પૂજા (સંસ્કૃત: पूजा) એ હિંદુઓ દ્વારા દેવી દેવતાઓનાં સન્માનમાં કરાતી એક પ્રકારની પ્રાર્થનાવિધિ છે.[1][2] બૌદ્ધ, જૈન ધર્મ અને શીખ ધર્મમાં પણ પૂજાનું ઘણું મહત્વ છે.

Thumb
ગણેશપૂજા

પૂજાના તબક્કાઓ

Thumb
પૂજા માટે ધરાવાયેલો ભોગ

ઘર કે મંદિરમાં કરાતી પૂજામાં ધર્મ, સંપ્રદાય કે સ્થળ-કાળ પ્રમાણે ઘણી જ વિવિધતાઓ હોય છે. અહીં નીચે બહુમાન્ય એવી ષોડશોપચાર પૂજા તરીકે ઓળખાતી પૂજાનાં તબક્કાઓનું વર્ણન કર્યું છે.

પૂજનના સોળ ઉપચાર આ પ્રમાણે છેઃ આવાહન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ નૈવેધ, નમસ્કાર, પ્રદક્ષિણા અને વિસર્જન.

વળી કોઈ આ પ્રમાણે પણ સોળ ઉપચાર ગણાવે છેઃ આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમનીયક, મધુપર્ક, સ્નાન, વસન, આભરણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ, વંદન અને પ્રદક્ષિણા[3]

તાંત્રિક લોકો ૧૮, ૩૬ અને ૬૪ ઉપચારોથી પણ પૂજા કરે છે.

પૂજાના વળી સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ ભેદ છે.

  • સાત્ત્વિક = નિષ્કામ ભાવે આડંબર વિના અને શુદ્ધ ભક્તિથી કરવામાં આવતી પૂજા.
  • રાજસિક = સકામ ભાવે આડંબર સહિત કરવામાં આવતી પૂજા.
  • તામસિક = વિધિ, ઉપચાર તથા ભક્તિ વિના માત્ર લોકોને દેખાડવા માટે કરવામાં આવતી પૂજા.

વળી નિત્ય, નૈમિત્તિક અને કામ્ય એવા પણ પૂજાના ત્રણ પ્રકાર છે.

  • નિત્ય = શિવ, ગણેશ, રામ, કૃષ્ણ વગેરેની રોજ કરવામાં આવતી પૂજા.
  • નૈમિત્તિક = પુત્રજન્મ વગેરે ખાસ પ્રસંગે ખાસ કારણથી કરવામાં આવતી પૂજા
  • કામ્ય = કોઈ ઇચ્છાની સિદ્ધિ માટે કરવામાં આવતી પૂજા.[4]

સંદર્ભો

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.