભારતીય સંસદનાં ઉપલા ગૃહ, રાજ્ય સભાના અધ્યક્ષ હોય છે અને તેના સ્પીકર તરીકે પણ કાર્ય કરે છે. તદુપરાંત રાષ્ટ્રપતિની અનુપસ્થિતિમાં તેઓ વધુમાં વધુ છ માસ સુધી રાષ્ટ્રપતિ તરીકેની સત્તા અને ફરજો પણ સંભાળી શકે છે. ઉપરાષ્ટ્રપતિ પદની મુદ્દત પણ પાંચ વર્ષની હોય છે.[૩]
ચૂંટણી દરમિયાન નિવૃત થનારા ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અંસારી છે. તેઓ ૨૦૦૭માં પ્રથમ વખત અને ૨૦૧૨માં બીજી વખત ચૂંટાઈ આવેલા. તેમની મુદ્દત ૧૦ ઓગસ્ટના રોજ પૂર્ણ થાય છે. ભારતના ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે તા. ૫ ઓગસ્ટના દિવસે મતદાન થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરાશે.[૪]
ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભા અને લોક સભાનાં સભ્યો દ્વારા બનેલાં સંયુક્ત ચૂંટણી મંડળ દ્વારા ચૂંટાઈ આવે છે. આ ચૂંટણીમાં બંન્ને ગૃહોનાં નિયુક્ત સભ્યોને પણ મતાધિકાર હોય છે.[૫] ચૂંટણીમાં મતપત્રક દ્વારા ગુપ્ત મતદાન થાય છે અને મતપત્રક પર પોતાનો મત દર્શાવવા માટે સભ્યોએ "ખાસ પેન" નો ઉપયોગ કરવાનો હોય છે.[૬]
૨૦૧૭ની ચૂંટણી માટે ચૂંટણી મંડળની વિગતો:
ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારે ઉમેદવારીના પ્રસ્તાવને ટેકો આપનાર તરીકે ઓછામાં ઓછા ૨૦ સભ્યો અને અન્ય ૨૦ સભ્યો વધારાના ટેકેદાર તરીકે દર્શાવવા જરૂરી છે. ઉમેદવારે સુરક્ષા થાપણ તરીકે રુ. ૧૫,૦૦૦ જમાં કરાવવાનાં હોય છે.[૭] આ ચૂંટણી માટે બે ઉમેદવારોનું નામાંકન થયેલું છે. એક ઉમેદવાર એન.ડી.એ. દ્વારા અને એક યુ.પી.એ. દ્વારા નામાંકિત થયેલ છે.
નામ | જન્મ | હાલની અને પાછલી સ્થિતિ | રાજ્ય | ઘોષણા | સંદર્ભ |
---|---|---|---|---|---|
વૈંકયા નાયડુ |
૧ જુલાઇ, ૧૯૪૯ (૬૮ વર્ષ) નેલ્લોર જિલ્લો, આંધ્ર પ્રદેશ |
૨૭માં માહિતી અને પ્રસારણ મંત્રી (૨૦૧૬-૨૦૧૭) શહેરી વિકાસ મંત્રી (૨૦૧૪-૨૦૧૭) ગૃહ અને શહેરી ગરીબી નિવારણ મંત્રી (૨૦૧૪-૨૦૧૭) ગ્રામ્ય વિકાસ મંત્રી (૨૦૦૦-૨૦૦૨) ગ્રામ્ય વિકાસ મંત્રી (૨૦૧૪-૨૦૧૬) |
આંધ્ર પ્રદેશ |
૧૮ જુલાઇ ૨૦૧૭ | [૮] |
નામ | જન્મ | હાલની અને પાછલી સ્થિતિ | રાજ્ય | ઘોષણા | સંદર્ભ |
---|---|---|---|---|---|
ગોપાલકૃષ્ણ ગાંધી |
૨૨ એપ્રિલ, ૧૯૪૬ (૭૧ વર્ષ) દિલ્હી |
૨૪માં રાજ્યપાલ, પશ્ચિમ બંગાળ (૨૦૦૪-૨૦૦૯) | ગુજરાત |
૧૧ જુલાઇ, ૨૦૧૭ | [૯] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.