From Wikipedia, the free encyclopedia
ધ્રુવીય રીંછ (ઉર્સસ મેરીટીમસ) એક રીંછ છે,જે મુખ્યત્વે આર્ક્ટિક મહાસાગર અને આજુબાજુનાં સમુદ્ર અને ભૂમિ ક્ષેત્રોને ઘેરતા આર્ક્ટિક સર્કલનું વતની છે. એ વિશ્વનું સૌથી મોટું માંસાહારી છે અને આશરે સર્વભક્ષી કોડિએક રીંછ જેટલા જ કદ સાથે એ સૌથી મોટુ રીંછ પણ છે.[૩] પુખ્ત નરનું વજન આશરે 350–680 kg (770–1,500 lb) હોય છે,[૪] જ્યારે પુખ્ત માદા એના લગભગ અડધા કદની હોય છે. ભૂરા રીંછનુ ખૂબ નજીકનું સંબંધી હોવા છતા,તેણે મર્યાદિત પારિસ્થિતિક સ્થાન પ્રાપ્ત કર્યું છે,જેમાં ઠંડા તાપમાન માટે,હિમ,બરફ અને ખુલ્લા પાણીમાં ચાલવા માટે અને સીલના શિકાર માટે કે જે તેના આહારનો મુખ્ય સ્રોત છે,તેને અનુકુલિત ઘણી શારીરિક વિશેષતાઓ છે.[૫] મોટા ભાગે ધ્રુવીય રીંછ જમીન પર જન્મ લેવા છતા,તેઓ પોતાનો મોટા ભાગનો સમય દરિયામાં વિતાવે છે(એથી એના વૈજ્ઞાનિક નામ નો અર્થ છે"દરિયાઇ રીંછ")અને તેઓ ફક્ત સમુદ્રી હિમ પર સતત શિકાર કરી શકે છે,તેથી તેઓ વર્ષનો મોટો ભાગ જામી ગયેલ સમુદ્ર પર વિતાવે છે.
Polar Bear | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Carnivora |
Family: | Ursidae |
Genus: | 'Ursus' |
Species: | ''U. maritimus'' |
દ્વિનામી નામ | |
Ursus maritimus Phipps, 1774[૨] | |
Polar bear range | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Ursus eogroenlandicus |
ધ્રુવીય રીંછને નાશપ્રાયઃ જાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે,જેની 19માંથી 8 ઉપસંખ્યામાં ઘટાડો થયેલ છે[૬]. દાયકાઓથી,અપ્રતિબંધિત શિકાર[સ્પષ્ટતા જરુરી]ને લીધે આ જાતિના ભાવિ માટેની આંતરરાષ્ટ્રીય ચિંતામાં વધારો થયો છે,નિયંત્રણો અને મર્યાદાઓ લાગુ પાડ્યા બાદ સંખ્યામાં ફરીથી વધારો થયો છે[સંદર્ભ આપો]. હજારો વર્ષોથી,ધ્રુવીય રીંછ,આર્ક્ટિકના વતની લોકોના ભૌતિક,આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનનું મહત્વનું અંગ છે,અને ધ્રુવીય રીંછનો શિકાર એમની સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે.
આઈ.યુ.સી.એન. ગ્લોબલ વોર્મિંગને ધ્રુવીય રીછ માટેના સૌથી મોટા ખતરારૂપે સૂચિત કરે છે,દરિયાએ બરફ્ના આવાસ પીગળી જતા તેની પર્યાપ્ત ખોરાક શોધવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. આઈ.યુ.સી.એન.(IUCN) મુજબ,"જો વાતાવરણની આ જ હાલત રહી તો ધુવીય રીંછ 100 [૭]વર્ષોમાં તેના મોટા ભાગના ક્ષેત્રોમાંથી નાશ થઇ જશે." 14 મે,2008,અમેરિકી આંતરિક વિભાગે લુપ્તપ્રાય પ્રજાતિ અધિનિયમ મુજબ ધ્રુવીય રીંછનો લુપ્તપ્રાય પ્રજાતિની યાદીમાં સમાવેશ કર્યો.
કોન્સ્ટેનન્ટાએન જોહન ફીપ્સ ધ્રુવીય રીંછને એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવનાર પ્રથમ વ્યક્તિ હતા.[૭] એમણે વૈજ્ઞાનિક નામ ઉર્સસ મેરીટીમસ પસંદ કર્યુ,જે 'દરિયાઇ રીંછ'નુ લેટિન છે,[૮]આ પ્રાણીના મૂળ આવાસને કારણે છે. ઇનુએટ આ પ્રાણીને નાનૂક કહે છે.[૯](એનુપિએક ભાષામાં નાનુક તરીકે લિપ્યાંતરિત,[૧૦] યુપિક પણ સાબેરિયન યુપિકમાં રીંછને નાનૂક કહે છે.[સંદર્ભ આપો]ચુક્ચી ભાષામાં રીંછને ઉમ્કા કહે છે. રશિયનમાં સમાન્ય રીતે તે бе́лый медве́дь(bélyj medvédj ,સફેદ રીંછ),છતાં પણ જે જૂનો શબ્દ હજી વપરાશમાં છે તે છે ошку́й (Oshkúj,જે કોમી ઓસ્કી-"રીંછ" પરથી આવ્યો છે)[૧૧] ફ્રેંચમાં,ધ્રુવીય રીંછને અવર્સ બ્લેન્ક (સફેદ રીંછ) કે અવર્સ પોલેઇર (ધ્રુવીય રીંછ) કહે છે.[૧૨] નોર્વે પ્રશાસિત સ્વાલબાર્ડ દ્વીપસમૂહમાં.ધ્રુવીય રીંછને Isbjørn ("હિમ રીંછ") કહે છે. પૂર્વમાં,ધ્રુવીય રીંછને તેના ખુદના જીવસમૂહ થેલેરેક્ટો સમાં માનવામાં આવેલ હતું.[૧૩] જો કે,ધ્રુવીય રીંછ અને ભૂરા રીંછ વચ્ચેની સંકર જાતિના સબૂત,અને આ બંને પ્રજાતિઓની હાલની પારિસ્થિતિક ભિન્નતા,આ અલગ જીવસમૂહ્ની સ્થાપનાનુ સમર્થન નથી કરતી,અને તેથી ઉર્સસ મેરીટીમસ ,જેમ ફિપ્સે પહેલા રજુ કર્યું હતું.[૧૪]
રીંછ કુળ ઉર્સિડે,બીજા માંસભક્ષીઓથી 38 કરોડ વર્ષ પહેલા જુદા પડી ગયા હતું. ઉર્સિને ઉપકુળ આશરે 4.2 કરોડ વર્ષ પહેલા ઉદ્ભવ્યું હતું. અશ્મિલ અને ડી.એન.એ ના પુરાવા મુજબ,ધ્રુવીય રીંછ ભૂરા રીંછ,ઉર્સસ એક્ટોસ થી ,આશરે 150,000 વર્ષ પહેલા જુદા પડી ગયાં.[૧૫] સૌથી પ્રાચીન અશ્મિલ 130,000થી 110,000 વર્ષ જૂનું જડબાનું અસ્થિ છે જે,2004માં પ્રિન્સ ચાર્લ્સ ફોરલેન્ડમાં મળી આવેલ[૧૫]. અશ્મિલો દર્શાવે છે કે દસથી વીસ હજાર વર્ષ અગાઉ ,ધ્રુવીય રીંછની દાઢ ભૂરા રીંછથી ઘણી ખરી અલગ પડી ગઇ હતી. એવું મનાય છે કે ધ્રુવીય રીંછ,પ્લિસ્ટોસીનમાં હિમાચ્છાદન અવધિ દરમ્યાન ભૂરા રીંછની વસ્તીથી અલગ પડી ગયાં.[૧૬]
તાજેતરના મોટા ભાગના નિરીક્ષણો દર્શાવે છે કે ભૂરા રીંછના કેટલાક ક્લેડ અન્ય ભૂરા રીંછ કરતા,ધ્રુવીય રીંછ સાથે વધુ નજ્દીકી સંબંધ ધરાવે છે,[૧૭] અર્થાત ધ્રુવીય રીછ,અમુક પ્રજાતિ કલ્પના મુજબ સાચી પ્રજાતિ નથી.[૧૮] ઉપરાંત,ધ્રુવીય રીંછ,પ્રજનનક્ષમ ભૂરા ધ્રુવીય રીંછની ઉત્પત્તિ માટે ભૂરા રીંછ સાથે વંશવૃદ્ધિ કરી શકે છે,[૧૯][૧૬]જે દર્શાવે છે કે તેઓ હમણા જ અલગ પડેલ છે અને જનીનીક સામ્યતાઓ ધરાવે છે.[૨૦] જોકે, બંને પ્રજાતિઓમાંથી કોઇ પણ એકબીજાના સ્થાન પર વધુ દિવસો જીવિત રહી શકતા નથી અને એમનુ આકારશાસ્ત્ર,ચયાપચય,સમાજિક વ્યવહાર અને ખાનપાન,અને અન્ય પ્રરૂપી વિશેષતાઓ અલગ છે,બંને રીંછને સામાન્ય રીતે અલગ પ્રજાતિઓ તરીકે વર્ગીકૃત કરાય છે.[૨૦]
જ્યારે ધ્રુવીય રીંછને મૂળ રૂપે પ્રલેખિત કરવામાં આવ્યા હતા ત્યારે,બે ઉપપ્રજાતિઓ જણાઇ હતી.ઉર્સસ મેરીટીમસ ,17774માં કોન્સ્ટેન્ટિન દ્વારા,ઉર્સસ મેરીટીમસ મેરીનસ 1776માં પીટર સીમોન પલ્લાસ દ્વારા.[૨૧] ત્યાર બાદ આ ભિન્નતાને રદ કરાઇ. એક અશ્મિલ ઉપજાતિ ઓળખવમાં આવી છે. ઉર્સસ મેરીટીમસ ટીરેનસ —ઉર્સસ એર્ક્ટોસ નાં વંશજ પ્લેઇસ્ટોસિન દરમ્યાન લુપ્ત થઇ ગયા. યુ.એમ.ટીરેનસ જીવિત પ્રજાતિ કરતા ઘણા વિશાળ હતાં.[૧૬]
ધ્રુવીય રીંછ આર્ક્ટિક સર્કલ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. તેના સુદૂર આવાસમાં મનુષ્યના વિકાસની ગેરહાજરીને લીધે,તેણે તેની મૂળ સીમાને હાલના બીજા કોઇ પણ માંસાહારીઓ કરતા વધુ જાળવી રાખી છે.[૨૨] જ્યારે 88° ઉત્તરમાં તેઓ દુર્લભ છે,ને સાબિત કરે છે કે તેઓ સંપૂર્ણ આર્ક્ટિકથી લઇને દક્ષિણે કેનેડાની જેમ્સ ખાડી સુધી ફેલાયેલ છે. તે ક્યારેક બહોળા પ્રમાણમાં દરિયાએ બરફ સાથે તણાઇ જાય છે,અને તેમને કોઇ કોઇ વખત દૂર દક્ષિણે નોર્વેની મુખ્યભૂમિ બેર્વેલગ સુધી અને ઓખોટસ્ક સાગરમાં કુરીલ દ્વીપો સુધી જોવા મળ્યાં છે. મોટા ભાગની સેમાઓના કરાયેલ નબળા નિરીક્ષણોને લીધે રીંછની વૈશ્વિક અસ્તીનો અંદાજ લગાવવો મુશ્કેલ છે,જોકે જીવવૈજ્ઞાનિકો વિશ્વભરમાં 20,000-25,000 ધ્રુવીય રીંછો હોવાનો કામચલાઉ અંદાજ વાપરે છે.[૧][૨૩]
સમાન્ય રીતે 19 જાણીતી અલગ અલગ ઉપસંખ્યાઓ ઓળખાઇ છે.[૨૩][૨૪] ઉપ્સંખ્યાઓ ચોક્કસ વિસ્તારોમાં મોસમી વફાદારી દર્શાવે છે,પરંતુ ડી.એન.એ. અધ્યયનો દર્શાવે છે કે તેઓ પ્રજનનની રીતે અલગ નથી. તેર ઉત્તર અમેરિકન ઉપસંખ્યાની સીમા,દક્ષિણે બ્યુફોર્ટ સાગરથી લઇને હડસનની ખાડી અને પૂર્વમાં પશ્ચિમ ગ્રીનલેન્ડ બફીનની ખાડી સુધી છે અને વૈશ્વિક વસ્તીમાં 70%નો ફાળો આપે છે. યુરેશિયન વસ્તીને,પૂર્વ ગ્રીનલેન્ડ,બેરેન્ટ સાગર,કારા સાગર,લાપ્ટેવ સાગર,ચુક્ચી સાગરની ઉપવસ્તીમાં વિભાજિત કરાઇ છે,જોકે સીમિત ચિહ્ન અને પુનર્ગ્રહણ માહિતીને લીધે આ વસ્તીઓની સંરચના વિષે ઘણી અનિશ્ચિતતાઓ છે.
