![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/30/Babool_%2528Acacia_nilotica%2529_flowers_at_Hodal_W_IMG_1163.jpg/640px-Babool_%2528Acacia_nilotica%2529_flowers_at_Hodal_W_IMG_1163.jpg&w=640&q=50)
બાવળ
બાવળા ના ઝાડ ને કાંટા હોય છે તેના પર લાંબી સીંઘુ આવે છે આ સીંઘુ ની લંબાઈ 15cm આજુબાજુ હોય છે / From Wikipedia, the free encyclopedia
બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે. તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા (Acacia nilotica)છે. આ સિવાય તેને ગમ એરેબિક ટ્રી (gum arabic tree=અરબી ગુંદરનું વૃક્ષ) [2], બબુલ/કીકર, ઈજિપ્શિયન થ્રોન (Egyptian thorn=ઈજીપ્તનો કાંટો), સૅન્ટ ટ્રી (Sant tree), અલ-સન્ત (Al-sant) કે પ્રીકી એકાશીયા (prickly acacia)[3][4][5] પણ કહે છે. ઑસ્ટ્રેલિયામાં તેને થ્રોન મિમોસા અથવા પ્રીકલી અકાશિયા; સાઉથ આફ્રિકામાં લેકેરુઈકેપ્યુલ કે સેંટેડ થ્રોન (સુગંધી કાંટો)કહે છે. દક્ષિણ ભારતમાં તેને કરુવેલા મારમ કહે છે.
બાવળ (એકાસિયા નાઈલોટિકા) Acacia nilotica | |
---|---|
![]() | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Genus: | 'Acacia' |
Species: | ''A. nilotica'' |
દ્વિનામી નામ | |
Acacia nilotica (L.) Willd. ex Delile | |
![]() | |
Range of Acacia nilotica | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
|
હાલમાં ઑસ્ટ્રેલિયામાં તેનું આક્રમકતા (તીવ્ર ગતિએ ફેલાવો) ત્યામ્ની સરકારનું ચિંતાનું કારણ બની છે.
૪૦-૯૦ સીર્કાના સમયમાં ગ્રીક વનસ્પતિ શાસ્ત્રીએ મટૅરિઆ મેડિકા નામનું એક પુસ્તક લખ્યું. તેમાં તેણે આ વનસ્પતિને ઔષધિય ગુણો ધરાવતી હોવાનું જણાવ્યું અને તેણે તેને અકાસીયા નામ આપ્યું. આ નામ પરથી તેનું હાલનું શાસ્ત્રીય નામ ઉતરી આવ્યું છે.[6] અકાકીયા એ શબ્દ ગ્રીક શબ્દ અકીસ (ακις) પરથી ઉતરી આવ્યો છે જેને જો અર્થ કાંટો થાય છે.[7] આ વૃક્ષની સૌથી મોટી અહરમાળા નાઈલ નદીના કિનારે મળી આવી હોવાથી તેને નાઈલોટીકા એવું નામ લીનેનીયસએ આપ્યું