પાલીતાણા બ્રિટિશ શાસન વખતનું ભારતનું રજવાડું હતું, જે ૧૯૪૮ સુધી અસ્તિત્વમાં હતું. તેનું પાટનગર પાલીતાણા હતું. તેના છેલ્લા શાસકને ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભળી જવા માટે ૧,૮૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું મળ્યું હતું.

Quick Facts પાલિતાણા રજવાડું, વિસ્તાર ...
પાલિતાણા રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૧૯૪–૧૯૪૮
Thumb
Coat of arms
Thumb
સૌરાષ્ટ્રમાં પાલિતાણાનું સ્થાન
વિસ્તાર 
 ૧૯૨૧
777 km2 (300 sq mi)
વસ્તી 
 ૧૯૨૧
58000
ઇતિહાસ 
 સ્થાપના
૧૧૯૪
 ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
 આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Palitana". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 20 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)
બંધ કરો
Thumb
પાલિતાણાના મંદિરો, ઇ.સ. ૧૮૬૦

ઇતિહાસ

પાલિતાણાની સ્થાપના ૧૧૯૪માં રજવાડા તરીકે થઇ હતી અને તે સૌરાષ્ટ્રનું એક મુખ્ય રજવાડું હતું. પાલીતાણાનો વિસ્તાર ૭૭૭ ચો. કિમી હતો અને ૧૯૨૧ પ્રમાણે ૯૧ ગામોમાં વસ્તી ૫૮,૦૦૦ હતી, જેના વડે ૭,૪૪,૪૧૬ રૂપિયાનું મહેસૂલ ઉઘરાવાતું હતું. ૧૯૪૦માં તેની વસ્તી ૭૬, ૪૩૨ હતી.[1]

પાલિતાણાના શાસકને ૯ તોપોની સલામી મળતી હતી.[2]

શાસકો

પાલિતાણાના શાસકો હતા ગોહિલ રાજપૂતો હતા અને ઠાકુર સાહેબનો ઇકલાબ ધરાવતા હતા.[3]

  • ૧૬૯૭ - ૧૭૩૪ પૃથ્વીરાજજી કાંધાજી
  • ૧૭૩૪ - .... નોંઘાનજી તૃત્રીય
  • .... - ૧૭૬૬ સરતાનજી દ્વિતિય
  • ૧૭૬૬ - ૧૭૭૦ આલુભાઇ
  • ૧૭૭૦ - ૧૮૨૦ ઉંડાજી
  • ૧૮૨૦ - ૧૮૪૦ કાંધાજી ચતુર્થ
  • ૧૮૪૦ - ૧૮૬૦ નોંઘાનજી ચતુર્થ
  • ૧૮૬૦ - પ્રતાપસિંહજી (અ. ૧૮૬૦)
  • ૧ જૂન, ૧૮૬૦ - નવેમ્બર ૧૮૮૫ સુરસિંહજી (જ. ૧૮૪૪ - અ. ૧૮૮૫)
  • ૨૪ નવે ૧૮૮૫ – ૨૯ ઑગસ્ટ ૧૯૦૫ માનસિંહજી સુરસિંહજી (જ. ૧૮૬૩ - અ. ૧૯૦૫) (૧ જાન્યુ ૧૮૯૬, સર માનસિંહજી સુરસિંહજી)
  • ૨૯ સપ્ટે ૧૯૦૫ – ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ બહાદુરસિંહજી માનસિંહજી (જ. ૧૯૦૦ - અ. ૧૯૬૪) (૧ જાન્યુ ૧૯૩૦ થી સર બહાદુરસિંહજી માનસિંહજી; મહારાજા ૧૯૪૪થી)

સંદર્ભ

પૂરક વાચન

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.