સીમા પાંચ રાષ્ટ્રોના પ્રદેશો ધરાવે છેઃ ડેન્માર્ક(ગ્રીનલેન્ડ),નોર્વે(સ્વાલબર્ડ),રશિયા,યુએસ(અલાસ્કા). આ પાંચ રાષ્ટ્રો વચ્ચે 1973માં ધ્રુવીય રીંછોનો સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય કરાર થયેલ છે,જે ધ્રુવીય રીંછની સંપૂર્ણ સીમામાં શોધ અને સંરક્ષણ પ્રયાસો પર સહયોગનો આદેશ આપે છે.
ધ્રુવીય રીંછની વસ્તી જાણવા માટેની આધુનિક રીતોને મધ્ય 1980 દશકથી લાગુ પડાઇ,અને તે મોટા ક્ષેત્રમાં સતત અમલમાં મૂકવી ખર્ચાળ છે.[૨૫] ધ્રુવીય રીંછની સૌથી ચોક્કસ વસ્તી ગણતરી માટે,આર્ક્ટિક આબોહવામાં એમને શોધવા હેલિકોપ્ટરથી ઊડાન ભરવી,રીંછોને શાંત પાડવા ટ્રેંક્યિલાઇઝર ડાર્ટ છોડવું,અને ત્યાર બાદ ટેગિંગ જરૂરી છે.[૨૫] નુનાવતમાં,કેતલાંક ઇનુઇટે હમણાના વર્ષોમાં માનવ વસ્તીઓ પાસે રીંછ દેખાવાની ઘટનાઓમા વધારો થયાનો અહેવાલ આપ્યો છે,જેના લીધે એવુ મનાય છે કે વસ્તી વઘી રહી છે. વૈજ્ઞાનિકોએ એની પ્રતિક્રિયા આપતા નોંધ્યુ છે કે ભૂખ્યાં રીંછો માનવ વસ્તીઓ આસપાસ ફરતા હોઇ શકે,જે એવી ધારણા તરફ દોરી જાય છે કે હકીકતે વસ્તી મનાય છે તેના કરતા ઘણી વધુ છે.[૨૫] આઇયુસીએનનો ધ્રુવીય રીંછ વિશેષજ્ઞ સમૂહના માનવા મુજબ "ઉપવસ્તીના કદનું અનુમાન કે સસ્ટેનેબલ હાર્વેસ્ટ સ્તર વૈજ્ઞાનિક નિરીક્ષણોના સમર્થન વિના ફક્ત પારંપરિક પારિસ્થિતિક જ્ઞાન પર આધારિત ન હોવા જોઇએ."[૨૬] ધ્રુવીય રીંછની માન્ય 19 ઉપવસ્તીમાંથી,8 ઘટી રહી છે,3 સ્થિર છે,1 વધી રહી છે અને 7 વિષે પુરતી માહિતી નથી.[૬][૨૩]
ધ્રુવીય રીંછને ઘણી વાર દરિયાઈ સસ્તન કહે છે કારણકે તે વર્ષના ઘણા માસ દરિયામાં વિતાવે છે.[૨૭] તે મહાદ્વીપીય જળમગ્ન સીમા પર પાણીને ઢાંકતા વાર્ષિક દરિયાઈ બરફ અને આર્ક્ટિક અંતર-દ્વીપીય દ્વીપસમૂહને રહેઠાણ તેરીકે પસંદ કરે છે. આ ક્ષેત્રો,જે "આર્ક્ટિક જીવન વૄત્ત" તરીકે જાણીતા છે,તે ઉચ્ચ આર્ક્ટિકના ઊંડા પાણી કરતા ઉચ્ચ્જૈવ ઉત્પાદકતા ધરાવે છે.[૨૨][૨૮] ધ્રુવીય રીંછમાં વારંવાર એવા ક્ષેત્રો તરફ જતા જોવા મળે છે જ્યાં સમુદ્રી હિમ અને પાણી ભેગા થતા હોય,્જેમકે પોલિન્યા અને લીડ્સ,(આર્ક્ટિક હિમમાં ખુલ્લા પાણીનો અસ્થાયી ફેલાવ),જ્યાં એ સીલનો શિકાર કરે છે જે તેનો મુખ્ય આહાર છે.[૨૯] એથી ધ્રુવીય રીંછ,મુખ્યત્વે ધ્રુવીય બરફના પરિધમાં રહે છે,નહિં કે ઉત્તર ધ્રુવ પાસે ધ્રુવીય બેસિનમાં જ્યા સીલની ગીચતા ઓછી છે.[૩૦]
વાર્ષિક બરફમાં પાણીના એવા ક્ષેત્ર સામેલ છે જે ઋતુ પરિવર્તન સાથે વર્ષભર દ્રશ્ય અને અદ્રશ્ય થતા રહે છે. આ પરિવર્તનોની પ્રતિક્રિયામાં સીલોએ સ્થળાંતર કરવું પડે છે,અને ધ્રુવીય રીંછે પોતાના શિકારનો પીછો કરવી અતિ આવશ્યક છે.[૨૮] હડસનની ખાડી,જેમ્સની ખાડી અને કેટલાક અન્ય ક્ષેત્રોમાં,પ્રત્યેક ઉનાળામાં બરફ પૂરેપૂરો પીગળી જાય છે(એક ઘટના જેને "હિમ ખંડ ખંડન" કહે છે.) જે ધ્રુવીય રીંછને ભૂમિ પર જવા મજબૂર કરે છે અને પાછો બરફ જામી જાય ત્યાં સુધી મહિનાઓ રાહ જોવડાવે છે.[૨૮] ચુક્ચી અને બ્યુફોર્ટ સાગરમાં,ધ્રુવીય રીંછને માટે પ્રત્યેક ઉનાળામાં ઉત્તર તરફ પાછા ફરે છે જ્યાં વર્ષભર બરફ જામેલ રહે છે.
ધ્રુવીય રીંછ ધરતી પરનું સૌથી મોટું માંસાહારી છે,જે સાઈબેરિયન વાઘના બમણા કરતા વધુ મોટુ છે.[૩૧] કોડિએક રીંછ સાથે તે ધરતીના સૌથી મોટા શિકારી(અને રીંછની સૌથી પ્રજાતિની)નુ પદમાં ભાગીદાર છે.[૩૨] પુખ્ત નરનું વજન 350-680 કિગ્રા(770-1500પાઉન્ડ) અને લંબાઇમાં2.4–3 m (7.9–9.8 ft) છે.[૩૩] પુખ્ત માદા નરથી આશરે અડધા કદની હોય છે અને સમાન્ય રીતે વજનમાં150–249 kg (331–549 lb) અને લંબાઇમાં1.8–2.4 metres (5.9–7.9 ft) હોય છે. ગર્ભવતી હોય ત્યારે,તો પણ,તેમનું વજન 499 kg (1,100 lb) જેટલું હોઈ શકે છે.[૩૩] ધ્રુવીય રીંછ સસ્તનોમાં સૌથી વધુ દ્વિરૂપી લૈંગિકતાવાળા છે,જેની આગળ ફક્ત પિનીપેડ છે.[૩૪] નોંધેલ સૌથી મોટા ધ્રુવીય રીંછનુ કહેવાતુ વજન 1,002 kg (2,209 lb) હતું,આ એક નર હતો જેને 1960માં ઉત્તરપશ્ચિમ અલાસ્કામાં કોટજેબુ સાઉન્ડમાં ગોળીથી વિંધી નખાયો.
તેના સૌથી નજદીકના સંબંધી,ભૂરા રીછ કરતા,ધ્રુવીય રીંછ વધુ વિસ્તરેલ શારીરિક બાંધો અને વધુ લાંબા નાક અને ખોપડી ધરાવે છે.[૨૦] જેમ એલનના નિયમે ઉત્તરી પ્રાણી માટે ધાર્યું છે એમ,પગ ટૂંકા અને કાન અને પૂંછડી નાના છે.[૨૦] તો પણ,હિમ કે પાતળા બરફ પર ચાલતી વખતે એના પગના પહોળા નળિયા એના વજનને વહેંચી નાખે છે અને તરતી વખતે અગળ વધવામાં મદદ કરે છે,તેમનું કદ 30 સેમી(12 ઇંચ)આસપાસ હોય છે.[૩૫] પંજાના તળિયા નાના,નરમ પપિલે(ચર્મ રચના)થી ઢાંકેલ હોય છે જે બરફ પર ઘર્ષંણ પૂરું પાડે છે.[૨૦] ભૂરા રીંછ કરતા ધ્રુવીય રીંછના પંજા ટૂંકા અને મજબૂત છે,કદાચ બરફ અને શિકારને મજબૂતીથી પકડવા માટે.[૨૦] પંજા અંદર તરફ ઊંડા વળેલા છે જે તેને તેના કુદરતી આવાસ બરફને ખોદવામાં મદદ કરે છે. એક આવર્તી ઇન્ટરનેટ માન્યતા મુજબ બધા ધ્રુવીય રીંછ ડાબોડી હોય છે,[૩૬][૩૭],આ દાવાનુ સમર્થન કરતો કોઇ વૈજ્ઞાનિક પુરાવો નથી.[૩૮] ભૂરા રીંછથી ઉલ્ટું,કેદ કરેલ ધ્રુવીય રીંછ કોઇક જ વાર વધુ પડતા વજનવાળા કે વિશેષ મોટા કદનાં હોય છે,જે મોટા ભાગના પ્રાણી સંગ્રહાલયોનાં ગરમ તાપમાનની પ્રતિક્રિયા સ્વરૂપે શક્ય છે.
