![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/ff/Devprayag_Bhagirathi_Alaknanda_01.jpg/640px-Devprayag_Bhagirathi_Alaknanda_01.jpg&w=640&q=50)
પંચ પ્રયાગ
ભારતની પાંચ પવિત્ર નદીઓ નો સંગમ / From Wikipedia, the free encyclopedia
અલકનંદા નદીની પાંચ ઉપનદીઓ એટલે કે સહાયક નદીઓ આવેલી છે, જે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ અલગ અલગ સ્થળો પર અલકનંદા નદી સાથે મળી જાય છે, જે પંચ પ્રયાગના નામથી ઓળખાય છે:[1]. આ પંચ પ્રયાગ નીચે પ્રમાણે છે.
- વિષ્ણુ પ્રયાગ જ્યાં આગળ શ્વેત ગંગા અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
- નંદ પ્રયાગ જ્યાં આગળ નંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
- કર્ણ પ્રયાગ જ્યાં આગળ પિંડારી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
- રૂદ્ર પ્રયાગ જ્યાં આગળ મંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
- દેવ પ્રયાગ જ્યાં આગળ ભાગીરથી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે તેમ જ અહીંથી આગળ આ નદી ગંગા નદી તરીકે ઓળખાય છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/ff/Devprayag_Bhagirathi_Alaknanda_01.jpg/640px-Devprayag_Bhagirathi_Alaknanda_01.jpg)