ભગવતીકુમાર શર્મા (૩૧ મે ૧૯૩૪ – ૫ સપ્ટેમ્બર ૨૦૧૮) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

Quick Facts ભગવતીકુમાર શર્મા, જન્મનું નામ ...
ભગવતીકુમાર શર્મા
Thumb
ભગવતીકુમાર શર્મા મુંબઈ ખાતે, ૧૯૯૯
જન્મનું નામ
ભગવતીકુમાર હરગોવિંદ શર્મા
જન્મભગવતીકુમાર હરગોવિંદ શર્મા
(1934-05-31)31 May 1934
સુરત, ગુજરાત, ભારત
મૃત્યુ5 September 2018(2018-09-05) (ઉંમર 84)
સુરત
વ્યવસાયલેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ.
નોંધપાત્ર સર્જન
  • સંભવ,
  • ઊર્ધ્વમૂલ (૧૯૮૧),
  • અસૂર્યલોક (૧૯૮૭),
  • સમયદ્વીપ
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૧૯૪૮ - ૨૦૧૮
જીવનસાથી
જ્યોતિબહેન
(લ. 1953; તેણીના મૃત્યુ સુધી 2009)
સહીThumb
બંધ કરો

જીવન

તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી.[1][2]

તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.[1]

૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુરત ખાતે તેમનું અવસાન થયું હતું.[3]

સર્જન

તેમનું સર્જન નીચે પ્રમાણે છે:[1][2][4]

નવલકથા

  • અસૂર્યલોક (૧૯૮૭) (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા)
  • ઊર્ધ્વમૂલ (૧૯૮૧)
  • સમયદ્વીપ
  • આરતી અને અંગાર (1956)
  • વીતી જશે આ રાત?
  • રિક્તા
  • ના કિનારો ના મઝધાર (1965)
  • વ્યક્તમધ્ય

નવલિકા

  • દીપ સે દીપ જલે (1959)
  • હૃદયદાનં (1961)
  • રાતરાણી (1963)
  • છિન્ન ભિન્ન (1967)
  • અડાબીડ (1985)
  • વ્યર્થ કક્કો - છળ બારાખડી (1979)
  • તમને ફુલ દીધાનું યાદ (1970)
  • મહેક મળી ગઈ (1965)

નિબંધ

  • શબ્દાતીત
  • બિસતંતુ

અન્ય

  • સંભવ (છંદો)
  • પાંદડાં જેનાં (કાવ્ય સંગ્રહ)
  • ઉજાગરો (કાવ્ય સંગ્રહ)
  • સરળ શાસ્ત્રીજી (જીવન ચરિત્ર)
  • નિર્લેપ (ભાગ-૧,૨,૩,૪) (હાસ્ય લેખો)
  • સાત યુગોસ્લાવ વાર્તાઓ (અનુવાદ)
  • આષાઢનો એક દિવસ નામના (અનુવાદ)
  • શ્વાસ ઉચ્છ્વાસ (સંપાદન)
  • ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ (સંપાદન)

પુરસ્કાર

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.