ધ્રુવીય રીંછના 42 દાંત તેના ઉચ્ચ માંસાહારી આહારને પ્રતિબિંબિત કરે છે.[૨૦] ભૂરા રીંછ કરતા તેની દાઢ થોડી નાની અને દાંતેદાર છે અને રાક્ષી દાંત મોટા અને તીક્ષ્ણ છે.[૨૦] દંત સૂત્ર છેઃ:[૨૦]
ઢાંચો:Dentition2
ધ્રુવીય રીંછ 10 cm (3.9 in) સુધીની ખાસ ચરબી[[]] વડે સરસ રીતે ઉષ્મારક્ષિત હોય છે,[૩૫]જે તેમનુ ચર્મ તથા રૂંવાટી છે;તેઓ 10 °C (50 °F)થી વધુ તાપમાને યકુળ બની જાય છે[૩૯],અને ઇન્ફ્રારેડ ફોટોગ્રાફી હેઠળ તેઓ લગભગ ગાયબ થઇ જાય છે.[૩૯] ધ્રુવીય રીંછની રૂંવાટી,ઘાંટી આંતરિક રૂંવાટીના સ્તર અને રક્ષક વાળની બનેલ હોય છે,જે સફેદથી ભૂરી દેખાય છે પણ હકીકતે પારદર્શક હોય છે.[૩૫] રક્ષક વાળ 5–15 cm (2.0–5.9 in)શરીરના મોટા ભાગ પર આવેલ હોય છે.[૪૦] ધ્રુવીય રીંછ,મેથી ઓગસ્ટ સુધી ક્રમશઃ રૂંવાટી ખેરવે છે,[૪૧]પણ, અન્ય આર્ક્ટિક સસ્તનોથી વિપરિત,તેઓ ઉનાળુ સ્થિતિમાં છલાવરણ કરવા પોતાનુ આવરણ ઘેરા રંગ માટે નથી છોડતા. ધ્રુવીય રીંછના આવરણના પોલા રક્ષક વાળ માટે પહેલા એવુ મનાતુ હતુ કે તેઓ પોતાની કાળી ત્વચા સધી પ્રકાશનું વહન કરવા ફાઇબર ઓપ્ટીક નલિકા તરીકે કાર્ય કરે છે,જ્યાં તેનુ શોષણ કરી શકાય;પરંતુ તાજેતરના અવલોકનોએ આ સિદ્ધાંતને રદ કર્યો.[૪૨]
સકેદ આવરણ વય સાથે પીળુ પડી જાય છે. જ્યારે ગરમીમાં કેદ રખાતા,ભેજવાળી સ્થિતિમાં,રૂંવાટીનો રંગ રક્ષક વાળમાં વિકસતી લીલને લીધે આછો લીલો થઇ જાય છે.[૪૩] નરના આગલા પગ પર ઘણા લાંબા વાળ હોય છે.જે રીંછ 14 વર્ષની વયે પહોંચે ત્યાં સુધી વધે છે. એવુ મનાય છે કે,નરના આગલા પગ પર અલંકારરૂપ વાળ માદાને આકર્ષિત કરવા માટે હોય છે,જેમ સિંહને કેશવાળી હોય છે.[૪૪]
ધ્રુવીય રીંછ અતિ વિક્સિત ઘ્રાણ સંવેદના ધરાવે છે,જે સીલને આશરે 1 mi (1.6 km) દૂરથી અને 3 ft (0.91 m) બરફ નીચેથી શોધી શકે છે.[૪૫] એની શ્રવણ ક્ષમતા પણ મનુષ્ય જેટલી જ તીવ્ર હોય છે,અને એની દૂર-દ્રષ્ટિ પણ ઘણી સારી છે.[૪૫] ધ્રુવીય રીંછ એક શ્રેષ્ઠ તરવૈયું છે અને તે ખુ્લ્લા આર્ક્ટિક જળમાં જમીનથી 200 mi (320 km) દૂર સુધી જોવા મળેલ છે. પોતાના ઉછાળ પૂરા પાડતા શરીર વડે,તે પ્રચલન માટે તેના મોટા આગલા પંજાના ઉપયોગથી ડોગ પેડલ પદ્ધતિથી તરે છે.[૪૬] ધ્રુવીય રીંછ 6 માઇલ/કલાકની ઝડપે તરી શકે છે. ચાલતી વખતે,ધ્રુવીય રીંછની ચાલ ધીમી હોય છે,અને તે 50.5 કિમી/કલાક(3.5 માઇલ/કલાક)ની સરેરાશ ગતિ જાળવે છે.[૪૬]
ધ્રુવીય રીંછ કુળનું સૌથી માંસાહારી સભ્ય છે,અને મોટા ભાગે તેનો આહાર ચક્રાકાર અને દાઢીવાળી સીલ ધરાવે છે.[૪૮] આર્ક્ટિક કરોડો સીલોનું ઘર છે,જે શ્વાસ લેવા માટે બરફમાંના છિદ્રોમાંથી સપાટી પર આવતી વખતે,કે બરક પર આરામ કરવા બહાર આવે ત્યારે શિકાર બને છે.[૪૭] ધ્રુવીય રીંછ મુખ્યત્વે હિમ,જળ,અને હવા વચ્ચે બનેલ અંતરપૃષ્ઠ પર શિકાર કરે છે;તેઓ ક્યારેક જ જમીન કે ખુલ્લા પાણીમાં સીલને પકડે છે.[૪૯]
ધ્રુવીય રીંછની સૌથી સામાન્ય શિકાર પદ્ધતિને "સ્થિર શિકાર " કહે છેઃ[૫૦]આ રીંછ સીલના શ્વાસ લેવા માટેના છિદ્રને શોધવા માટે તેની ઉત્તમ ઘ્રાણ સંવેદનાનો ઉપયોગ કરે છે,અને પેટે સરકીને ચૂપચાપ નજીક જઈ સીલના દેખાવાની રાહ જોવે છે.[૪૭] સીલ ઉચ્છ્વાસ કાઢે ત્યારે,રીંછ તેના શ્વાસને સૂંઘી,છિદ્રમાં આગલો પંજો નાખી,અને તેને બરફ પર બહાર ઘસડી લાવે છે.[૪૭] ધ્રુવીય રીંછ સીલની ખોપડીને કચડવા તેના માથા પર બચકું ભરીને મારી નાખે છે.[૪૭] ધ્રુવીય રીંછ બરફ પર આરામ કરતી સીલનો પીછો કરીને પણ શિકાર કરે છે:સીલને જોયા બાદ ધ્રુવીય રીંછ 100 yd (91 m) સુધી ચાલે છે ,અને પછી સરકે છે. જો સીલનું ધ્યાન ન જાય,તો રીંછ સીલની 30 to 40 feet (9.1 to 12.2 m) જેટલું નજીક જાય છે અને પછી અચાનક હુમલો કરવા ઢળી જાય છે.[૪૭] શિકારની ત્રીજી રીત છે માદાએ બરફમાં બનાવેલ જન્મ ગુફા પર છાપો મારવો.[૫૦]
એક વ્યાપક દંતકથા મુજબ ધ્રુવીય રીંછો શિકાર કરતી વખતે તેમના કાળા નાકને તેમના પંજાથી ઢાંકી રાખે છે. આ વર્તન,જો થતું હોય,તો દુર્લભ છે-જો કે આ વાર્તા દેશી મૌખિક ઇતિહાસમાં છે અને પહેલાના આર્ક્ટિક શોધકો વિવરણોમાં છે,હાલના દસકાઓમાં આવા વર્તન નજરે જોયા હોવાનું નોંધાયેલ નથી.[૪૬]
પુખ્ત રીંછ ફ્ક્ત સીલની કેલરીયુક્ત ચામડી અને ચરબી ખાય છે,જ્યારે નાના રીંછ પ્રોટીનયુક્ત લાલ માંસનું ખાય છે.[૪૭] સમ-પુખ્ત રીંછ,જે પોતાની માતાથી સ્વતંત્ર તો થઇ ગયા છે પણ સીલનો સફળતાપૂર્વક શિકાર કરવા માટે પુરતા અનુભવ અને દેહ આકાર પ્રાપ્ત નથી કર્યાં,એમના માટે બીજા રીંછોના મારણના અવશેષ પર આધાર રાખવો એ પોષણનો અગત્યનો સ્રોત છે. જો સમપુખ્ત રીંછો સીલને મારે પણ તેમનાથી મોટા ધ્રુવીય રીછોથી તેની રક્ષા ન કરી શકે તો તેઓને અડધા ખાધેલ સીલના મડદા પર આધાર રાખવા મજબૂર થવુ પડે છે. ખાઇ લીધા બાદ,ધ્રુવીય રીંછ બરફ કે પાણીથી પોતાને ધોવે છે.[૪૬]
ધ્રુવીય રીંછ એક ખૂબ શક્તિશાળી શિકારી છે. તે એક પુખ્ત વોલરસને મારી શકે છે,છતા તે ભાગ્યે જ તેઓ પ્રયત્ન કરે છે,કેમ કે વોલરસ રીંચના વજનના બમણા કરતા વધુ વજન ધરાવે છે.[૫૧] ધ્રુવીય રીંછે શ્વસન છિદ્રો પર હુમલો કરીને,બેલુગા વ્હેલનો પણ શિકાર કર્યો છે. વ્હેલ વોલરસ જેટલા જ કદની અને રીછ માટે તેમને કાબૂમાં કરવી લગભગ એટલી જ મુશ્કેલ હોય છે. આર્ક્ટિકમાં મોટા ભાગના સ્થળચર ભૂમિ પર ધ્રુવીય રીંછથી વધુ ઝડપે દોડી શકે છે કારણકે ધ્રુવીય રીંછનુ શરીર જલ્દી અતિ ગરમ થઇ જાય છે. કેટલાંક ક્ષેત્રોમા,વોલારસના બચ્ચા અને મૃત પુખ્ત વોલરસના મૃતદેહ ધ્રુવીય રીંછના આહારના પૂરક હોય છે,જેની ચરબી સડી જાય ત્યારે પણ રીંછ સહેલાઈથી ઓહિયા કરી જાય છે.[૫૨]
ગર્ભસ્થ માળાના અપવાદ સાથે ધ્રુવીય રીંછ આખું વર્ષ સક્રિય રહે છે,[૫૩] જો કે તેમના રક્તમાં અવશિષ્ટ શીત સમાધિ આકર્ષક કળ હોય છે. ભૂરા અને કાળા રીંછથી ઉલટું,ધ્રુવીય રીંછ ઉનાળાના અંત અને પાનખર ઋતુની શરૂઆત દરમ્યાન ઘણા મહિનાઓ સુધી ભૂખ્યાં રહી શકવા સક્ષમ હોય છે,જયારે તેઓ સમુદ્ર ન જામેલ હોવાને કારણે શિકાર નથી કરી શકતા.[૫૩] ઉનાળા અને પ્રારંભિક ચોમાસામાં જયારે દરિયાઈ બરફ અનુપલબ્ધ હોય છે,ત્યારે કેટલીક વસ્તી તે સમયે આરક્ષિત ચરબી પર મહિનાઓ સુધી જીવિત રહે છે.[૩૯] ધ્રુવીય રીંછ વ્યાપક રીતે અન્ય વન્ય આહાર પણ ખાતા હોવાનું જણાયું છે,જેમાં મસ્કોક્સ,રૅન્ડીઅર,પક્ષીઓ,ઈંડાઓ,મૂષકો,શેલફીશ,કરચલાં અને બીજા ધ્રુવીય રીંછોનો સમાવેશ થાય છે. તેઓ બેરીઓ,મૂળો,અને દરિયાઈ ઘાસ,સહિતના છોડ પણ ખાઈ શકે છે,જોકે આમાંના કોઈ પણ તેમના આહારના અગત્યના ભાગ નથી.[૫૧] ધ્રુવીય રીંછના શરીર વિજ્ઞાનની વિશેષતા છે કે એને દરિયાઇ સસ્તનોથી મોટી મત્રામાં ચરબીની જરૂર હોય છે,અને તે પાર્થિવ આહારમાંથી પર્યાપ્ત કેલરીની માત્રા પ્રપ્ત નથી કરી શકતું.[૫૪][૫૫]
જિજ્ઞાસુ અને મૃતોપજીવી પ્રાણી હોઇ,[૫૧][૫૬]તેઓ ધ્રુવીય રીંછ જયારે મનુષ્યના સંપર્કમાં આવે છે ત્યારે કચરો ફંફોસે છે અને ખાય છે.[૫૧] ધ્રુવીય રીંછ તેમને જે ખતરનાક પદાર્થો સહિત તમને જે મળે તે દરેક વસ્તુને ખાઈ લે છે,જેમ કે સ્ટાયરોફૉમ,પ્લાસ્ટિક,કાર બેટરીઓ,ઈથિલીન ગ્લાયકોલ,હાઇડ્રોલિક પ્રવાહી,અને મોટર ઓઇલ.[૫૧][૫૬] ચર્ચીલ,મેનીટોબામાં રીંછોની સુરક્ષા માટે ઉકરડાને 2006માં બંધ કરી દેવાયો,અને હવે કચરાને પુનઃ ઉપયોગ યોગ્ય બનાવાય છે અથવા થોમ્પસન,મેનીટોબા લઇ જવાય છે.[૫૭][૫૮]
ભૂરા રીંછથી ઉલ્ટું,ધ્રુવીય રીંછ ક્ષેત્રીય નથી હોતા. આક્રમક અકરાંતિયા તરીકે પંકાયેલ હોવા છતાં,તેઓ સામાન્ય રીતે સામનો કરવા બાબતે ખૂબ સચેત રહે છે,અને લડવા કરતા ભાગી છૂટવાનું પસંદ કરે છે.[૫૯] સ્થૂળ ધ્રુવીય રીંછ,કોઇક જ વાર માણસ પર હુમલો કરે છે,જ્યાં સુધી તેમને ગંભીર રીતે ઉશ્કેરવામાં ન આવે,જ્યારે ભૂખ્યા રીંછ અતિશય અનિશ્ચિત હોય છે અને મનુષ્યોને મારવા અને ક્યારેક ખાઇ જવા જાણીતા છે.[૫૨] ધ્રુવીય રીંછ છુપા શિકારી હોય છે,અને મોટે ભાગે જ્યા સુધી તેઓ તેના પર હુમલો ન કરે ત્યાં સુધી તેમના શિકાર તેમની હાજરીથી અજાણ હોય છે.[૬૦] જયારે ભૂરા રીંછ ઘણી વાર કોઈ વ્યક્તિને ઘાયલ કરે છે અને છોડી દે છે,ધ્રુવીય રીંછના હુમલા વધુ આક્રમક હોવાની શક્યતા હોય છે અને તે હંમેશા ઘાતક હોય છે.[૬૦] જોકે,આર્ક્ટિકની આસપાસ ખૂબ ઓછી માનવ વસ્તીને લીધે આવા હુમલા જવલ્લે જ થાય છે.
