Remove ads

નમસ્તે ટ્રમ્પ (શૈલીકીય રીતે नमस्ते TRUMP) એ ભારતમાં ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ યોજાયેલી પ્રવાસકીય ઘટના હતી.[1] અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની ભારત મુલાકાતની શરૂઆત હતી.[2][3] સપ્ટેમ્બર ૨૦૧૯માં ટેક્સસના હ્યુસ્ટનમાં આયોજીત " હાઉડી મોદી" કાર્યક્રમને મળેલા પ્રતિસાદ રૂપે, આ નામની રેલી ઇવેન્ટ ગુજરાતના અમદાવાદમાં યોજવામાં આવી હતી અને તે પ્રવાસની વિશેષતા હતી. [4] સરદાર પટેલ સ્ટેડિયમ (જે મોટેરા સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે) રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમના પરિવાર સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યજમાન હતું. ૧,૦૦,૦૦૦થી વધુ લોકોની હાજરી નોંધવામાં આવી હતી,[5] જેમાં કેટલાકે હાજરી ૧,૨૫,૦૦૦ જેટલી હોવાનું જણાવાયું હતું.[6] આ પ્રવાસનું મૂળ નામ "કેમ છો ટ્રમ્પ" હતું, પરંતુ ભારત સરકાર દ્વારા તેનું નામ બદલીને પ્રાદેશિકતાને બદલે ભારતીય રાષ્ટ્રવાદને પ્રોત્સાહન અપાયું હતું.[7]

Quick Facts તારીખ, સમયગાળો ...
નમસ્તે ટ્રમ્પ
Thumb
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી
તારીખ24 February 2020 (2020-02-24) – 25 February 2020 (2020-02-25)
સમયગાળો૨ દિવસો
સ્થાનમોટેરા સ્ટૅડિયમ, અમદાવાદ, ગુજરાત
Themeપરંપરાગત
સંચાલકભારત સરકાર
ભાગ લેનારાઓ૧,૦૦,૦૦૦-૧,૨૫,૦૦૦
બંધ કરો
કાર્યક્રમના વિડિયો દ્રશ્યો

બપોરે સ્ટેડિયમમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે રાષ્ટ્રપ્રમુખની ભારત મુલાકાતની વિશેષતા હતી. આ ઘટના અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને ભારતીય વડાપ્રધાન માટે એક બીજા સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધો પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડ્યું હતું.[6] પ્રારંભિક અહેવાલો દર્શાવતા હતા કે ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે,[8] પણ પાછળથી તેને "અટકળો અને ધારણા" તરીકે અવગણવામાં આવ્યા.[9]

Remove ads

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads