Remove ads
From Wikipedia, the free encyclopedia
બળા, કે હંજ કે ક્યારેક ભૂલથી સુરખાબ[૨] તરીકે ઓળખાતું આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે[૨].
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
બળા Temporal range: 25–0Ma PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
| |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
બળાનાં રહેઠાણો |
તેની ગરદન લાંબી હોય છે તથા તેઓ પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. કાદવની મદદથી તેઓ સમૂહમાં માળાઓ બનાવે છે. મોટો બળો કદઃઉંચાઈ ૧૩૫ સેમી. હંજને ઓળખવો સહેલો છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય, ઉડે ત્યારે પાંખોમાંનાં દ્યેરા ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. નાનો બળો કદઃઉંચાઈ ૯૦ થી ૧૦૫ સેમી. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.
મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી જાડી હોય છે. પગ પણ મોટા હંજ કરતા ટૂંકા હોય છે. ચાંચ દ્યેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
બળા ગુજરાતનું રાજ્યપક્ષી છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.