સામાન્ય રીતે પુખ્ત ધ્રુવીય રીંછ એકાંત જીવન જીવે છે. છતાં,તેઓ ઘણી વાર કલાકો સુધી સાથે રમતા અને ભેટીને સૂતાં પણ જોવા મળ્યા છે.[૫૨] અને ધ્રુવીય રીંછની પ્રાણીશાસ્ત્રી નિકિતા ઓવ્સિઅનિકોવે પુખ્ત નર "સુ-વિકસિત મિત્રતા" ધરાવતા હોવાનું વર્ણવ્યું છે.[૫૯] બચ્ચાં પણ રમતિયાળ હોય છે. ખાસ કરીને યુવા નરોમાં,રમતમાં થતી લડાઈ પછીના જીવનમાં પ્રજનન માટેની ગંભીર સ્પર્ધાના અભ્યાસનું માધ્યમ હોઈ શકે.[૬૧] ધ્રુવીય રીંછોમાં સ્વોચ્ચારણની એક વિસ્તૃત શ્રુંખલા જોવા મળે છે,જેમાં ગર્જના,ચીસ,ખુશી,દુઃખનો સમાવેશ થાય છે.[૬૨]
1992માં ચર્ચિલ પાસે એક તસ્વીરકારે પોતાના કરતા દસમાં ભાગના કદના કેનેડિયન એસ્કિમો કૂતરા સાથે રમતા ધ્રુવીય રીંછની વ્યાપકરૂપે ફરતી થયેલ તસ્વીરો લીધી.[૬૩][૬૪] આ જોડી કોઇ દેખીતા કારણ વગર સતત દસ દિવસો સુધી દર બપોરે બિનહાનિકારક રીતે સાથે રમતી રહી,જોકે હોઈ શકે કે શ્વાનનાં ખોરાકમાં ભાગ પડાવવાની આશાએ રીંછ મિત્રતા દેખાડતું હોય.[૬૩] આ રીતની સામાજિક આંતરક્રિયા અસામાન્ય છે;ધ્રુવીય રીંછ માટે કૂતરા પ્રત્યે આક્રમક રીતે વર્તવુ વધુ સામાન્ય છે.[૬૩]
પ્રણય અને સંભોગ મે અને એપ્રિલમાં દરિયાઇ બરફ પર થાય છે,જ્યારે ધુવીય રીંછો સીલ્ના શિકાર માટેના શ્રેષ્ઠ ક્ષેત્રમાં એકઠા થાય છે.[૬૫] નર પ્રજનન યોગ્ય માદાનો 100 km (62 mi) કે વધુ સુધી પીછો કરે છે,અને મળ્યા બાદ બીજા નરો સાથે પ્રજનન માટેના અધિકારો માટે તીવ્ર લડાઈ કરે છે,લડાઇઓ કે જે ઉઝરડાં અને તૂટેલ દાંતોમા પરિણમે છે.[177] ધ્રુવીય રીંછની પ્રજનન પ્રણાલી બહુપત્નીત્વવાળી હોય છે;માતાઓ અને બચ્ચઓ પરના હાલના આનુવાંશિક પરીક્ષણોમાં,જોકે,એવા કિસ્સા બહાર આવ્યા છે કે જેમાં એકસાથે જન્મેલ બચ્ચાઓનાં પિતા અલગ હતા.[૬૬] સાથીઓ સાથે રહે છે અને એક આખા સપ્તાહમાં વારંવાર સંભોગ કરે છે,સંભોગની ક્રિયા માદામાં અંડોત્સર્જન પ્રેરે છે.
સંભોગ પછી ફલિતાંડ ઓગસ્ટ કે સપ્ટેમ્બર સુધી એક નિલંબિત અવસ્થામાં રહે છે. આ ચાર માસમા,ગર્ભસ્થ માદા પ્રચુર માત્રામાં ખોરાક ખાય છે,કમ સે કમ 200 kg (440 lb) સુધી વજન વધારે છે અને ઘણી વાર પોતાના શરીરના વજનના બમણા કરતા વધી જાય છે.[૬૫]
જયારે હિમખંડો શિકારની સંભાવના પૂરી કરીને પાનખરમાં તૂટી જાય છે,તો દરેક ગર્ભસ્થ માદા એક પ્રસૂતિ ગુફા ખોદે છે જે એકથી ત્રણ એક સાંકડી ઓરડીઓમાં ખુલતી પ્રવેશ સુરંગ ધરાવે છે.[૬૫] મોટા ભાગની પ્રસૂતિ ગુફા બરફના ટેકરીઓમાં હોય છે,જો બરફ હજી પુરતો ઠંડો ન હોય તો,તે ભૂગર્ભમાં પર્માંફ્રોસ્ટ(ધ્રુવપ્રદેશમાં પૃથ્વીની સપાટી નીચે માટીનું કાયમનું ઠરી ગયેલું પડ.)મા બનાવેલ પણ હોઇ શકે.[૬૫] મોટા ભાગની ઉપ-વસ્તીઓમાં,પ્રસૂતિ ગુફા કિનારાથી થોડા કિલોમીટર દૂર ભૂમિ પર આવેલ હોય છે,અને ઉપ-વસ્તીની બીજી માદાઓ એ જ ગુફા વિસ્તારોનો ફરી ઉપયોગ કરે છે.[૨૨] જે ધ્રુવીય રીંછ ભૂમિ પર ગુફા નથી બનાવતા તે દરિયાઇ હિમ પર તેમની ગુફા બનાવે છે. ગુફામાં તે શીતનિદ્રા જેવી એક નિષ્ક્રિય અવસ્થામાં પ્રવેશ કરે છે. શીતનિદ્રા જેવી આ અવસ્થામાં સતત સૂવું સમાવિષ્ટ નથી;તો પણ રીંછના હૃદયના ધબકારાનો દર 46થી 27 ધબકારા પ્રતિ મિનીટ સુધી ધીમો પડી જાય છે.[૬૭] શીતનિદ્રામાં રહેલ લાક્ષણિક સસ્તનની જેમ આ દરમ્યાન એના દેહનું તાપમાન ઘટતું નથી.[૩૯][૬૮]
નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે,બચ્ચા આંધળા જન્મે છે,નીચે એક હલકી રૂંવાટીથી ઢંકાયેલ,વજનમાં 0.9 kg (2.0 lb)થી ઓછા હોય છે. સરેરાશ દરેક શાવકસમૂહમાં ન્યૂનતમ બે બચ્ચાM હોય છે.[૬૫] પરિવાર મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય એપ્રિલ સુધી ગુફામાં જ રહે છે,જયારે માતા પોતાનો ઉપવાસ ચાલુ રહવા સાથે ચરબી-યુક્ત દૂધ પાઈ તેના બચ્ચોનું જતન કરે છે.[૬૫] માતા પ્રવેશદ્વાર તોડીને ખોલે છે ત્યાં સુધીમાં,તેના બચ્ચોનું વજન આશરે 10 to 15 kilograms (22 to 33 lb) થઇ જાય છે.[૬૫] આશરે 12 થી 15 દિવસો સુધી પરિવાર ગુફાની બહાર તેની આસપાસ સમય વિતાવે છે,આ દરમ્યાન માતા વનસ્પતિ ચરે છેજયારે બચ્ચાઓ ચાલવા અને રમવાના આદિ બને છે.[૬૫] પછી તેઓ ગુફા ક્ષેત્રથી સમુદ્રી હિમ સુધી લાંબી લાંબી પદયાત્રા શરૂ કરે છે,જ્યાં મા ફરી એક વાર સીલ પકડી શકે છે.[૬૫] પાનખરમાં હિમખંડ તૂટવાના સમય પર આધારિત હોઈ,તેણે આઠ માસ સુધી નિરાહાર રહી હોઈ શકે.[૬૫]
બચ્ચો વરુઓ અને ભૂખમરાના ભોગ બની શકે. માદા ધ્રુવીય રીંછ,તેમના સંતાનો પ્રત્યેના પ્રેમ અને તેમની રક્ષા કરવામાં તેમની બહાદુરી બંને માટે જાણીતા છે. અનુવાંશિક પરીક્ષણ દ્વારા દત્તક લેવાના એક કિસ્સાની પુષ્ટિ કરવામાં આવી છે.[૬૬] પુખ્ત નર ધ્રુવીય રીંછ કેટલીક વાર બાળ ધ્રુવીય રીંછને ખાઈ જાય છે,જેના કારણ અસ્પષ્ટ છે.[૬૯] અલાસ્કામાં,હવે 42% બચ્ચા 12 માસની વયે પહોંચે છે,જે પહેલાના 15 વર્ષ પહેલાનાં 65%થી ઓછા થઇ ગયેલ છે.[૭૦] મોટા ભાગના ક્ષેત્રોમાં બચ્ચાઓને અઢી વર્ષની વયે સ્તનપાન બંધ કરાવવામાં આવે છે,[૬૫] જ્યારે માતા તેમનાથી દૂર ચાલી જાય છે કે તેમને છોડી દે છે. પશ્ચિમ હડસનમા એ અસામાન્ય છે કે માદા ધ્રુવીય રીંછ તેમના દોઢ વર્ષની વયે તેમના બચ્ચાઓનું સ્તનપાન બંધ કરી દે છે.[૬૫] આવું 1980ની શરૂઆતમાં 40% બચ્ચાઓના કિસ્સામા હતું;જોકે 1990ના દશકમાં,20%થી ઓછા બચ્ચાઓનું સ્તનપાન એટલી નાની વયે બંધ કરવામાં આવ્યું.[૭૧] માતાના ગયા પછી,બાળ ભાઈ-બહેનો કેટલીક વાર એકસાથે મુસાફરી કરે છે અને ખોરાક વહેંચે છે.[૫૨]
માદાઓ મોટા ભાગના ક્ષેત્રોમાં ચાર વર્ષની વયે પ્રજનન શરૂ કરી દે છે,અને બ્યુફોર્ટ સમુદ્રમાં પાંચ વર્ષે.[૬૫] સામાન્ય રીતે નર છ વર્ષે લૈંગિક પુખ્તતાએ પહોંચે છે,જોકે માદાઓ માટેની સ્પર્ધા હિંસક છે,ઘણા આઠ કે દસની વાય સુધી પ્રજનન નથી કરતા.[૬૫] હડસનની ખાડીમા કરેલ એક અભ્યાસ પરથી જાણવા મળ્યું કે માદાની પ્રાજનનિક સફળતા અને માદાઓનું પ્રસૂતિ વજન તેમની મધ્ય કિશોર વયે અત્યાધિક હોય છે.[૭૨]
મોટા ભાગનાં સ્થળચર સસ્તનો કરતા ધ્રુવીય રીંછ ચેપી રોગો અને પરોપજીવીઓથી ઓછા અસર પામે છે.[૬૯] ધ્રુવીય રીંછ ખાસ કરીને ત્રિચિનેલ્લા થી સંવેદનશીલ હોય છે,એક પરોપજીવી ગોલકૃમિ જે સ્વ-માંસભક્ષણના માધ્યમથી ફેલાય છે,[૭૩] જોકે ચેપ સામાન્ય રીતે ઘાતક નથી હોતાં.[૬૯] ધ્રુવીય રીંછને હડકવા થયાનો એક જ મામલો નોંધાયો છે,ધ્રુવીય રીંછ વારંવાર આર્ક્ટિક શિયાળનાં સંપર્કમાં આવતા રહેવ છતાં પણ,જે મોટે ભાગે હડકવા ધરાવતાં હોય છે. [૬૯] બેક્ટેરિયલ લેપ્ટોસ્પાઇરોસીસ અને મોર્બિલ્લિવાયરસ નોંધયેલ છે. ધ્રુવીય રીંછને કેટલીક વાર વિવિધ ચર્મ રોગોની સમસ્યા થાય છે,જેનું કારણ ધનરડાં કે અન્ય પરોપજીવી હોઈ શકે.
