પેલે
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:Infobox football biography 2
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
એડિસન "એડસન" એરાન્ટીસ દો નાસ્કીમેન્ટો [1][2] કેબીઇ (KBE) (21 અથવા 23 ઓક્ટોબર 1940ના રોજ જન્મ[1]), અને તેમના હુલામણા નામ પેલે થી જાણીતાં (સામાન્ય રીતેEnglish pronunciation: /ˈpɛleɪ/, બ્રાઝિલીયન ઢાંચો:IPA-pt) એ બ્રાઝિલના નિવૃત્ત ફૂટબોલર છે. ફૂટબોલ નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓ તેમને ફૂટબોલ ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માને છે.[3][4][5][6][7][8][9][10][11][12] 1999માં આઇએફએફએચએસ (IFFHS) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફૂટબોલ હિસ્ટરી એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા તેમને ફૂટબોલ પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. એ જ વર્ષે ફ્રેન્ચ અઠવાડિક સામયિક ફ્રાન્સ-ફૂટબોલે તેમના પૂર્વ "બલૂન દી'ઓર" વિજેતાઓને ફૂટબોલ પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી ચૂંટી કાઢવા માટે સંપર્ક કર્યો. જેમાં પેલે પ્રથમ સ્થાન પર આવ્યાં.[13] તેમની કારકિર્દી દરમિયાન તેમણે 760 સત્તાવાર ગોલ, તેમજ લીગ ચેમ્પિયનશીપ્સમાં 541 ગોલ કર્યા. જેના પગલે તેઓ ઇતિહાસના ટોચના ગોલ કરનારા ખેલાડી બની ગયા. પેલએ 1363 મેચમાં કુલ 1281 ગોલ કર્યા છે.[14]
તેમના વતન બ્રાઝિલમાં, પેલેને રાષ્ટ્રીય નાયક તરીકે માન આપવામાં આવે છે. તેઓ ફૂટબોલની રમતમાં તેમના કૌશલ્ય અને પ્રદાન માટે જાણીતાં છે.[15] ગરીબોની સામાજિક સ્થિતિ સુધરે તે માટે તેમણે ઉઠાવેલા અવાજ માટે પણ તે જાણીતા છે (જ્યારે તેમણે 1,000મો ગોલ કર્યો હતો ત્યારે તે બ્રાઝિલના ગરીબ બાળકોને સમર્પિત કર્યો હતો).[16] તેમની કારકિર્દી દરમિયાન, તેઓ "ફૂટબોલના રાજા" (ઓ રેઇ દો ફૂટબોલ ), "રાજા પેલે" (ઓ રેઇ પેલે ) અથવા માત્ર "રાજા" (ઓ રેઇ ) તરીકે ઓળખાતા હતાં.[17]
ફૂટબોલ સ્ટાર વાલ્દેમાર દે બ્રિટોની ખોજ,[18] એવા પેલેએ સાન્તોસ માટે 15ની ઉંમરે જ રમાવાનું શરૂ કર્યું, અને 16 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય ટીમમાં જોડાયાં, 17 વર્ષની વયે તો તેઓ તેમનો પ્રથમ વિશ્વ કપ જીતી ચૂક્યાં હતાં. યુરોપીયન ક્લબોની સંખ્યાબંધ ઓફરો છતાં આર્થિક પરિસ્થિતિઓ અને બ્રાઝિલીયન ફૂટબોલ નિયંત્રણોને કારણે તે સમયે સાન્તોસ પેલેને 1974 સુધી લગભગ બે દાયકા માટે રાખી શકી હતી, જેનાથી ટીમને મોટો ફાયદો થયો હતો. પેલેને સાથે રાખીને સાન્તોસ ટીમ ટોચ પર પહોંચી ગઇ હતી, જેમાં ટીમે 1962 અને 1963માં દક્ષિણ અમેરિકન ફૂટબોલની સૌથી પ્રતિષ્ઠિત ક્લબ સ્પર્ધા કોપા લિબર્ટાડોરસ જીતી હતી.[19] પેલે ઇનસાઇડ સેકન્ડ ફોર્વર્ડ તરીકે રમ્યા હતા, જેને પ્લેમેકર તરીકે પણ ઓળખાય છે. પેલેના કૌશલ્ય અને કુદરતી શક્તિઓના વખાણ વિશ્વભરમાં થતાં હતાં અને તે જેટલો સમય ફૂટબોલ રમ્યા તે દરમિયાન તેઓ ઉત્તમ ડ્રિબલીંગ (ફૂટબોલને લાત મારી-મારીને આગળ લઇ જવો) અને પાસિંગ, તેમની ઝડપ, તાકાતવાન શોટ, અસમાન્ય હેડિંગ લાયકાત અને સંખ્યાબંધ ગોલસ્કોરિંગ માટે ખૂબ જ જાણીતા બન્યા હતા.
તેઓ બ્રાઝિલ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોઇ પણ સમયના સર્વોચ્ચ સ્કોરર રહ્યા છે અને માત્ર એક જ એવા ફૂટબોલ ખેલાડી છે જે ત્રણ વિશ્વ-કપ જીતનારી ટીમના સભ્ય રહી ચૂક્યા હોય. 1962માં વિશ્વ કપની શરૂઆતમાં તેઓ બ્રાઝિલીયન ટુકડીના સભ્ય હતા, પરંતુ બીજી જ મેચમાં ઇજા થતાં તેઓ સ્પર્ધાની બાકીની મેચો રમી શક્યા ન હતા. નવેમ્બર 2007માં ફિફા (FIFA)એ જાહેર કર્યું કે ભૂતકાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને 1962નું મેડલ પણ એનાયત કરવામાં આવશે, જેનાથી તેઓ ત્રણ વિશ્વ કપ વિજેતા ટીમના મેડલ ધરાવતા વિશ્વના એક માત્ર ખેલાડી બની ગયા.
1977માં તેમની નિવૃત્તિ પછી પેલે ફૂટબોલના વિશ્વ દૂત બની ગયા છે અને તેમણે ઘણી કાર્યકારી ભૂમિકાઓ તેમજ વેપારી સાહસો પણ હાથ ધર્યાં છે. હાલમાં તેઓ ન્યૂયોર્ક કોસ્મોસના માનદ્ પ્રમુખ છે.[20]