પોલિએસ્ટર
From Wikipedia, the free encyclopedia
પોલિએસ્ટર એ પોલિમરનો એવો વર્ગ છે જે તેની મુખ્ય શ્રૃંખલામાં ક્રિયાશીલ સમૂહ તરીકે એસ્ટર ધરાવે છે. ઘણા પોલિએસ્ટરો છે તેમ છતાં ચોક્કસ "પોલિએસ્ટર" શબ્દ મોટે ભાગે પોલિઇથિલિન ટેરેપ્થાલેટ (પીઇટી)(PET) માટે વપરાય છે. પોલિએસ્ટરમાં છોડની ત્વચામાં ક્યુટિન જેવા કુદરતી રીતે બનતા રસાયણો તેમજ પોલિકાર્બોનેટ અને પોલિબ્યુટાયરેટ જેવા તબક્કાવાર રીતે વૃ્દ્ધિવાળા પોલિમરાઇઝેશન દ્વારા બનતા સંશ્લેષિત પદાર્થોનો સમાવેશ થાય છે. કુદરતી પોલિએસ્ટરો અને કેટલાક સંશ્લેષિત પોલિએસ્ટરો જૈવિક રીતે વિઘટન પામી શકે છે પરંતુ મોટા ભાગના સંશ્લેષિત પોલિએસ્ટર જૈવિક રીતે વિઘટન પામતા નથી.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. (March 2008) |
તેના રાસાયણિક માળખાને આધારે પોલિએસ્ટર થર્મોપ્લાસ્ટિક અથવા થર્મોસેટ હોઇ શકે છે જો કે મોટા ભાગના સામાન્ય પોલિએસ્ટરો થર્મોપ્લાસ્ટિક્સ હોય છે.[1]
પોલિએસ્ટરના દોરા અથવા યાર્નમાંથી વણાયેલા કાપડનો કપડા અને ઘર સજાવટની વસ્તુઓ, શર્ટથી લઇને પેન્ટ અને જેકેટથી લઇને ટોપી, ચાદર, ધાબળા અને રાચરચિલા સુધીમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. ઔદ્યોગિક પોલિએસ્ટર રેસા, યાર્ન અને દોરડાનો ટાયર રિઇન્ફોર્સમેન્ટ, કન્વેયર પટ્ટા, સલામતી પટ્ટા અને કોટેડ ફેબ્રિક્સ માટેના કાપડમાં અને ભારે ઊર્જા શોષક ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિક રિઇન્ફોર્સમેન્ટમાં ઉપયોગ થાય છે. પોલિએસ્ટરના રેસાનો તકીયા, ગાદલા અને ખોળીયાના પેડિંગમાં પોચા અને રોધક પદાર્થ તરીકે ઉપયોગ થાય છે.
સંશ્લેષિત કપડું (કપાસ અને ઊન જેવા) કુદરતી સેવામાંથી વણેલા કપડાની તુલનાએ ઓછો કુદરતી અનુભવ કરાવે છે ત્યારે પોલિએસ્ટર કપડું કુદરતી કપડાની તુલનાએ ઓછી કરચલીઓ, ટકાઉપણુ અને ઊંચી રંગ જાળવણી જેવા વધુ નિશ્ચિત લાભ આપે છે. પરિણામે મિશ્રિત ગુણધર્મોવાળું કાપડ તૈયાર કરવા માટે ઘણીવાર પોલિએસ્ટર રેસાને કુદરતી રેસાની સાથે વણવામાં આવે છે. સંશ્લેષિત રેસાઓ પાણી, પવન અને પર્યાવરણી સામે છોડમાંથી મેળવેલા રેસાઓની તુલનાએ વધુ અવરોધ આપે છે.
પોલિએસ્ટરોનો "પ્લાસ્ટિક"ની બાટલીઓ, ફિલ્મ, ટરપૌલિન, કેનોઝ લિક્વિડ ક્રિસ્ટલ ડિસપ્લે, હોલોગ્રામ, ગાળક, કેપેસિટર માટે ડાઇઇલેક્ટ્રિક ફિલ્મ, વાયર અને ઇન્સ્યુલેટિંગ ટેપ માટે ફિલ્મ ઇન્શ્યુલેશન બનાવવા માટે પણ ઉપયોગ થાય છે.
પ્રવાહી સ્ફટિકીય પોલિએસ્ટરો ઔદ્યોગિક રીતે વપરાતા પ્રથમ પ્રવાહી સ્ફટિકીય પોલિમર છે. તેમના મિકેનિકલ ગુણધર્મ અને ઊષ્મા સામે અવરોધની ક્ષમતાને કારણે તેમનો ઉપયોગ થાય છે. તેમના આ ગુણધર્મને કારણે તેઓ જેટ એન્જિનમાં એબ્રેડેબલ સીલ તરીકે ઉપયોગમાં પણ મહત્ત્વના છે.
પોલિએસ્ટરોનો ગિટાર, પિયાનો જેવી ઉચ્ચ ગુણવત્તાવાળા લાકડામાંથી બનેલી વસ્તુઓ અને વાહનો/યોટ આંતરિકસજ્જા જેવી વસ્તુઓ પર ચળકાટ લાવવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. બર્ન્સ ગિટાર્સ, રોલ્સ રોય્સ અને સનસીકર એવી કંપનીઓ પૈકીની કેટલીક કંપનીઓ છે જે તેમના ઉત્પાદનોને ચળકાટ આપવા માટે પોલિએસ્ટરોનો ઉપયોગ કરે છે. સ્પ્રે કરીને ઉપયોગમાં લઇ શકાય તેવા પોલિએસ્ટરોનો થાઇક્સોટ્રોપિક ગુણધર્મ તેમને ખુલ્લા દાણાદાર લાકડા પર ઉપયોગ માટે શ્રેષ્ઠ બનાવે છે. કારણકે તેઓ જાડા આવરણ મારફતે લાકડાના દાણાઓને ભરી દે છે. ક્યોર્ડ પોલિએસ્ટરોને કાચ પેપર ઘસીને ઊંચી ચમક અને ટકાઉપણા ધરાવતા ચળકાટવાળી સપાટીમાં પોલીશ કરી શકાય છે.