પરમ વીર ચક્ર પ્રાપ્તકર્તા From Wikipedia, the free encyclopedia
ફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોં ભારતીય વાયુસેનામાં અફસર હતા. તેમને ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન શ્રીનગર વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે પરમવીર ચક્રથી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર ભારતીય વાયુસેનાના તેઓ એકમાત્ર સભ્ય છે.[2]
ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંઘ સેખોં PVC | |
---|---|
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે નિર્મલ જીત સિંઘ સેખોંની અર્ધપ્રતિમા | |
જન્મ | લુધિયાણા,[1] બ્રિટીશ ભારત (વર્તમાન પંજાબ, ભારત) | 17 July 1945
મૃત્યુ | 14 December 1971 28) શ્રીનગર, જમ્મુ–કાશ્મીર, ભારત | (ઉંમર
દેશ/જોડાણ | પ્રજાસત્તાક ભારત |
સેવા/શાખા | ભારતીય વાયુ સેના |
સેવાના વર્ષો | ૧૯૬૭–૧૯૭૧ |
હોદ્દો | ફ્લાઇંગ ઓફિસર |
દળ | નં. ૧૮ સ્ક્વૉડ્રૉન |
યુદ્ધો | ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ |
પુરસ્કારો | પરમવીર ચક્ર (મરણોપરાંત) |
નિર્મલ જીત સિંઘ સેખોંનો જન્મ ૧૭ જુલાઈ ૧૯૪૫ના રોજ લુધિયાણા જિલ્લો, પંજાબના ઈસેવાલ ડાખા ગામ ખાતે થયો હતો. તેઓ માસ્ટર વૉરન્ટ ઑફિસર અને માનદ ફ્લાઈટ લેફ્ટનન્ટ તરલોક સિંઘ સેખોંના પુત્ર હતા.[3] તેઓ ૪ જુન ૧૯૬૭ના રોજ ભારતીય વાયુસેનામાં પાયલોટ અફસર તરીકે નિયુક્તિ પામ્યા હતા.
૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ ૧૮મી સ્ક્વોડ્રન "ધ ફ્લાઈંગ બુલેટ્સ"માં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ શ્રીનગર વિમાન મથક પરથી નેટ લડાયક વિમાન ઉડાડતા હતા. ૧૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ શ્રીનગર વિમાન મથક પર પાકિસ્તાની વાયુસેનાના પેશાવર સ્થિત ૨૬ સ્ક્વોડ્રનના છ એફ-૮૬ વિમાનોએ હુમલો કર્યો. ફ્લાઈંગ ઑફિસર સેખોં તે સમયે ફરજ પર હતા. જેવો પ્રથમ વિમાને હુમલો કર્યો સેખોં બે નેટ વિમાનવાળી વ્યૂહરચનામાં બીજા નેટમાં હવામાં ચડવા આગળ વધ્યા. ફ્લાઈટ લેફ્ટનન્ટ ઘુમાન બીજા નેટ વિમાનમાં નેતૃત્વ કરતા હતા. જેવો શરૂઆતનો બોમ્બ રન વે પર પડ્યો તેઓ ઉડવા માટે આગળ વધ્યા. પ્રથમ નેટ હવામાં અદ્ધર થયું તેની પાછળ ધૂળ ઉડી જેણે ક્ષણવાર માટે સેખોંને પાછળ રાખી દીધા. પરંતુ તુરંત જ તેઓ પણ હવામાં હતા અને બે સેબર વિમાન તરફ તેઓ ધસી ગયા. બે નેટ જેવા હવામાં ચડ્યા તે સમયે જ નેતૃત્વ કરતા ઘુમાન, સેખોંના નેટને દૃષ્ટિમર્યાદામાંથી ખોઈ બેઠા અને બાકીની લડાઈ સેખોંને માટે એકલે હાથે લડવાની રહી. સેખોં એક સેબર પર સીધું જ નિશાન તાકવામાં સફળ રહ્યા. બીજાને પણ આગ ચાંપવામાં સફળ રહ્યા જે રાજૌરી તરફ ધૂમ્રસેર છોડતું જતું દેખાયું.
ત્યારબાદ સેખોંના વિમાન પર ગોળીઓ વાગી અને પરિસ્થિતિ જોતાં તેમને વિમાન મથક પર પાછા ફરવા સલાહ અપાઈ. એવું કહેવાય છે કે તેઓ થોડા સમય માટે વિમાનને સ્થિર કરવામાં સફળ થયા પરંતુ કદાચ નિયંત્રણ તંત્ર નિષ્ક્રિય થઈ જવાને કારણે વિમાન ઉલટું થયું અને નીચેની તરફ પડતું ગયું. આખરી ક્ષણે તેમણે વિમાનમાંથી બહાર ફેંકાવાની કોશિષ કરી જે નિષ્ફળ રહી. વિમાનનો કાટમાળ શ્રીનગર શહેરથી વિમાન મથક તરફ આવતા એક માર્ગ પાસેથી કોતરમાંથી મળ્યો. ભારતીય ભૂમિસેના અને વાયુસેનાના અથાગ પ્રયત્નો છતાં તેમનું પાર્થિવ શરીર ક્યારેય પણ મળી ન શક્યું. આથી તેમના પત્ની અને પરિવાર ખૂબ જ નિરાશ થયો.
તેમની કાર્યવાહીની વિગતવાર માહિતી એર કોમોડોર કૈસર તુફૈલ દ્વારા લિખિત વૃત્તાંતમાંથી મળે છે.[4] તેમને આવડતના વખાણ તેમનું વિમાન તોડી પાડનાર સલીમ મિરઝા બેગ લિખિત એક લેખમાંથી મળે છે.[5] તેમના દ્વારા ૧:૬ની વિષમતા સામે પ્રદર્શિત બહાદુરી, ઉડ્ડયન કલા અને નિર્ણયશક્તિ માટે તેમને ભારતનું યુદ્ધસમયનું સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું.
નિર્મલ જીત સિંઘ સેખોંને તેમની બહાદુરી માટે યાદ કરાય છે અને પંજાબના અનેક શહેરોમાં તેમની મૂર્તિ ઉભી કરાઈ છે.
૧૯૮૫માં બાંધવામાં આવેલ એક દરિયાઈ ટેંકર જહાજને ફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોં, પીવીસી નામ આપવામાં આવ્યું છે.
નિર્મલ જીત સિંઘ સેખોંના માનમાં તેમની મૂર્તિ લુધિયાણા જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રધ્વજ દંડ પાસે ઉભી કરવામાં આવી છે. એક નિવૃત્ત કરાયેલ નેટ વિમાન પણ સ્મારકનો ભાગ બનાવાયું છે અને તે મુખ્યદ્વાર પાસે રક્ષકની ભૂમિકા ભજવે છે.
તેમની મૂર્તિ અને એક નિવૃત્ત નેટ વિમાનને ભારતીય વાયુસેના સંગ્રહાલય, પાલમ ખાતે ઉભું કરાયું છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.