From Wikipedia, the free encyclopedia
નેપાળનો રાષ્ટ્રધ્વજ વિશ્ચનો એકમાત્ર ધ્વજ છે જેમાં ચાર ખૂણા નથી. ધ્વજ બે ત્રિકોણાકાર ધજાને જોડી અને બનાવવામાં આવ્યો છે. ધ્વજનો લાલ રંગ નેપાળના રાષ્ટ્રીય પુષ્પના રંગ પરથી લેવામાં આવ્યો છે. ભૂરી કિનારી શાંતિનું પ્રતિક છે. ૧૯૬૨ સુધી ધ્વજમાંના સૂર્ય અને ચંદ્રમાં માનવ ચહેરા હતા જેને ત્યારે દૂર કરવામાં આવ્યા.
ધ્વજને નવા બંધારણની સાથે અપનાવવામાં આવ્યો. ધ્વજની મૂળભૂત આકૃતિ આશરે ૨,૦૦૦ વર્ષથી વપરાશમાં છે. ૧૯ મી સદી સુધી બંને ધજાઓને અલગ અલગ વાપરવામાં આવતી અને ત્યારથી બંનેને સાથે વાપરવાનું શરૂ થયું.
નેપાળના તમામ નાના રજવાડાનું પૃથ્વી નારાયણ શાહએ એકીકરણ કર્યું ત્યારબાદ આ ધ્વજ વપરાશમાં આવ્યો. આધુનિક સમયમાં ધ્વજમાંના રંગોના અર્થો પણ બદલાયા છે. ભૂરો રંગ શાંતિનો, લાલ રંગ રાષ્ટ્રીય રંગ છે અને તે લોકોની વીરતાનો પણ સૂચક છે. બે ત્રિકોણ હિમાલયના પહાડોનું પ્રતિનિધિત્વ કરે છે. અવકાશી પદાર્થો દેશનું અમરત્ત્વ દર્શાવે છે અને એવી આશા દર્શાવે છે કે નેપાળ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી રહેશે.
ચંદ્ર નેપાળની પ્રજાને શાંતિપ્રિય દર્શાવે છે જ્યારે સૂર્ય દૃઢ નિશ્ચય બતાવે છે. ચંદ્ર હિમાલયનો છાંયો અને તેની ઠંડી આબોહવા દર્શાવે છે જ્યારે સૂર્ય તરાઈ વિસ્તારની ગરમી અને ઉંચું તાપમાન દર્શાવે છે.
બંધારણની ૫મી કલમના, પ્રથમ અનુચ્છેદમાં ૯ નવેમ્બર ૧૯૯૦ના રોજ નક્કિ કરાયા મુજબ ચોક્કસ આકાર વર્ણવેલ છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.