From Wikipedia, the free encyclopedia
બિન-વેધક મૈથુન (જેને અંગ્રેજીમાં outercourse (બાહ્ય ભોગ), frottage, dry humping (શુષ્ક મૈથુન) and heavy petting (મૈથુન સ્પર્શના) પણ કહે છે) એ એક સંભોગ ક્રીડા છે જેમાં યોનિ, ગુદા કે મુખ સંદર્ભે કોઈ પણ પ્રકારના અવયવ માં લિંગ પ્રવેશ (ભેદન) વર્જિત હોય છે. [1][2][3] આ પ્રકારના સંભોગને પારસ્પારિક હસ્ત મૈથુન પણ કહે છે જો કે તેને થોડા જુદા અર્થ/સંદર્ભમાં વાપરવામાં આવે છે.
આ પદ્ધતિમાં શારીરિક સ્ત્રાવોનો સંપર્ક કે પ્રવેશ થતો નથી તેથી આ પદ્ધતિને સલામત મૈથુન અને પ્રજનન નિયંત્રણનો એક પ્રકાર માનવામાં આવે છે. [4]
બિન-વેધ મૈથુન માં નીચેના પ્રકારનો સમાવેશ થાય છે જો કે તેનો વ્યાપ નીચેના પ્રકારો પૂરતો મર્યાદિત નથી.
ઢાંચો:Ref improve section
પારસ્પારિક હસ્તમૈથુન એ એક એવી મૈથુન ક્રીડા છે કે જેમાં એક કે વધુ લોકો પોતાને કે પોતાના સાથીઓને કામુક રીતે પ્રાય: હાથ વડે ઉત્તેજિત કરે છે. આ ક્રીડાને હસ્ત સંભોગ પણ કહે છે. [8][9]
આવી ક્રીડા એવી સ્થિતીમાં કરવામાં આવે છે જ્યારે બંને પક્ષ શારીરીક ખોડ, સામાજિક નિયમો- બંધનો કે સ્વેચ્છા આદિને કારણે પૂર્ણ સંભોગ કરવામાં અચકાતા હોય તેમ છતાં તેનો અનુભવ કરવા માંગતા હોય. પૂર્ણ સંભોગના સમયે વચ્ચેના સમયની ક્રીડા તરીકે કે પૂર્વ ક્રીડા તરીકે પણ આ ક્રીડા કરવામાં આવે છે. વેધનના વિકલ્પ તરીકે પણ આ ક્રીડા કરાતી હોય છે. અમુક લોકો માટે આ એક મનગમતી ક્રીડા હોય છે અને તેમાં તેઓ વધુ આનંદ માણે છે. આને કારણે વ્યક્તિ એક બીજાને સામસામે જોઈ શકે છે અને હાથ ને શરીર પર પસરાવવા મુક્ત રહે છે. દા.ત ફ્રટેજ.
કોઈ પણ પ્રકારનું જાતીય અભિગમ ધરાવતા લોકો પારસ્પારિક હસ્તમૈથુન કરી શકે છે. જ્યારે શિશ્ન-યોનિ સંભોગ ના વિકલ્પ તરીકે પારસ્પારિક મૈથુન કરાય છે ત્યારે તેનો ઉદ્દેશ્ય કૌમાર્ય (virginity)નું સંરક્ષણ અથવા ગર્ભધારણ નું ટાળવું હોઈ શકે છે.અમુક લોકો આને ક્વચિત મૈથુન (casual sex) ના વિકલ્પ તરીકે પસંદ કરે છે કેમેકે આમાંથી ખરેખર સંભોગ ન કરવા છતાં સંભોગનો સંતોષ મળે છે.