ધ્રુવીય રીંછ ભાગ્યે જ 25 વર્ષથી વધુ જીવી શકે છે.[૭૪] નોંશેલ માહિતી મુજબ સૌથી વૃદ્ધ વન્ય રીંછ 32 વર્ષની વયે મૃત્યુ પામ્યું.જ્યારે સૌથી વૃદ્ધ બંદી માદા હતી જે 1991માં 43 વર્ષની વયે મરણ પામી.[૭૫] સૌથી વૃદ્ધ જીવિત ધ્રુવીય રીંછ એસિનીબોઇન પાર્ક પ્રાણીસંગ્રહાલયનું ડેબી છે,જે કદાચ ડિસેમ્બર,1966 માં જન્મ્યું હતું.[૭૫] વન્ય પુખ્ત ધ્રુવીય રીંછના મૃત્યુના કારણો વિશે પૂરી જાણકારી નથી,કેમકે આ પ્રજાતિના શીત આવાસમાં ભાગ્યે જ મૃતદેહ મળી આવે છે.[૬૯] જંગલમાં,વૃદ્ધ ધ્રુવીય રીંછ અંતે ખૂબ નબળા બની જાય છે અને શિકાર ન પકડી શકવાને લીધે,ધીમે-ધીમે ભૂખમરાથી મરણ પામે છે. બની શકે કે અકસ્માતમાં કે લડાઈમાં ઘાયલ ધ્રુવીય રીંછ મૃત્યુ પામે અથવા અસરકારક રીતે શિકાર કરવા અસમર્થ બનતા,ભૂખમરો વેઠે.[૬૯]
ધ્રુવીય રીંછ તેની સીમામાં સર્વોચ્ચ શિકારી હોય છે. ઘણી પ્રાણી પ્રજાતિઓ,ખાસ કરીને આર્ક્ટિક શિયાળ અને ગ્લોઉકસ ગલ,હંમેશા ધ્રુવીય રીંછનાં શિકારના મૃતદેહ ખાય છે.[૪૬]ધ્રુવીય રીંછ અને ગોળ સીલ વચ્ચેનો સંબંધ એટલો નજીકનો છે કે અમુક ક્ષેત્રોમાં સીલની વિપુલ માત્રા ધ્રુવીય રીંછની ગીચતા અને પ્રાજનનિક સફળતાને નિયંત્રિત કરે છે. સીલ પર ધ્રુવીય રીંછના શિકારનુંઉત્ક્રાંતિક દબાણ,આર્ક્ટિક અને એન્ટાર્કટિક સીલો વચ્ચે અમુક અગત્યની ભિન્નતાઓને પ્રેરે છે. એન્ટાર્કટિકની સરખામણીએ, જ્યાં કોઈ મુખ્ય સ્થાનિક શિકારી નથી,દરેક આર્ક્ટિક સીલ વ્યક્તિદીઠ વધુ શ્વસન છિદ્રોનો ઉપયોગ કરે છે,બરફ પર આવીને તે વધુ બેચેન જણાય છે,અને ભાગ્યે જ બરફ પર મળ-વિસર્જન કરે છે.[૪૬] મોટા ભાગનીઆર્ક્ટિક સીલ પ્રજાતિનાં બચ્ચોના ફર સફેદ હોય છે,કદાચ શિકારીઓથી છલાવરિત થવા માટે, જ્યારે એન્ટાર્કટિક સીલનુ ફર જન્મ સમયે કાળું હોય છે.[૪૬]
ધ્રુવીય રીંછ ભાગ્યે જ કોઈ શિકારી સાથે સંઘર્ષમાં ઉતરે છે,જોકે હમણાં ધ્રુવીય રીંછના પ્રદેશમાં ભૂરા રીંછના અતિક્રમણે શત્રુતાપૂર્ણ દ્વંદ્વને પ્રેર્યું છે. ભૂરા રીંછ મડદા પરના વિવાદોમાં ધ્રુવીય રીંછ પર વર્ચસ્વ ધરાવે છે,[૭૬]અને ભૂરા રીંછોની ગુફામા ધ્રુવીય રીંછના મૃત બચ્ચા મળી આવ્યાં છે.[૭૭] ધ્રુવીય રીંછને ભાગ્યે જ વરુઓનો સામનો કરવો પડે છે,છતાં વરુઓના જૂથે ધ્રુવીય રીંછનાં બચ્ચાઓને મારી નાખ્યાંના બે કિસ્સ નોંધાયા છે.[૭૮] ધ્રુવીય રીંછ કેટલીક વાર આર્ક્ટિક પરોપજીવીઓ અલાસ્કોઝીટ્સ એન્ટાર્કટિકસ ના આશ્રયદાતા બને છે.[૪૬]
ધ્રુવીય રીંછ ઇનુઈટ, યુપીક, ચુક્ચી, નેનેટ્સ, રશિયન પોમર્સ અને અન્ય સહિત આર્ક્ટિકના લોકોને મહત્વના કાચા માલ પણ પૂરા પાડે છે, શિકારીઓ,રીંછનું ધ્યાન બીજે ખેંચવા સામાન્યતઃ કૂતરાઓની ટુકડીનો ઉપયોગ કરતા હતા,જેને લીધે તેમને રીંછને ભાલો મારવાનો કે નજીકથી તીર ચલાવવાનો મોકો મળી જતો હતો.[૭૯] કેદ કરેલ પ્રાણીઓના લગભગ બધા અંગ ઉપયોગી હોય છે.[૮૦] ફ્ર્રનો ઉપયોગ ખાસ કરીને પાટલૂન સીવવા માટે થતો હતો,નેનેટ દ્વારા,રબ્બરના જોડાં જેવા પગરખા બનાવવા કરવામાં આવતો હતો,જેને ટોબોક કહેવાતું;માંસ ખાદ્ય છે,ટ્રીકીનોસીસના અમુક જોખમ છતા;ચરબીનો ઉપયોગ આહારમાં વ્હેલ અને સીલની ચરબી સાથે ઘરમાં પ્રકાશ માટેનાં બળતણમાં થતો;સ્નાયુનો ઉપયોગ કપડા સીવવાના દોર તરીકે થતો;ઔષધીય હેતુઓ માટે પિત્તાશય અને કેટલીક વાર હ્રદયને સૂકવી અને ભૂક્કો કરવામાં આવતો;મોટા રાક્ષી દાંત માદળિયાં માટે વપરાતાં.[૮૧] વિટામીન એ નું ઉચ્ચ સંકેન્દ્રણ ઝેરી હોઇ ફક્ત યકૃતનો ઉપયોગ નથી થતો.[૮૨] પોતાના કૂતરાઓને સંભાવિત વિષાક્તતાથી બચાવવા શિકારી એમ સુનિશ્ચિત કરે છે કે યકૃતને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યું છે અથવા દફનાવી દેવામાં આવેલ છે.[૮૧] પારંપરિક નિર્વાહ શિકાર એટલા નાના પાયા પર થતો હતો કે તેનાથી ધ્રુવીય રીંછની વસ્તી પર અસર થતી નહોતી,ખાસ કરીને એટલા માટે કે ધ્રુવીય રીંછનાં નિવાસ ક્ષેત્રમાં માનવ વસ્તી બહુ ઓછી થઇ હતી.[૮૩]
રશિયામાં,ધ્રુવીય રીંછના ફરનો આર્થિક વેપાર 14મી સદીમાં પહેલેથી જ કરાતો હતો,છતાં તેનું મૂલ્ય આર્ક્ટિક શિયાળ અને રેંડીયરના ફર સુદ્ધાથી ઓછું હતું.[૮૧] 16મી અને 17મી સદીમાં યુરેશિયન આર્ક્ટિકમાં માનવ વસ્તીમાં વૃદ્ધિ અને અગ્ન્યસ્ત્રોના આગમન અને વધતા વેપારે,ધ્રુવીય રીંછના શિકારમાં નાટકીય રીતે વધારો કર્યો.[૩૯][૮૪] તથાપિ,ધ્રુવીય રીંછના ફરે હંમેશા નજીવી આર્થિક ભૂમિકા ભજવી છે,ઐતિહાસિક શિકાર પર માહિતી અધૂરી છે. ઉદાહરણ તરીકે,એ જાણીતું છે કે 1784/1785ના શિયાળામાં,પહેલા જ સ્પિટ્સબર્ગનમાં રશિયન પોમરે ધ્રુવીય રીંછ મેગ્ડાલેન્જોર્ડનમાં 150 ધ્રુવીય રીંછનો શિકાર કર્યો.[૮૧] 20મી સદીના આરંભમાં,નોર્વેના શિકારીઓ આ જ સ્થળ પર દર વર્ષે 300 રીંછોનો શિકાર કરતા હતાં. કુલ ઐતિહાસિક શિકારના અનુમાન મુજબ 18મી સદીના આરંભથી ઉત્તરી યુરેશિયામાં વાર્ષિક લગભગ 400-500 પ્રાણીઓનો શિકાર થતો હતો,20મી સદીના પ્રારંભે 1,300 થી 1,500 પ્રાણીઓની ટોચે પહોંચ્યા બાદ,ધીમે ધીમે ઘટાડો થતા સંખ્યા નીચે ગબડી.[૮૧]
20મી સદીના ઉત્તરાર્ધમાં,શિકાર અને ફસાવવાની યાંત્રિક અને અતિ શક્તિશાળી કાર્યક્ષમ પદ્ધતિઓ ઉત્તર અમેરિકામાં પણ વપરાવા લાગી.[૮૫] ધ્રુવીય રીંછોનો સ્નોમોબાઈલ્સ,આઇસબ્રેકર્સ,અને હવાઇ જહાજ દ્વારા પીછો કરવામાં આવતો હતો,તાજેતરમાં આ અભ્યાસને 1965ના ન્યૂ યોર્ક ટાઇમ્સ ના સંપદકીયમાં "એક ગાયને મશીનગન દ્વારા મારવા જેટલું ખેલદિલી ભર્યા" તરીકે વર્ણવવામાં આવ્યું.[૮૫] 1960ના દસકામાં આ સંખ્યા ઝડપથી વધી,તે વર્ષે 1250 રીંછની કુલ વૈશ્વિક સંખ્યા સાથે 1968ની ચરમસીમાએ પહોંચી.[૮૬]
ભવિષ્યમા આ પ્રજાતિના બચાવની ચિંતાઓએ ધ્રુવીય રીંછના શિકાર નિયમો પર રાષ્ટ્રીય કાયદાઓને પ્રેરિત કર્યાં.જે મધ્ય 1950માં શરૂ થયાં.[૮૭] 1973માં પાંચ દેશો જેના કેનેડા, ડેનમાર્ક (ગ્રીનલેન્ડ), નોર્વે (સ્વાલબાર્ડ),યુએસએસઆર (હવે રશિયન સંઘ) અને યુએસએ (અલાસ્કા) તેમણે આંતરરાષ્ટ્રીય ધ્રુવીય રીંછ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યાં.
ઓસ્લો કરાર તરીકે પણ જાણીતું,તે શીત યુદ્ધ સમયે આંતરરાષ્ટ્રીય સહયોગનુ વિરલ ઉદાહરણ હતું. જીવવૈજ્ઞાનિક ઇયાન સ્ટર્લીંગેટિપ્પણી કરી કે, "ઘણા વર્ષો સુધી,સમગ્ર આર્ક્ટિકમાં ધ્રુવીય રીંછનું સંરક્ષણ એક જ એવો વિષય હતો કે જેના પર લોખંડી પડદાની બંને બાજુના દેશો એક કરાર પર સહી કરવા પુરતા સહમત થઇ શક્યાં. આ શાનદાર શિકારી પ્રત્યે માનવીય આકર્ષણની આવી ઉત્કટતા હતી,જે એકમાત્ર દરિયાઇ રીંછ છે."[૮૮]
[૮૯]જોકે આ કરાર પોતે પ્રવર્તનીય નથી,સભ્ય દેશો આર્થિક અને મનોરંજક શિકાર પર પ્રતિબંધ મૂકવા,હવાઇજહજ અને આઇસબ્રેકર વડે શિકાર અને સંશોધનોને આગળ વધારવા સહમત થઇ ગયાં. આ કરાર "પારંપરિક પદ્ધતિઓનો ઉપયોગ કરતા સ્થાનિક લોકો,"ને શિકાર કરવા દે છે,છતાં સભ્ય દેશોએ એની વ્યાખ્યા ઉદારતાથી કરી છે. નોર્વે અ પાંચમાંનો એકમાત્ર દેશ છે જેમાં ધ્રુવીય રીંછનાં બધા જ પ્રકારના શિકાર પ્રતિબંધિત છે.
