![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/The_President%252C_Shri_Ram_Nath_Kovind_presenting_the_Tenzing_Norgay_National_Adventure_Award%252C_2017_to_Smt._Premlata_Agrawal_for_Land_Adventure%252C_in_a_glittering_ceremony%252C_at_Rashtrapati_Bhavan%252C_in_New_Delhi_on_August_29%252C_2017.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
પ્રેમલતા અગ્રવાલ
ભારતીય મહિલા પર્વતારોહક / From Wikipedia, the free encyclopedia
પ્રેમલતા અગ્રવાલ (જ. ૧૯૬૩) સપ્તશિખર[upper-alpha 1] સર કરનારા પ્રથમ ભારતીય મહિલા છે.[1][2] પર્વતારોહણના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ માટે તેમને ૨૦૧૩ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને ૨૦૧૭ માં તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.[3] ૨૦ મે, ૨૦૧૧ના રોજ, તે ૪૮ વર્ષની ઉંમરે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (૨૯,૦૨૯ ફૂટ)ને સર કરનારા સૌથી મોટી ઉંમરના ભારતીય મહિલા બન્યા હતા.[4][upper-alpha 2] તેઓ ઝારખંડ રાજ્યના માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ વ્યક્તિ પણ બન્યા હતા.[5][6]
પ્રેમલતા અગ્રવાલ | |
---|---|
![]() રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસ પુરસ્કાર (૨૦૧૭) મેળવી રહેલા શ્રીમતી પ્રેમલતા અગ્રવાલ | |
જન્મની વિગત | પ્રેમલતા ગર્ગ ૧૯૬૩ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | પર્વતારોહક |
પ્રખ્યાત કાર્ય | સાત શિખર આરોહણ પૂર્ણ કરનારા પ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક અને ૪૮ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનારા સૌથી મોટી ઉંમરના ભારતીય મહિલા પર્વતારોહક |
જીવનસાથી | વિમલ અગ્રવાલ |
આ પૂર્વે તેમણે ૨૦૦૪માં નેપાળમાં દ્વીપ શિખર અભિયાનમાં (૨૦,૬૦૦ ફૂટ); ૨૦૦૬માં કારાકોરમ પાસ (૧૮,૩૦૦ ફૂટ) અને માઉન્ટ સોલ્ટોરો કાંગરી (૨૦,૧૫૦ ફૂટ) શિખર અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે ૨૦૦૭માં પ્રથમ ભારતીય મહિલા થાર રણ અભિયાનમાં અને ૨૦૧૫માં ગુજરાતના ભુજથી પંજાબની વાઘા બોર્ડર (ભારત-પાક સરહદ) સુધી ૪૦ દિવસની ઊંટ સફારીમાં ભાગ લીધો હતો; તેમના પરાક્રમોએ તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સૂચિબદ્ધ કર્યા છે.[5][7][8]