પારસ્પારિક હસ્ત મૈથુનની વિધી પણ સામાન્ય હસ્તમૈથુન જેવી હોય છે, તેમાં માત્ર એક ફરક એ હોય છે કે અન્ય વ્યક્તિની હાજરી હોય છે. આ મૈથુનમાં સાથીનો સહવાસ એકજ ઓરડામાં એક બીજાને અડ્યા વગર બે વ્યક્તિ ઓ દ્વારા થતાં હસ્ત મૈથુન થી લઈને એક જૂથ દ્વારા સૌના એકબીજાઓને સ્પર્ષીને થતાં હસ્ત મૈથુન જેટલો હોઈ શકે છે. આ ક્રીડામાં બે સહભાગી પોતાને, બીજાને કે એકબીજને ઉત્તેજિત કરી શકે છે.
પારસ્પારિક હસ્તમૈથુનમાં એક અથવા બંને સાથીઓ રતિક્ષણને પ્રાપ્ત કરી શકે છે. કોઈ નું શારીરિક સ્ત્રાવ એકબીજના શરીરમાં ન પ્રવેશે તો આ મૈથુન સલામત મૈથુન બની રહે છે અને ગુપ્ત રોગના સંક્રમણની સંભાવનાને ઘટાડી દે છે. As such, it was encouraged among gay men by some safer sex organizations in the wake of the AIDS outbreak of the 1980s, as an alternative to anal or oral sex.
યુગલો દ્વારા રતિ ક્ષણ કે લંબાયેલ રતિક્ષણ મેળવવા એક બીજાને હસ્ત મૈથુન કરી અપાતું હોય છે. આમાં બંને સાથીઓ એકજ વ્યક્તિ દ્વારા રતિ ક્ષણ મેળવવા ઉપર ધ્યાન કેંદ્રીત કરે છે. સામાન્ય રીતે એક વ્યક્તિ પોતે વસ્ત્ર રહિત સૂઈ જાય છે અને તેની બાજુમાં તેનો સાથી બેસે છે. બેઠેલે સાથી પોતાના હાથ અને આંગળીઓ વાપરી( પ્રાય: ચીકણા પદાર્થ સાથે) અન્ય સાથીના લિંગ કે યોની કે અન્ય ગુપ્તાંગોને પંપાળે છે. પારસ્પારિક હસ્ત મૈથુન વિધી દ્વારા મેળવાતા વિસ્તરીત રતિ ક્ષણ સામાન્ય રતિ ક્ષણ કરતાં વધુ તીવ્ર અને વિસ્તરીત હોય છે. [10] આ વિસ્તરીત રતિક્ષણની વિધી વિવિધ પ્રકારની સંવેદનાઓનો અનુભવ ધરાવે છે અને તેનું રતિક્ષણ અમુક મિનિટો થી લઈને અમુક કલાકો સુધી સજીવ રહે છે.[11] વિસ્તરીત રતિક્ષણ આ સંજ્ઞા સૌ પ્રથમ પેટ્રીશીયા ટેલરએ ૧૯૯૫માં વાપરી હતી. જોકે આ પ્રણાલી વાપરતાં ગુપ્તરોગ કે એચ.આઈ.વી. ના સંક્રમણ નું જોખમ પૂર્ણ સંભોગ જેટલું જ રહેલું હોય છે. જો માણસની આંગળીમાં ઘા હોય અને તે હસ્તમૈથુન દરમ્યાન એચ.આય.વી ગ્રસ્ત સ્ત્રીના યોની સ્ત્રાવના સંપર્કમાં આવે તો તેને સંક્રમણ ની શક્યતા રહેલી હોય છે ; તે પ્રમાણે એચ.આઈ.વી. ગ્રસ્ત પુરુષ ના વીર્ય નો સંપર્ક પણ કોઈ ઘા સાથે થાય તો પણ સંક્રમણ થઈ જાય છે.
