પોલેંડબોલ, તેમજ કંટ્રીબોલ (અક્ષરશઃ દેશ દડો) તરીકે પ્રચલીત, એ વપરાશકર્તા દ્વારા બનાવેલ ઈંટરનેટ મેમે છે જેનો ઉદભવ જર્મન ઈમેજબોર્ડ ક્રાઉટચેન.નેટ (Krautchan.net) ના /int/ (અક્ષરશઃ /આંતરરાષ્ટ્રીય/) બોર્ડ પર વર્ષ ૨૦૦૯ના બીજા ભાગમાં થયો હતો. આ મેમે અનેક ઓનલાઈન ચિત્રવાર્તા/કોમિક્સમાં પ્રગટ થયું છે, જેમાં દેશોને ગોળાકાર સ્વરુપે દર્શાવામાં આવે છે જે અવારનવાર તૂટેલા અંગ્રેજીમાં રુઢીચુસ્ત રાષ્ટ્રિય પ્રથાઓ અને આંતરરાષ્ટ્રિય સંબંધોની હાંસી ઉડાવતા હોય છે. આ કોમિક્સ શૈલીનો પોલેંડબોલ અને કંટ્રીબોલ એમ બંને તરીકે ઉલ્લેખ (જેતે કોમિક/ચિત્રવાર્તામાં પોલેંડનો ઉલ્લેખ ન હોય તો પણ) કરી શકાય છે.

Thumb
વપરાશકર્તા દ્વારા બનાવેલ પોલેંડબોલ

પૃષ્ઠભૂમિ

પોલેંડબોલના મૂળ ઓગષ્ટ ૨૦૦૯માં drawball.com ખાતે પોલેંડ અને સમગ્ર વિશ્વના ઈન્ટરનેટ વપરાશકર્તાઓ વચ્ચે થયેલ સાઈબરયુદ્ધમાં રહેલ છે. તે વેબસાઇટ આભાસી કેનવાસ પૂરું પાડે છે જેના પર ઈન્ટરનેટ વપરાશકર્તાઓ તેમને ગમે તે ચિત્રકામ કરી શકે છે, અન્યોનાં ચિત્રો પર પણ દોરી શકે છે. પોલેંડમાં ઈન્ટરનેટ પર એક વિચાર ઉદ્ભવ્યો કે દડા પર પોલેંડનો ઝંડો ચિતરવો, તેના પરિણામે હજારો પોલીશ ઈન્ટરનેટ વપરાશકર્તાઓએ વેબસાઇટનો કબ્જો લાલ પર સફેદ ચિત્રકામ અને ચિત્રના કેન્દ્રમાં પોલેંડ એવા લખાણ વડે લઈ લીધો. ત્યારબાદ 4chanના સમન્વયની મદદથી તેને વિશાળ નાઝી સ્વસ્તિક વડે ઢાંકી દેવાયું.[1][2]

ક્રાઉટશાન.નેટ એ એક જર્મન ભાષાનું ઇમેજબોર્ડ છે અવારનવાર અંગ્રેજી જાણતા નેટ વપરાશકર્તાઓ દ્વારા વાપરવામાં આવે છે. પોલેંડબોલના મજાકની શરૂઆત માટે એક ફાલ્કો નામના અંગ્રેજને શ્રેય આપવામાં આવે છે. તેણે સપ્ટેમ્બર ૨૦૦૯માં માઈક્રોસોફ્ટ પેઈન્ટની મદદથી વોયાક નામક એક પોલ સાથે રાજકીય મજાક માટે ચિત્ર દોર્યું, તે પોલ સમાન બોર્ડ પર કાર્ય કરે છે અને ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં યોગદાન આપે છે. ત્યારબાદ રશિયન લોકો દ્વારા પોલેંડબોલ ચિત્રો ઉત્સાહભેર વપરાવા લાગ્યા.[1][3][4]

અન્ય કંટ્રીબોલ

Thumb
પોલેંડબોલ સ્ટાઈલમાં એક સભ્ય દ્વારા બનાવાયેલ બ્રિટનનો બોલ

અન્ય દેશોને પણ પોલેંડબોલ તરીકે દર્શાવી શકાય છે પણ તેઓ પણ સામાન્ય રીતે પોલેંડબોલ તરીકે જ ઓળખાય છે[1] જોકે તેમને કંટ્રીબોલ તરીકે પણ ઓળખવમાં આવે છે.[4] લર્કમોર.કોમ અનુસાર બાવેરીયાનો પોતાનો પોલેંડબોલ છે, અને અન્ય બોલ અમેરિકાના રાજ્યો, કેટાલોનિયા અને સાઈબેરીયા માટે પણ બનાવાયા છે. સિંગાપુરએ ત્રિકોણ આકાર લીધો છે અને તે ટ્રિંગાપોર નામે ઓળખાય છે. ઈઝરાયલએ યહુદી ભુમિતિ અનુસાર ષટકોણનો આકાર ધારણ કર્યો છે; કઝાકિસ્તાનએ ઈંટનો આકાર લીધો છે; યુનાઇટેડ કિંગડમના બોલને માથે હેટ અને એક આંખ પર ચશ્મા પહેરેલ બતાવાયો છે.[5]

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.