![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/30/Flag_of_Nauru.svg/langgu-640px-Flag_of_Nauru.svg.png&w=640&q=50)
નૌરુ
From Wikipedia, the free encyclopedia
નૌરુ, પ્રશાંત મહાસાગર માં આવેલો એક ટાપુ દેશ છે, જે વિશ્વના સૌથી નાના દેશો પૈકીનો એક ગણાય છે. પહેલા આ દેશ પ્લિઝન્ટ ટાપુ ના નામે ઓલખાતો હતો. યેરેન અહીંનું પાટનગર છે. આ દેશમાં ઓસ્ટ્રેલિયન ડૉલરનું ચલણ છે. આ દેશ ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૮ના રોજ સ્વતંત્ર થયો હતો. નૌરુ પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગમાં આવેલા ટાપુઓ વડે બનેલો છે, તે માત્ર ૨૧ ચોરસ કિલોમીટર (૮.૧ ચોરસ માઈલ) જેટલો વિસ્તાર ધરાવે છે. અહીંની વસ્તી અગીયાર હજાર જેટલી છે, વેટિકન સીટી પછી સૌથી ઓછી વસ્તી ધરાવતો આ બીજા નંબરનો દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ આ વિશ્વનો ત્રીજો સૌથી નાનો દેશ છે.
Quick Facts નૌરુ ગણતંત્ર Repubrikin Naoeroનૌરુ, રાજધાની ...
નૌરુ ગણતંત્ર Repubrikin Naoero નૌરુ | |
---|---|
સૂત્ર: "God's will first" "ભગવાનની ઈચ્છાઓ પ્રથમ" | |
રાષ્ટ્રગીત: Nauru Bwiema "નૌરુ, અમારી માતૃભુમી | |
![]() | |
રાજધાની | યૅરેન 0°32′S 166°55′E |
સૌથી મોટું શહેર | મેનેંગ |
અધિકૃત ભાષાઓ | નૌરુઅન |
અન્ય ભાષા | અંગ્રેજી |
લોકોની ઓળખ | નૌરુઅન |
નેતાઓ | |
• રાષ્ટ્રપતિ | બૅરોન વાકા |
• સંસદાધ્યક્ષ | સાયરિલ બુરામન |
સંસદ | નૌરુઅન સંસદ |
સ્વતંત્રતા | |
• યુનાઈટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડ થી | 31 જાન્યુઆરી 1968 |
વિસ્તાર | |
• કુલ | 21 km2 (8.1 sq mi) |
• જળ (%) | 0.57 |
વસ્તી | |
• ઓક્ટોબર 2011 વસ્તી ગણતરી | 10,084[1] |
• ગીચતા | 480/km2 (1,243.2/sq mi) |
GDP (PPP) | 2017 અંદાજીત |
• કુલ | $160 મિલિયન[2] |
• Per capita | $12,052[2] |
GDP (nominal) | 2017 અંદાજીત |
• કુલ | $114 મિલિયન[2] |
• Per capita | $8,570[2] |
ચલણ | ઓસ્ટેલીયન ડાૅલર |
સમય વિસ્તાર | UTC+12 |
વાહન દિશા | ડાબી બાજુ |
ટેલિફોન કોડ | +674 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .nr |
બંધ કરો
આ ટચૂકડા દેશની આર્થિક પરિસ્થિતિનો મદાર દરિયાઈ સજીવસૃષ્ટિ પર રહેલો છે, આ ઉપરાંત જંગલની પેદાશોની નિકાસ કરીને પણ તેમાંથી લોકો આવક પ્રાપ્ત કરે છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/84/Nauru_Parliament.jpg/320px-Nauru_Parliament.jpg)