![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/da/Purna_River_view_from_Campsite.jpg/640px-Purna_River_view_from_Campsite.jpg&w=640&q=50)
પૂર્ણા વન્યજીવ અભયારણ્ય
From Wikipedia, the free encyclopedia
પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લા તેમ જ તાપી જિલ્લામાં થી પસાર થતી પૂર્ણા નદી તેમ જ તેની ઉપનદી ગિરા નદીની આસપાસના વિસ્તારમાં ફેલાયેલ સંરક્ષિત જંગલ છે.
Quick Facts પૂર્ણા વન્યજીવ અભયારણ્ય, સ્થળ ...
પૂર્ણા વન્યજીવ અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
![]() મહાલ ગામ ખાતે વન-શિબિરના સ્થળ પાસે વહેતી પૂર્ણા નદી | |
સ્થળ | ડાંગ જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | આહવા |
અક્ષાંશ-રેખાંશ | 20.91°N 73.7°E / 20.91; 73.7 |
વિસ્તાર | 160.84 km2 (62.10 sq mi) |
સ્થાપના | જુલાઇ ૧૯૯૦ |
નિયામક સંસ્થા | ગુજરાત રાજ્ય વનવિભાગ |
બંધ કરો
પૂર્ણા નદીના ખીણ વિસ્તારમાં ફેલાયેલું ગાઢું તેમ જ વરસાદી જંગલ છે, જે જંગલી સજીવો કરતાં વૃક્ષ વૈવિધ્ય માટે વધારે પ્રચલિત છે. વાંસ, સાગ, સિસમ સહિતના કદાવર અને તોતિંગ વૃક્ષો અહીંના જંગલમાં થાય છે. આ ઉપરાંત દીપડા પણ અહીં વસવાટ કરે છે. આ જંગલોમાં વરસે ૨૫૦૦ મિલિમીટર કરતાં વધુ વરસાદ પડે છે, જેથી અહીં ગુજરાત રાજ્યનાં સૌથી ગાઢ જંગલો છે.