પોલેંડ
From Wikipedia, the free encyclopedia
પોલેંડ આધિકારિક રૂપે પોલેંડ ગણરાજ્ય એક મધ્ય યુરોપિય રાષ્ટ્ર છે. પોલેંડની પશ્ચિમમાં જર્મની, દક્ષિણમાં ચેક ગણરાજ્ય અને સ્લોવાકિયા, પૂર્વમાં યુક્રેન, બેલારૂસ અને લિથુઆનિયા તથા ઉત્તરમાં બાલ્ટિક સાગર અને કાલિનિનગ્રાદ ઓબલાસ્ટ જે કે એક રૂસી એક્સક્લેવ છે દ્વારા ઘેરાયેલ છે. પોલેંડનું કુલ ક્ષેત્રફળ ૩૧૨,૬૭૯ વર્ગ કિ.મિ. (૧૨૦,૭૨૮ વર્ગ માઈલ) છે જેનાથીની આ દુનિયાનો ૬૯મો અને યુરોપનો ૯મો વિશાળતમ રાષ્ટ્ર બની જાય છે. ૩૮.૫ મિલિયનની જનસંખ્યા સાથે આ દુનિયા નો ૩૩મો સૌથી વધુ જનસંખ્યા વાળો દેશ બની જાય છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
પોલેંડનું ગણતંત્ર Rzeczpospolita Polska | |
---|---|
સૂત્ર: કાંઈ નહીં૧ | |
રાષ્ટ્રગીત: Mazurek Dąbrowskiego (Dąbrowski's Mazurka) | |
રાજધાની and largest city | વૉર્સો |
અધિકૃત ભાષાઓ | પોલીશ૨ |
લોકોની ઓળખ | પોલ/પોલીશ |
સરકાર | સંસદીય ગણતંત્ર |
• રાષ્ટ્રપતિ | Andrzej Duda |
રચના | |
વિસ્તાર | |
• કુલ | [convert: invalid number] (૬૯મો૩) |
• જળ (%) | ૩.૦૭ |
વસ્તી | |
• ૨૦૦૯ અંદાજીત | ૩૮,૧૩૦,૩૦૨[1] (૩૪મો) |
• ડિસેંબર ૨૦૦૭ વસ્તી ગણતરી | ૩૮,૧૧૬,૦૦૦[2] (૩૪મો) |
• ગીચતા | [convert: invalid number] (૮૩મો) |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૬૬૮.૫૫૧ billion[3] (૨૧st) |
• Per capita | $૧૭,૫૩૬[3] (૫૦મો) |
GDP (nominal) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૫૨૭.૮૬૬ billion[3] (૧૮મો) |
• Per capita | $૧૩,૮૪૬[3] (૫૦મો) |
જીની (૨૦૦૨) | ૩૪.૫ ક્ષતિ: અયોગ્ય જીની કિંમત |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૮૮૦[4] ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૪૧મો |
ચલણ | ઝ્લોટી (PLN) |
સમય વિસ્તાર | UTC+૧ (CET) |
• ઉનાળુ (DST) | UTC+૨ (CEST) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | ૪૮ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .pl |
૧ See, however, Unofficial mottos of Poland. ૨ Although not official languages, Belarusian, Kashubian, Lithuanian and German are used in ૨૦ communal offices. ૩ The area of Poland according to the administrative division, as given by the Central Statistical Office, is [convert: invalid number] of which [convert: invalid number] is land area and [convert: invalid number] is internal water surface area.[2] ૪ The adoption of Christianity in Poland is seen by many Poles, regardless of their religious affiliation or lack thereof, as one of the most significant national historical events; the new religion was used to unify the tribes in the region. |
એક રાષ્ટ્રના રૂપે પોલેંડની સ્થાપનાને આના શાસક મિસ્જકો ૧ દ્વારા ૯૬૬ ઇસવી માં ખ્રિસ્તી ધર્મ ને રાષ્ટ્રધર્મ બનાવવા સાથે જોડી જોવાય છે તત્કાલીન સમયમાં પોલેંડનો આકાર વર્તમાન પોલેંડ જેટલો હતો. ૧૦૨૫માં પોલેંડ રાજાઓ ની અધીન આવ્યો અને ૧૫૬૯માં પોલેંડએ લિથુઆનિયાના ગ્રૈંડ ડચિ સાથે મળી પોલિશ-લિથુઆનિયન કામનવેલ્થની સ્થાપના કરતા એક લાંબા સંબંધનો પાયો નાખ્યો. આ કામનવેલ્થ ૧૭૯૫માં તોડી દેવાયો અને પોલેંડને આસ્ટ્રિયા, રશિયા અને પ્રુસિયા વચ્ચે વહેંચી દેવાયો. પોલેંડએ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ૧૯૧૮માં પોતાની સ્વાધીનતા પુનઃ હાસિલ કરી પણ દ્વિતીય વિશ્વયુદ્ધ ના સમયે ફરી થી પરાધીન થઈ નાઝી જર્મની અને સોવિયત સંઘ ને અધીન ચાલ્યો ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલેંડએ પોતાના ૬૦ લાખ નાગરિકો ખોઈ દીધા. ઘણાં વર્ષ પછી પોલેંડ રશિયાની વગમાં એક સામ્યવાદી ગણરાજ્યના રૂપે ઈસ્ટર્ન બ્લોકમાં ઉભરાયો. ૧૯૮૯માં સામ્યવાદી શાસન નું પતન થયું અને પોલેંડ એક નવા રાષ્ટ્રના રૂપમાં ઉભરાયું જેને સાંવિધાનિક રૂપે "તૃતીય પોલિશ ગણતંત્ર" કહે છે. પોલેંડ એક સ્વયંશાસિત સ્વતંત્ર રાષ્ટ્ર છે જે કે સોળ અલગ અલગ વોઇવોદેશિપ કે રાજ્યો (પોલિશ : વોજેવદ્જ઼્ત્વો) ને મેળવી ગઠિત થયો છે. પોલેંડ યુરોપીય સંઘ, નાટો તથા ઓ.ઈ.સિ.ડીનો સદસ્ય રાષ્ટ્ર છે.