પ્રતિભા પાટીલ
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ અને ભારતના 12 મા રાષ્ટ્રપતિ / From Wikipedia, the free encyclopedia
પ્રતિભા દેવીસિંહ પાટિલ (૧૯ ડિસેમ્બર, ૧૯૩૪) પ્રજાસત્તાક ભારતના ૧૨માં અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમણે ૨૫ જુલાઈ, ૨૦૦૭ના રોજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા. અને ૨૫ જુલાઈ, ૨૦૧૨નાં રોજ નિવૃત થયા. તેમના અનુગામી પ્રણવ મુખર્જીએ ૨૫ જુલાઈ, ૨૦૧૨ના આ પદ સંભાળ્યું.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
પ્રતિભા પાટીલ | |
---|---|
ભારતના ૧૨મા રાષ્ટ્રપતિ | |
પદ પર ૨૫ જુલાઈ ૨૦૦૭ – ૨૫ જુલાઈ ૨૦૧૨ | |
પ્રધાન મંત્રી | મનમોહન સિંહ |
ઉપ રાષ્ટ્રપતિ | મહમદ હમિદ અંસારી |
પુરોગામી | અબ્દુલ કલામ |
અનુગામી | પ્રણવ મુખર્જી |
૧૭મા રાજસ્થાનના ગવર્નર | |
પદ પર ૮ નવેમ્બર ૨૦૦૪ – ૨૩ જૂન ૨૦૦૭ | |
મુખ્ય મંત્રી | વસુંધરા રાજે |
પુરોગામી | મદન લાલ ખુરાના |
અનુગામી | અખલાગુર રહેમાન કિડવાઇ |
૯મા રાજ્યસભાના ઉપ ચેરમેન | |
પદ પર ૧૮ નવેમ્બર ૧૯૮૬ – ૫ નવેમ્બર ૧૯૮૮ | |
પુરોગામી | એમ.એમ. જેકોબ |
અનુગામી | નઝમા હેપતુલ્લા |
અંગત વિગતો | |
જન્મ | પ્રતિભા દેવીસિંહ પાટિલ (1934-12-19) 19 December 1934 (ઉંમર 89) નદગાંવ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | દેવીસિંહ રણસિંહ શેખાવત (લ. 1965) |
માતૃ શિક્ષણસંસ્થા | સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (બી.એ., એમ.એ.) યુનિવર્સિટી ઓફ બોમ્બે (એલ.એલ.બી.) |
વેબસાઈટ | www |
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના સભ્ય, શ્રીમતિ પ્રતિભા પાટિલની નિયુક્તિ સત્તા પર રહેલી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્ઝ અને ભારતીય ડાબેરીઓ દ્વારા કરવામાં આવી હતી. ૧૯ જુલાઇ, ૨૦૦૭ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી તેઓ નજીકના પ્રતિસ્પર્ધી ભૈરોં સિંઘ શેખાવતને હરાવીને જીતી ગયા હતા.[1][2][3] પાટિલ મહારાષ્ટ્ર વિધાન સભાના (૧૯૬૨-૧૯૮૫) સભ્ય તરીકે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એદલાબાદ મતદારક્ષેત્રનું પ્રતિનિધીત્વ કરતા હતા, અને તેઓ રાજ્ય સભાના નાયબ અધ્યક્ષા (૧૯૮૬-૧૯૮૮), અમરાવતીથી લોક સભાના સંસદ સભ્ય (૧૯૯૧-૧૯૯૬), અને ૧૭મા તેમજ રાજસ્થાનના પ્રથમ મહિલા ગવર્નર હતા (૨૦૦૪-૨૦૦૭).