દેશો વચ્ચે ધ્રુવીય રીંછની સહિયારી ઉપ-વસ્તીના સહ-વ્યવસ્થાપન માટે કરાર કરવામાં આવ્યા. ઘણા વર્ષોની વાટાઘાટ પછી,ઓક્ટોબર 2000માં રશિયાઅને યુ.એસે. અલાસ્કા અને ચુકોટકામાં સંયુકત રીતે સ્વદેશી નિર્વાહ શિકારનો હિસ્સો નક્કી કરવા કરાર કર્યો છે.[૯૦] કરારને ઓક્ટોબર 2007માં મંજૂર કરાયો.[૯૧]
સોવિયેત સંઘે 1956માં ધ્રુવીય રીંછના બધા જ શિકાર પર પ્રતિબંધ મોક્યો, છતા ચોરી છુપે શિકાર ચાલુ રહ્યા અને તેને ધ્રુવીય રીંછની વસ્તી માટે ગંભીર ખતરો મનાય છે.[૨૪] હાલના વર્ષોમાં, દરિયાઈ હિમ સંકોડાઈ જતા ધ્રુવીય રીંછ ચુકોટકામાં તટવર્તી ગામોમાં આવવા લાગ્યા છે, જેનાથી મનુષ્યો પર ખતરો વધ્યો છે અને સાથે એ ચિંતા પણ વધી છે કે ગેરકાયદેસર શિકારમાં વધારો થઇ શકે છે.[૯૨] 2007માં,રશિયન સરકારે ફક્ત ચુકોટકાના વતનીઓ મટે નિર્વાહ શિકાર કાયદેસર બનાવ્યો છે,બચ્ચાઓનો ગેરકાનૂની શિકાર રોકવાના એક ઉપાય તરીકે રશિયાના મુખ્ય સંશોધકોએ અને વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરે આ પગલાનું સમર્થન કર્યું.[૯૨]
ગ્રીનલેન્ડમાં,આ પ્રજાતિ માટેના નિયંત્રણો સૌપ્રથમ 1994માં શરૂ કરાયા,અને એક વહીવટી આદેશ દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યાં.[૨૪] 2005 સુધી,ગ્રીનલેન્ડે સ્થાનિક લોકો માટે કોઇ જ મર્યાદા મૂકી નહોતી. 2006મા તેણે 150ની એક મર્યાદા નક્કી કરી. પહેલી વાર તેણે મનોરંજન શિકાર માટેની મંજૂરી આપી.[૯૩] અન્ય વ્યવસ્થાઓમાં,માતાઓ અને બચ્ચાઓનું વર્ષ પર્યંત સંરક્ષણ,પ્રયુક્ત હથીયારો પર પ્રતિબંધ અને શિકારની સૂચી બનાવવા વિવિધ વહીવટી જરૂરિયાતોનો સમાવેશ થતો હતો.[૨૪]
કેનેડામાં લગભગ 500 રીંછની માનવ દ્વારા હત્યા થઇ જાય છે,[૯૪]એવો દર જેને વૈજ્ઞાનિકોએ અમુક ક્ષેત્રો માટે અસુરક્ષિત માન્યો છે,ખાસ કરીને બફીન ખાડી.[૨૩] 1970થી કેનેડાએ સ્થાનિક ભોમિયા અને શ્વાન સ્લેજ ટુકડી સાથે ખેલાડી શિકારીઓને અનુમતિ આપી હતી ,[૯૫] પણ આ અભ્યાસ 1980ના દસકા સુધી સામાન્ય નહોતો.[૯૬] ખેલાડી શિકારીઓનું માર્ગદર્શન,દેશી સમુદાયો માટે,જેની આર્થિક તકો ઓછી છે તેમને સાર્થક રોજગારી અને આવકનો મહત્વનો સ્રોત પૂરો પડે છે.[૨૫] શિકારની રમતો સીડીએન ઉત્તરી સમુદાયોમાં $ 20,000થી $ 35,000 લઇ આવી શકે છે,જે હાલમાં મોટે ભાગે અમેરિકન શિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે.[૯૭]
15 મેં 2008ના રોજ,યુ.એસે.નાશપ્રાય પ્રજાતિ ધારાહેઠળ ધ્રુવીય રીંછને લુપ્તપ્રાય પ્રજાતિની યાદીમાં મૂક્યું અને બધા ધ્રુવીય રીંછ પારિતોષિકોની ayayt પર પ્રતિબંધ મૂક્યો. દરિયાઇ સસ્તન ધારા હેઠળ,ધ્રુવીય રીંછમાંથી બનેલ ઉત્પાદનોની આયાતની 1972થી 1994 સુધી મનાઈ કરવામાં આવી,અને 1994થી 2008 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ પ્રતિબંધ હેઠળ,કેનેડામાં શિકાર અભિયાનોમાં પ્રાપ્ત શિકાર રમતોનાં પારિતોષિકોને આયાત કરવા માટે સંયુક્ત રાજ્યો મત્સ્ય અને વન્યજીવન સેવાપાસેથી પરવાનગી આવશ્યક હતી. આ પરવાનગી પ્રક્રિયામાં એ જરૂરી હતું કે રીંછને ધ્વનિ વ્યવસ્થાપન નિયમો પર આધારિત ક્ષેત્રમાંથી લેવાયું હોય.[૯૮] 1994 પછી,800થી વધુ શિકાર-રમતવાળા ધ્રુવીય રીંછ પારિતોષિકોને અમેરિકામાં આયાત કરાયા.[૯૯]
સમસ્યા એ છે કે કેનેડામાં ધ્રુવીય રીંછના શિકારની મર્યાદાનું વ્યવસ્થાપન,શિકાર રમતો હતોત્સાહિત થાય એ રીતે કરાય છે,જે ટૂંકા ગાળામાં માર્યા ગયેલ રીંછોની સંખ્યામાં વધારો કરશે.[૨૫] કેનેડા,દર વર્ષે રમત અને નિર્વાહ શિકાર માટે પરવાનગીની એક નિશ્ચિત સંખ્યા ફાળવે છે,અને એમાંથી જેનો ઉપયોગ શિકાર-રમતો માટે ન કરાયો હોય એને પુન: સ્થાનિક લોકોને નિર્વાહ શિકાર કરવા માટે ફાળવવામાં આવે છે. જ્યાં વતની સમુદાયો તેમને દર વર્ષે પરવાનગી હોય એટલા બધા જ ધ્રુવીય રીંછને મારી નાખે છે,અને ધ્રુવીય રીંછને મારવાની પરવાનગી ધરાવતા શિકારી ખેલાડીઓમાંથી લગભગ અડધા જ એક ધ્રુવીય રીંછને મારે છે. જો શિકારી ખેલાડી ધ્રુવીય રીંછ પોતાની પરવાનગી પૂરી થાય એ પહેલા ધ્રુવીય રીંછને ન મારે તો ,પરવાનગી અન્ય શિકારીના નામે થઈ ન શકે.[૨૫]
કેનેડિયન શિકારોમાંના 80% નુનાવત વિસ્તારમાં થાય છે.[૯૪] 2005માં,નુનાવત સરકારે વૈજ્ઞાનિક સમૂહના વિરોધ છતા રીછની મર્યાદા 400થી વધારીને 518[૧૦૦] કરી.[૧૦૧] બે ક્ષેત્રોમાં,જ્યાં રીંછોના વધુ દેખાવને લીધે શિકાર સ્તરમાં વધારો કરાયો છે ત્યાં વૈજ્ઞાનિક અભ્યાસોએ વસ્તી ઘટતી હોવાનું દર્શાવ્યું છે.[૧૦૨] જયારે આ મર્યાદાનો મોટો ભાગનો શિકાર સ્થાનિક ઇનુઈટ લોકો દ્વારા કરવામાં આવે છે.એમાંથી એક મોટો ભાગ મનોરંજન શિકારીઓને વેચી નખાય છે. (1970ના દશકમાં 0.8%,1980ના દશકમાં 7.1%,અને 1990ના દશકમાં 14.6%)[૯૬] નુનાવતના ધ્રુવીય રીંછ જીવવિજ્ઞાની,મિશેલ ટેયલર,જે અગાઉ એ વિસ્તારમાં ધ્રુવીય રીંછના સંરક્ષણ માટે જવાબદાર હતા,ભારપૂર્વક કહે છે કે,રીંછની સંખ્યાને હાલની શિકાર મર્યાદા હેઠળ સુરક્ષિત રખાઈ રહી છે.[૧૦૩] ઉત્તરપશ્ચિમ પ્રદેશોની સરકાર ઈનુવીઆલુઈટમાં પોતાની ખુદની 72-103ની મર્યાદા નક્કી કરે છે જેમાંથી અમુક શિકાર-ખેલાડીઓ માટે અલગ રાખવામાં આવે છે.
2010માં ,2005 થી વધારો આંશિક રીતે ઉલટો હતો. નુનાવતના સરકારી અધિકારીઓએ ઘોષિત કર્યું કે બેફીન ખાડી ક્ષેત્ર માટે ધ્રુવીય રીંછ મર્યાદા વર્ષ 2013 સુધીમાં 105થી ધીમે ધીમે 65 કરવામાં આવશે.[૧૦૪] પર્યાવરણ કેનેડાએ પણ જાન્યુઆરી 1, 2010થી કેનેડામાંથી ફર,નહોર,કંકાલ અને બફીન ખાડીમાં શિકાર કરાયેલ ધ્રુવીય રીંછમાંથી બનેલ અન્ય ઉત્પાદનોની નિકાસ પ્રતિબંધિત કરી.[૧૦૪]
2008માં,વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન (આઈ.યુ.સી.એન.)ના અહેવાલ અનુસાર ધ્રુવીય રીંછની વૈશ્વિક વસ્તી 20,000થી 25,000,અને ઘટી રહી છે.[૧] 2006માં, આઈ.યુ.સી.એને.ધ્રુવીય રીંછને પ્રજાતિ of ન્યૂનતમ ચિંતાની પ્રજાતિમાંથી નાજુક પ્રજાતિમાં પદુન્નત કર્યું.[૧૦૫] તેને દર્શાવ્યું કે "ત્રણ પેઢીમાં(45 વર્ષ) વસ્તીમાં 30% ઘટવાની આશંકા",મુખ્યત્વે વૈશ્વિક ઉષ્ણતાને લીધે.[૭] ધ્રુવીય રીંછ માટેના અન્ય જોખમોમાં ઝેરી પ્રદૂષકો સ્વરૂપે પ્રદૂષણ,વહાણો સાથે ભેટો,મનોરંજક ધ્રુવીય રીંછ દર્શનથી તનાવ,અને તેલ અને ગેસની શોધ અને વિકાસ.[૭] The આઈ.યુ.સી.એ.ને. કાનૂની અને ગેરકાનૂની શિકાર દ્વારા "અતિ શિકારનું શક્ય જોખમ" પણ દર્શાવ્યું.[૭]
વિશ્વ વન્યજીવન ભંડોળ અનુસાર, ધ્રુવીય રીંછનાં દર્શક આર્ક્ટિક જૈવપ્રણાલીના આરોગ્યના દર્શક તરીકે અગત્યનું છે. સમગ્ર આર્ક્ટિકમાં શું થઇ રહ્યું છે તે સમજવા ધ્રુવીય રીંછનું અવલોકન કરાય છે,ખતરામાં હોઈ ધ્રુવીય રીંછ હંમેશા આર્ક્ટિક દરિયાઇ જૈવપ્રણાલીમાં કંઇક ખોટુ હોવાનો સંકેત આપે છે.[૧૦૬]
આઈયુસીએન,આર્ક્ટિક આબોહવા પ્રભાવ આકલન, સંયુક્ત રાજ્ય ભૂસ્તરીય સર્વેક્ષણ અને ઘણા અગ્રણી ધ્રુવીય રીંછ જીવવૈજ્ઞાનિકોએ હાલની ગરમીને જોતા, પ્રજાતિઓના અસ્તિત્વ જોખમમાં હોવા સહિત વૈશ્વિક ઉષ્ણતાની અસરો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.[૨૨][૧૦૭][૧૦૮][૧૦૯][૧૧૦][૧૧૧]
વૈશ્વિક ઉષ્ણતાથી સૌથી મોટો ખતરો છે આવાસ ગુમાવવાને લીધે થતા કુપોષણ કે ભૂખમરો. ધ્રુવીય રીંછ દરિયાઈ બરફના માધ્યમથી સીલનો શિકાર કરે છે. વધતા તાપમાનને લીધે દરિયાઈ બરફ વર્ષમાં વહેલો પીગળી જાય છે,જેનાથી રીંછને ઉનાળાના અંત અને પાનખર ઋતુની શરૂઆતમાં ઓછા આહારના ગાળામાં ટકી રહેવા તે પુરતો ચરબી સંચય કરે તે પહેલા કિનારા તરફ ચાલ્યું જવું પડે છે.[૭૧] હિમખંડો ઓછા થઇ જતા રીંછોને ઘણું લાંબુ તરવું પડે છે,જે તેમના ઉર્જા સંગ્રહને ક્ષીણ કરે છે અને ક્યારેક ડૂબી પણ જાય છે.[૧૧૨] પાતળો દરિયાઈ બરફ વધુ આસાનીથી ખંડિત થઇ જાય છે,જે ધ્રુવીય રીંછ માટે સીલ પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ બનાવે છે.[૪૯] અપુરતું પોષણ,પુખ્ત માદાઓમાં નિમ્ન પ્રજનન દરનું અને બચ્ચા અને કિશોર રીંછોમાં જીવિત રહેવાના નિમ્ન દરનું કારણ બને છે,એ સિવાય બધી વયના રીંછોમાં દુર્બળ દેહ જોવ મળે છે.[૨૨]
