બોરડી
From Wikipedia, the free encyclopedia
બોરડી એટલે બોરનું ઝાડ. બોરડી જાત પ્રમાણે વિવિધ કદની થતી જોવા મળે છે. તેના પાનમાં ત્રણથી પાંચ નસ હોય છે. બોરડીને ઝીણા ઝીણા કાંટા થાય છે. તેનાં ફૂલ ઘણાં ઝીણાં થાય છે. તેનાં લૂમખામાં બોર બેસે છે. હિંદુસ્તાનમાં ખાસ બોરડીનું વાવેતર કરવામાં આવતું નથી, પરંતુ ખેતર અને જંગલમાં બીમાંથી પોતાની મેળે તે ઊગી નીકળે છે. બોરડી ગમે તેવી જમીનમાં થાય છે, પણ ચીકણી માટીમાં થતી નથી.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts બોર (ફળ)નું ઝાડ, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
બોર (ફળ)નું ઝાડ | |
---|---|
બોરડીનું ઝાડ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
(unranked): | સપુષ્પી |
(unranked): | દ્વિદળી |
Genus: | ઝિઝિફસ (Ziziphus) |
Species: | જુજુબા (Z. jujuba) |
દ્વિનામી નામ | |
ઝિઝિફસ જુજુબા (Ziziphus jujuba) | |
બંધ કરો