![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c2/01_khafre_north.jpg/640px-01_khafre_north.jpg&w=640&q=50)
પિરામિડ
From Wikipedia, the free encyclopedia
પિરામિડ એક એવા ભૌમિતિક આકારનું નામ છે જેની એવી ઈમારત છે જેની બહારની સપાટી ત્રિકોણાકાર હોય છે અને તેની ટોચ એક સામામ્ય બિંદુ પર મળે છે, આવા ભૌમિતિક આકારના સ્થાપત્યોને પણ પિરામિડ તરિકે ઓળખવામાં આવે છે. પિરામિડનો આધાર મોટે ભાગે ત્રિકોણાકાર અથવા ચતુર્ભુજાકારે હોય છે (પણ તે બહુભુજાકાર પણ હોઇ શકે છે). આમ પિરામિડને સામાન્ય રીતે ચાર કે પાંચ ફલક હોય છે પિરામિડની રચના એવી હોય છે કે જેમાં મોટાભાગનું વજન જમીન થી નજીક રહે છે, [1]જેથી ઊંચાઈ વધતાં ઓછું અને ઓછું વજન નીચે તરફ દબાણ કરે છે આને લીધે પ્રાચીન કાળની સભ્યતાના લોકોને સ્થિર મજબૂત ઇમારત રચવાનુ સરળ બન્યું.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c2/01_khafre_north.jpg/640px-01_khafre_north.jpg)
હજારો વર્ષો સુધી પૃથ્વી પર સૌથી મોટા ચણતર તરીકેનું માન પિરામિડને મળ્યું છે. પ્રથમ નેક્રોપોલીસનો લાલ પિરામિડ અને પછી ખુફુનો પિરામિડ. પ્રાચીન અજાયબીઓમાંની માત્ર આ એકજ અજાયબી અત્યારે અસ્તિત્વ ધરાવે છે. કદની દ્રષ્ટીએ વિશ્વનું સૌથી મોટું પિરામિડ મેક્સિકોના પ્યુબ્લા રાજ્યમાં આવેલ ચોલુલા પિરામિડ છે. આ પિરામિડનું ખોદકામ હજીપણ ચાલુ છે.