પોષણસંબંધી તણાવ સિવાય,ઉષ્ણ આબોહવા ધ્રુવીય રીંછનાં જીવનના વિવિધ પાસાઓને પ્રભાવિત કરે છે: દરિયાઇ બરફમા પરિવર્તન,યોગ્ય પ્રસૂતિ ગુફા બનવવાની ગર્ભસ્થ માદાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. હિમખંડ અને તટ વચ્ચે જેમ જેમ અંતર વધે છે.તેમ માદાને જમીન ઉપયુક્ત ગુફા ક્ષેત્ર સુધી પહોંચવા વધુ દૂર સુધી તરવુ પડે છે.[૨૨] પર્માંફ્રોસ્ટનુ પીગળવું એ રીંછોને પ્રભાવિત કરશે કે જે પરંપરાગત રીતે ભૂગર્ભીય ગુફા ખોદે છે,અને ગરમ શિયાળાને લીધે ગુફાની છત તૂટી શકે છે અથવા એની ઉષ્મારોધકતા ઓછી થઇ જશે.[૨૨] હાલમાં બહુવર્ષીય હિમ પર ગુફા બનાવતા ધ્રુવીય રીંછ માટે,હિમ ગતિશીલતાને લીધે શક્ય છે કે માતા અને નાના બચ્ચાઓને વસંતમાં સીલના શિકાર માટેના ક્ષેત્રોએ પાછું ફરવા વધુ અંતર કાપવું પડે.[૨૨] ગરમ આબોહવામાં રોગકારક સૂક્ષ્મ જીવો અને પરોપજીવીઓ સરળતાથી વૃદ્ધિ પામશે.[૪૯]
ધ્રુવીય રીંછ અને મનુષ્ય વચ્ચેની સમસ્યાજનક આંતરક્રિયાઓ,જેમકે રીંછનું કચરામાં ખોરાક શોધવું,ઐતિકાસિક રીતે હિમખંડ ખંડન જલ્દી થયુ અને સ્થાનિક ધ્રુવીય રીંછ પ્રમાણમાં પાતળા જણાયા એ વર્ષોમાં વધુ જવા મળી.[૧૦૭] જેમ જેમ દરિયાઈ બરફ સંકોચાતો જશે અને ભૂખ્યા રીંછ ભૂમિ પર આહાર શોધવાની કોશિશ કરશે તેમ તેમ માનવ-રીંછ વચ્ચે વધતી આંતરક્રિયાઓ,હજી વધવાની આશંકા છે,જેમાં માનવો પર ઘાતક હુમલાનો સમાવેશ થઇ જાય છે.[૧૦૭][૧૧૩]
વૈશ્વિક ઉષ્ણતાની અસરો,ધ્રુવીય રીંછની દક્ષિણ સીમાએ સૌથી વધુ છે,અને આ ખરેખર એ જ ક્ષેત્ર છે જ્યાં સ્થાનિક વસ્તીમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો.[૧૧૧] સીમાના એક દક્ષિણ ભાગે પશ્ચિમ હડસન ખાડીની ઉપ-વસ્તી,ધ્રુવીય રીંછની એવી ઉપ-વસ્તી છે કે જેનું નિરીક્ષણ સૌથી સારી રીતે કરાયું છે. આ ઉપ-વસ્તી,વસંતના અંતે પ્રચુર માત્રામાં ગોળાકાર સીલ ખાય છે,જ્યારે નવા-નવા સ્તનપાનથી દૂર કરેલ અને સરળતાથી શિકાર બની શકે એવા સીલના બચ્ચા પુષ્કળ હોય છે.[૧૦૨] વસંતના અંતે જયારે બરફ પીગળીને તૂટવા લાગે ત્યારે ધ્રુવીય રીંછ માટે શિકારની મોસમ પૂરી થાય છે,અને તેઓ સમુદ્ર પાછો જામે ત્યાં સુધી નિરાહારી કે અલ્પાહારી રહે છે.[૧૦૨]
હવાના ગરમ તાપમાનને લીધે, પશ્ચિમ હડસનની ખાડીમાં હિમખંડ ખંડન પહેલાની સરખામણીએ ત્રણ સપ્તાહ વહેલું થાય છે,જે ધ્રુવીય રીંછનાં બચ્ચાની પોષણ અવધી ઓછી કરી રહ્યું છે.[૧૦૨] આ ગાળામાં ધ્રુવીય રીંછના શરીરની હાલત બગડી છે; એક માદા ધ્રુવીય રીંછ(સંભવત: ગર્ભસ્થ)નું સરેરાશ વજન 1980માં લગભગ 290 kg (640 lb) અને 2004માં230 kg (510 lb)હતું.[૧૦૨] 1987 અને 2004ની વચ્ચે, પશ્ચિમ હડસનની ખાડીની વસ્તી 22% ઘટી.[૧૧૪]
અલાસ્કામાં,દરિયાઈ બરફ સંકોચનને લીધે બચ્ચાઓનો મૃત્યુ દર ઊંચો થઇ ગયો છે,અને તે સાથે ગર્ભસ્થ માદાઓની ગુફાઓના સ્થાનમાં પણ પરિવર્તન આવ્યું છે.[૭૦][૧૧૫] હાલમાં જ,આર્ક્ટિકમા ધ્રુવીય રીંછોને શિકાર શોધવા માટે સામાન્ય કરતા ઘણું વધુ તરવું પડ્યું છે,જેના પરિણામે અસમાન્ય રીતે વિશાલ હિમખંડના પ્રત્યાગમનમાં રીંછ ડૂબવાના ચાર કિસ્સા નોંધાયા.[૧૧૨]
ધ્રુવીય રીંછ સતત કાર્બનિક પ્રદૂષકના ઉચ્ચ સ્તરનો સંગ્રહ કરે છે જેમકે પોલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ (પીસીબીઝ) અને ક્લોરીનેટેડ જંતુનાશકો. આહાર શૃંખલામાં સૌથી ઉપર હોવાને લીધે,જેમાં એમનો આહાર હેલોકાર્બન સંકેદ્રણવાળી ચરબી છે,તેમના શરીર આર્ક્ટિક સસ્તનોમાં સૌથી વધુ દૂષિત હોય છે.[૧૧૬] હેલોકાર્બન્સ,અન્ય પ્રાણીઓ માટે ઝેરી હોય છે કેમકે તેઓ અંત:સ્રાવ રસાયણ અને જૈવચિહ્નની નકલ કરે છે,જેમકે ઇમ્યુનોગ્લોબિન જી અને રેટિનોલ ધ્રુવીય રીંછ પર સમાન અસર દર્શાવે છે. પીસીબીઝ પર સૌથી વધુ અભ્યાસ કરવામાં આવ્યો છે,અને તે જન્મ ત્રુટિ અને પ્રતિકારકતંત્રની ખામી સાથે સાંકળવામાં આવ્યું છે.[૧૧૭]
આમાંથી સૌથી વધુ કુખ્યાત રસાયણો,જેમકે પીસીબીઝ અને ડીડીટીને, આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિબંધિત કરાયા છે. ધ્રુવીય રીંછની પેશીઓમાં તેની સાંદ્રતાને લીધે પ્રતિબંધ બાદ પણ આહાર શૃંખલાનાં માધ્યમથી ફેલાઈને રસાયણો દસકાઓ સુધી વૃદ્ધિ પામ્યે રાખ્યા,જોકે આ પ્રવૃત્તિ ઓછી થતી જણાય છે,કેમકે 1989-1993માં કરાયેલ અભ્યાસ અને 1996-2000માં કરાયેલ અભ્યાસ મુજબ પીસીબીઝનું પેશીમાં સંકેન્દ્રણ ઓછું થતું ગયું.[૧૧૮] ક્યારેક ધ્રુવીય રીંછમાં અતિ ભારે ધાતુઓ પણ મળી આવી છે.
ધ્રુવીય રીંછના આવાસમાં તેલ અને ગેસના વિકાસની રીંછો પર વિવિધ રીતે અસર થઈ શકે છે. આર્ક્ટિકમાં એ ક્ષેત્રમાં તેલ ફેલાવાના સંકેન્દ્રિત હોવાની શક્યતા હોય છે જ્યાં ધ્રુવીય રીંછ અને તેના શિકારનું પણ સંકેન્દ્રણ હોય છે,જેમકે દરિયાઈ બરફના મુખ પર.[૭] ધ્રુવીય રીંછ ઉષ્મારોધન માટે આંશિક રીતે પોતાના ફર પર આધારિત રહે છે,તેમના ફર પર તેલ લાગી જતા તેનું ઉષ્મારોધક મૂલ્ય ઘટી જાય છે.તેલ ફેલાઈ જતા રીંછને [[અધોષ્ણતા/0}થી મરવાનું જોખમ ઊભું થાય છે.|અધોષ્ણતા/0}થી મરવાનું જોખમ ઊભું થાય છે.[૫૩]]] તેલ ફેલાવાની સ્થિતિના ભોગ બનેલ ધ્રુવીય રીંછોને તેમના ફર પરથી તેલ ચાટતા હોવાનું જોવા મળ્યું છે,જેના lidhe તેમના મૂત્રપિંડ ખરાબ થઇ જાય છે.[૫૩] ગર્ભસ્થ માદાઓ અને શિશુઓ સાથેની માદા દ્વારા વપરાયેલ પ્રસૂતિ ગુફા પણ નજીકના કોઈ તેલ શોધ અને વિકાસ કાર્યથી અસરગ્રસ્ત થઈ શકે છે. આ સંવેદનશીલ સ્થળોમાં ખલેલ,માતાને અકાળે તેની ગુફા છોડવા પર કે તેના આખા શાવકસમૂહનો ત્યાગ કરવા મજબૂર કરી શકે છે.[૭]
યુ.એસ.ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ એવુ અનુમાન લગાવે છે કે વિશ્વનાં બે-તૃત્યાંશ ધ્રુવીય રીંછ 2050 સુધીમાં લુપ્ત થઇ જશે,આ અનુમાન વૈશ્વિક ઉષ્ણતાને લીધે થતાં દરિયાઈ બરફનાં સંકોચન માટેના ઉદાર અનુમાનો પર આધારિત છે.[૪૯] આ રીંછ યુરોપ,એશિયા,અને અલાસ્કામાંથી અદૃશ્ય થઇ હશે અને,કેનેડાના આર્ક્ટિક દ્વીપસમૂહ અને ઉત્તરી ગ્રીનલેન્ડ તટીય વિસ્તારોમાંથી ઓછા થઇ જ્શે. 2080 સુધીમાં,ગ્રીનલેન્ડ અને ઉત્તરીય કેનેડિયન તટ પરથી સાવ ગાયબ થઇ જશે,આર્ક્ટિકના આંતરિક દ્વીપસમૂહમા થોડીક સંખ્યા બાકી રહેશે.[૪૯]
અનુમાનોમાં જેટલી માત્રામાં ધ્રુવીય રીંછ ભૂમિગત આહાર સ્રોતો તરફ વળીને આબોહવા પરિવર્તન સાથે અનુકૂલિત જશે તેટલી માત્રામાં ભિન્નતા હોઈ શકે. નુનાવત સરકારના વન્યજીવન સંશોધન નિર્દેશક,મિશેલ ટેયલરે,યુએસ મત્સ્ય અને વન્યજીવન સેવાને દલીલ કરતા લખ્યું કે આ સમયે સ્થાનિક અધ્યયનો વૈશ્વિક સંરક્ષણ માટે અપૂરતા છે. પત્રમાં હતું કે, "હાલમાં,ધ્રુવીય રીંછ સૌથી સારી રીતે સંચાલિત વિશાળ આર્ક્ટિક સસ્તનોમાંનું એક છે. જો બધા આર્ક્ટિક ધ્રુવીય રીંછ કરારના નિયમો અને હેતુઓનું પાલન કરશે તો, ધ્રુવીય રીંછનું ભવિષ્ય સુરક્ષિત છે. સ્પષ્ટત: ધ્રુવીય રીંછ બદલાતી આબોહવાથઈ અનુકૂલિત થઇ શકે છે. તેઓએ અસ્થિર આબોહવા માટે પંકાયેલ હજારો વર્ષોના ગાળામાં વિકાસ સાધી તેમનું અસ્તિત્વ ટકાવ્યું છે."[૧૦૩] અલાસ્કાના મત્સ્ય અને ક્રીડા વિભાગના નાયબ અધિકારી,કેન ટેયલરે,કહ્યું છે કે, " જો ધ્રુવીય રીંછ ગ્રીઝલી રીંછની જેમ ઇંડા દેતી સાલમોન માછલી ખાઈને જીવતા શીખી લે,તો મને નવાઈ નહિ લાગે."[૨૫]