લિંગ ચુંબન એ એવી ક્રીડા છે જેમાં સાથીઓ વસ્ત્ર સહિત કે વસ્ત્ર રહીત અવસ્થામાં કોઈ પણ વેધન સિવાય કામુક આનંદ મેળવે છે. અંગ્રેજીમાં આને ડ્રાય હમ્પીંગ-dry humping કે ડ્રાય સેક્સ-dry sex કહે છે. [1] આ પ્રકારની મૈથુન ક્રીડામાં શરીરના લગભગ દરેક ભાગનો સમાવેશ થતો હોય છે જેમ કે નિતંબ, સ્તન, પેટ, સાથળ, પગ, હાથ, પાની, અને અન્ય ગુપ્ત અંગો. ફ્રટેજમાં પારસ્પારિક લિંગોને એક બેજા સાથે રગડવું પણ શામિલ હોય છે આને અમુક વખત જેનીટો-જેનીટલ જે જીજી રબીંગ પણ કહે છે.[1]
યુગલ દ્વારા ફ્રટેજ પસંદ કરવા પાછળ ઘણા કારણો હોઇ શકે છે. આનું સૌથી પ્રમુખ કારણ સંભોગ પહેલાની પૂર્વ ક્રીડાનો એક ભાગ હોય છે. આ સિવાય મૌખિક, યોનિ કે ગુદા સંભોગમાં પડ્યા વગર મૈથુન નો આનંદ લેવાની મજબૂરી કે ઈચ્છા પણ એક કારણ જોઈ શકે છે. પ્રાયઃ યુવા લોકો સંભોગના સ્તર સુધી પહોંચવા પહેલા આ સ્તરનો ઉપયોગ કરે છે યા તો થોડા ઉચ્ચ સ્તરની મર્યાદા જાળવવા પણ આ પદ્ધતિ અપનાવાતી હોય છે. વસ્ત્રો ઉતાર્યા સિવાય પણ ફ્રટેજ કરી શકાય છે.
લેપ ડાન્સ તરીકે ઓળખાતા એક નૃત્યમાં વસ્ત્ર સહીતના ફ્રટેજ નો સમાવેશ હોય છે. આધુનિક નૃત્ય શૈલી કે જેમાં નર્તકો વસ્ત્રો સહીત શરીર એક બીજા સાથે રગડે છે તેને ગ્રાઈંડીંગ, ફ્રીકીંગ, કે સેંડવીચ ડાન્સીંગ કહે છે. આને સ્પેનીશ ભાષામાં પેરીઅર (ડોગીંગ ) કહે છે.
ફ્રટેજ આ શબ્દ ફ્રેંચ શબ્દ ફ્રટર પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે "રગડવુ".
"ઘસડવું" કે "ચોળવું" માટેનો ફ્રેંચ શબ્દ "ફ્રોટર" પરથી અમુક શબ્દો ઉતરી આવ્યાં છે, તેના વપરાશમાં થાપ ન ખાવી જોઈએ:
આ શબ્દો વચ્ચે ની ગડમથલ એ માટે થાય છે કે સહેમતી દ્વારા થયેલ ફ્રટેજ ને એક સમયે વિકૃતિ ગણવામાં આવતી હતી. અને આને અસહમતી વાળા ફ્રોટેયુરીઝમ સાથે થાપ ખવાતું. જો કે આ અભિગમ હવે માન્ય નથી. ૧૯૯૫ના એક પુસ્તક એક્સેન્ટ્રીક એન્ડ બિઝેર બિહેવીયર્સ માં લેખક લ્યુઈસ આર. ફ્રન્ઝીની જણાવે છે ફ્રટેજ, યોગ્ય સંદર્ભમાં, એ સુયોગ્ય સામાન્ય કામુક વર્તન છે જે કે સ્ત્રી કે પુરુષો, સમલિંગકામી કે વિષમલિંગી સૌ માં જોવા મળે છે.
જાંઘ-લિંગ મૈથુન અને લિંગ-યોની ઘર્ષણ જેવા મૈથુન આમતો બિન-વેધક ગણાય છે પણ ગર્ભાધાનનું જોખમ ધરાવે છે. કેમકે આમાં વીર્ય ધરાવતું દ્રવ્ય ગુપ્તાંગો સુધી પહોંચવાની સંભાવના છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.