ફાતમા બેગમ
From Wikipedia, the free encyclopedia
ફાતમા બેગમ (૧૮૯૨-૧૯૮૩) એક ભારતીય અભિનેત્રી, દિગ્દર્શિકા અને પટકથા લેખિકા હતા. તેમને પ્રાયઃ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા ફિલ્મ નિર્દેશિકા ગણવામાં આવે છે.[1] ચાર વર્ષના સમય ગાળામાં, તેમણે ઘણી ફિલ્મો લખી, નિર્માણ કરી અને નિર્દેશન કર્યું. તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ ફાતમા ફિલ્મ્સ શરૂ કર્યું, જે પાછળથી વિક્ટોરિયા-ફાતમા ફિલ્મ્સ બની અને ૧૯૨૬માં તેમણે તેમની પ્રથમ ફિલ્મ બુલબુલ-એ-પરિસ્તાનનું નિર્દેશન કર્યું.[2] [3] તેઓ ૧૮૯૨-૧૯૮૩ સુધી જીવ્યા અને તેમને ત્રણ બાળકો હતા.
Quick Facts ફાતમા બેગમ, જન્મની વિગત ...
ફાતમા બેગમ | |
---|---|
![]() | |
જન્મની વિગત | ૧૮૯૨ ભારત |
મૃત્યુ | 1983 (aged 90–91) ભારત |
વ્યવસાય | અભિનેત્રી, દિગ્દર્શક, પટકથા લેખિકા, નિર્માત્રી |
જીવનસાથી | નવાબ સીદી ઇબ્રાહિમ મહોમ્મદ યાકુત ખાન ત્રીજા (કહેવાતા) |
સંતાનો | ૩, ઝુબેદા, સુલતાના અને શહેઝાદી |
સંબંધીઓ | રીયા પિલ્લાઈ (પ્રપૌત્રી) |
બંધ કરો