જોકે,ઘણા વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતોને અનુભવહીન માને છે;[૨૫]ઉચ્ચ અક્ષાંક્ષ પર ક્ષેત્રીય આહારના સ્રોતોની કમીને લીધે કાળા અને ભૂરા રીંછ નાના હોવાનું નોંધયેલ છે.[૧૦૨] પ્રજાતિ પર એક વધારાનું ખતરો એ છે કે જો તેઓ ભૂમિ પર વધુ સમય વિતાવશે તો ,તેઓ ભૂરા કે ગ્રીઝલી રીંછ સાથે સંકરણ પામશે.[૧૧૧] The આઈ.યુ.સી.એને. લખ્યું:
Polar bears exhibit low reproductive rates with long generational spans. These factors make facultative adaptation by polar bears to significantly reduced ice coverage scenarios unlikely. Polar bears did adapt to warmer climate periods of the past. Due to their long generation time and the current greater speed of global warming, it seems unlikely that polar bear will be able to adapt to the current warming trend in the Arctic. If climatic trends continue polar bears may become extirpated from most of their range within 100 years.[૭]
ધ્રુવીય રીંછના ભવિષ્ય વિષે ચેતવણી એ તથ્યથી અલગ પડે છે કે દુનિયાભરમાં તેમની વસ્તીના અંદાજમાં છેલ્લા 50 વર્ષોમાં વધારો થયો છે અને આજે પ્રમાણમાં સ્થિર છે.[૧૧૯][૧૨૦] વૈશ્વિક વસ્તીના કેટલાક અનુમાન 1970ના દશકની શરૂઆતમાં 5,000-10,000ની આસપાસ છે;[૧૨૧]1980ના દશકમાં અન્ય અનુમાન 20,000-40,000ની આસપાસ હતા.[૨૮][૩૯] હાલના અનુમાનોમાં વૈશ્વિક વસ્તી 20,000 અને 25,000ની વચ્ચે.[૨૪]
પહેલાના અને અનુમાનિત વસ્તી પ્રવૃત્તિઓ વચ્ચે સ્પષ્ટ અસમાનતાના ઘણા કારણ છે:1950 અને 1960ન દસકામાં અનુમાન વૈજ્ઞાનિક મોજણીઓને બદલે શિકારીઓ અને શોધકોની વાતો પર આધારિત હતા.[૧૨૨][૧૨૩] બીજું,શિકાર પર નિયંત્રણ શરૂ કરાયા જેના લીધે અતિ શિકાર કરાયેલ પ્રજાતિઓ ફરી ઉભરી આવી.[૧૨૨] ત્રીજું, વૈશ્વિક ઉષ્ણતાની હાલની અસરોને લીધે વિવિધ ક્ષેત્રોમાં દરિયાઈ બરફના વિપુલ પ્રમાણ જુદી જુદી માત્રામાં પ્રભવિત થયું છે.[૧૨૨] ડબલ્યૂડબલ્યૂએફની માહિતી મુજબ,હાલમાં 19માથી ફક્ત એક જ ધ્રુવીય રીંછ ઉપવસ્તી વધી રહી છે; 3 સ્થિર છે;8 ઘટી રહી છે;અને બાકીની 7 વસ્તી મૂલ્યાંકન માટે અપૂરતી માહિતી ધરાવે છે.[૧૨૦]
ધ્રુવીય રીંછને નાશપ્રાય પ્રજાતિ ધારા હેઠળ સૂચિબદ્ધ કરવાના વિવાદે રક્ષણ સમૂહો અને કેનેડાના ઇનુઈટને વિરોધિ સ્થિતિમાં લાવી દીધા છે;[૨૫]નુનાવત સરકાર અને અને ઘણા ઉત્તરીય નિવાસીઓએ ધ્રુવીય રીંછને ધ્રુવીય રીંછને નાશપ્રાય પ્રજાતિ ધારા હેઠળ સૂચિબદ્ધ કરવા માટે અમેરિકાની પહેલની નિંદા કરી.[૧૨૪][૧૨૫] ઘણા ઇનુઇટને વિશ્વાસ છે કે ધ્રુવીય રીંછની વસ્તી વધી રહી છે,અને શિકાર-રમતો પર પ્રતિબંધથી તમના સમુદાયની આવકને હાની થવાની શક્યતા છે.[૨૫][૧૨૬]
14 મે 2008ના દિવસે,યુ.એસ.આંતિરક વિભાગે ધ્રુવીય રીંછને નાશપ્રાય પ્રજાતિ ધારો હેઠળ નાશપ્રાય પ્રજાતિ તરીકે સૂચિત કર્યું.જેની હેઠળ,તેમણે આર્ક્ટિક દરિયાઈ બરફના પીગળવાને ધ્રુવીય રીંછ માટે એક મુખ્ય ખતરા તરીકે દર્શાવ્યું.[૧૨૭] જોકે,વિભાગે તાત્કાલિક વિધાન કર્યું કે સૂચિબદ્ધ કરવાનો ઉપયોગ ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનના નિયમન માટે ન કરી શકાય અને કહ્યું કે "તે નાશપ્રાય પ્રજાતિ ધારાનો અયોગ્ય ઉપયોગ કહેવાશે. ઈએસએ યુ.એસ.આબોહવા નીતિ. નક્કી કરવા માટે યોગ્ય સાધન નથી."[૧૨૮] જોકે,કેટલાક નીતિ વિશેષજ્ઞોનું માનવું છે કે સરકારના વલણ છતાં,નાશપ્રાય પ્રજાતિ ધારાનો ઉપયોગ એવી યોજનાઓની સંઘીય મંજૂરી જાહેર કરવા માટે કરી શકાય જે ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જનમાં વધારો કરી ધ્રુવીય રીંછ માટે ખતરો બની શકે છે.[૧૨૭] નાશપ્રાય પ્રજાતિ ધારાના આવા અર્થઘટન બદલ પર્યાવરણ સમૂહોએ અદાલત જવાની પ્રતિજ્ઞા લીધી છે.[૧૨૭] 8 મે 2009,બરાક ઓબામાના નવા પ્રશાસને આ નીતિ ચાલુ રાખવાનું ઘોષિત કર્યું છે.[૧૨૯]
ધ્રુવીય રીંછને સંકટગ્રસ્ત પ્રજાતિની યાદીમાં મૂકતી વખતે,આંતરિક વિભાગે એક ક્યારેક જ ઉપયોગી એવી શરત જોડી છે જે તેલ અને ગેસની શોધ અને વિકાસને ધ્રુવીય રીંછના આવાસ ક્ષેત્રોમાં જારી રાખવાની અનુમતિ આપે છે,જો કંપનીઓ દરિયાઇ સસ્તન સંરક્ષણ ધારાના હાલના પ્રતિબંધોનુ પાલન ચાલુ રાખે.[૧૩૦] ધ્રુવીય રીંછને સૂચિબદ્ધ કરવાથી મુખ્ય નવું રક્ષણ એ મળશે કે શિકારીઓ હવે કેનેડામાં ધ્રુવીય રીંછોના શિકારના પારિતોષિકો આયાત નહિ કરી શકે.[૧૩૦]
ધ્રુવીય રીંછ એલ્કહોર્ન કોરલ અને સ્ટેગહોર્ન કોરલ બાદ વૈશ્વિક ઉષ્ણતાને લીધે લુપ્તપ્રાય પ્રજાતિ ધારા હેઠળ સંરક્ષિત થયેલ ખત ત્રીજી જ પ્રજાતિ છે. 4 ઓગસ્ટ 2008,અલાસ્કા રાજ્યે યુ.એસ.આંતરિક વિભાગ સચિવ ડર્ક કેમ્પ્થોર્ન પર દાવો માંડ્યો અને,ધ્રુવીય રીંછને નાશપ્રાય પ્રજાતિની યાદીમાંથી કાઢી નાખવા માંગણી કરી,કારણકે તે યાદીથી રાજ્યના તેલ અને ગેસના વિકાસ પર હાનિકારક અસર પડી શકે.[૧૩૧] અલાસ્કાના શાસક સારાહ પાલિને કહ્યું કે યાદી ઉપલબ્ધ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને આર્થિક માહિતી પર આધારિત નહોતી,આ વિચારને ધ્રુવીય રીંછ તજજ્ઞોએ અસ્વીકૃત કર્યો.[૧૩૧]
આ નિર્ણય બાદ ઘણા વર્ષો સુધી વિવાદ ચાલ્યો. 17 ફેબ્રુઆરી 2005ના રોજ,જૈવિક વિવિધતા કેન્દ્રે ધ્રુવીય રીંછને નાશપ્રાય પ્રજાતિ ધારા હેઠળ સૂચિબદ્ધ કરવા માંગણી કરતી યાચિકા દાખલ કરી.એક કરાર થયો જેને 5 જૂન,2006એ સંઘીય જિલ્લા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો. તે કરાર મુજબ,9 જાન્યુઆરી 2007ના રોજ,યુએસ મત્સ્ય અને વન્યજીવન સેવાએ ધ્રુવીય રીંછ સંકટગ્રસ્ત પ્રજાતિની યાદીમાં મૂકવા પ્રસ્તાવ મૂક્યો. 9 જાન્યુઆરી 2008 સુધીમાં કાયદા દ્વારા અંતિમ નિર્ણય આવશ્યક હતો,ત્યારે કચેરીએ હજુ એક મહિનો જોઇતો હોવાનુ કહ્યુ.[૧૩૨]
7 માર્ચ 2008ના રોજ, યુ.એસ. આંતરિક વિભાગના મહાનિરીક્ષકે એક પ્રારંભિક તપાસ શરૂ કરી કે શા માટે નિર્ણય બે મહિના વિલંબિત કરવામા આવ્યો.[૧૩૨] આ તપાસ,છ પર્યાવરણ સમૂહો દ્વારા સહી કરાયેલ એક પત્રની પ્રતિક્રિયામાં શરૂ થઇ અને જેમાં કહેવાયું કે યુ.એસ. મત્સ્ય અને વન્યજીવન નિર્દેશક ડેલ હોલે નિર્ણયને બિનજરૂરી રીતે વિલંબિત કરી કચેરીના વૈજ્ઞાનિક આચાર સંહિતા નિયમોનો ભંગ કર્યો છે,જેનાથી સરકારને અલાસ્કાના ચુક્ચી સાગરમાં તેલ અને ગેસના ભાડાપટ્ટા માટે એક હરાજી કરવાની પરવાનગી મળી ગઈ,એ ક્ષેત્ર ધ્રુવીય રીંછ માટે એક અગત્યનું આવાસ ક્ષેત્ર છે.[૧૩૨] હરાજી ફેબ્રુઆરી 2008ની શરૂઆતમાં થઇ.[૧૩૨] ન્યૂ યોર્ક ટાઈમ્સ ના એક સંપાદકીય લેખમાં કહેવાયું કે "આ બન્ને પગલા લગભગ નિશ્ચિત રીતે અને કુટિલ રીતે સંબંધિત છે."[૨૫][૧૩૩] હોલે,નિર્ણયમાં કોઈ પણ રાજનૈતિક હસ્તક્ષેપ નકારતા કહ્યું કે આ વિલંબ,નિર્ણયનું સરળતાથી સમજી શકાય એવું રૂપ નક્કી કરવા માટે કરવામાં આવ્યો.[૧૩૨] 28 એપ્રિલ 2008ના રોજ,એક સંઘીય અદાલતે નિર્ણય આપ્યો કે યાદી પર ફેંસલો 15 મે 2008 સુધીમાં આવી જવો જોઇએ.[૧૩૪]14 મેએ ફેંસલો આવ્યો.[૧૩૦]
કેનેડા,કેનેડામાં નાશપ્રાય વન્યજીવનની સ્થિતિ પરની સમિતિએ એપ્રિલ 2008માં ભલામણ કરી કે સંઘીય સ્પીસીસ એટ રિસ્ક એક્ટ(સારા) હેઠળ ધ્રુવીય રીંછને વિશેષ ચિંતાજનક પ્રજાતિ તરીકે મૂલ્યાંકિત કરવામાં આવે. યાદીમાં મૂકવા માટે એ આદેશ છે કે પાંચ વર્ષની અંદર એક પ્રબંધન યોજના લખવામાં આવે,વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા એમ કહીને આલોચના કરી કે આબોહવા પરિવર્તનથી થતા અગત્યની આવાસ હાનિને રોકવા માટે તે બહુ લાંબી અવધિ છે.[૧૩૫]
આર્ક્ટિકનાં વતની લોકો માટે,ધ્રુવીય રીંછે લાંબા સમયથી અગત્યની સાંસ્કૃતિક અને ભૌતિક ભૂમિકા ભજવી છે.[૮૦][૮૧] ધ્રુવીય રીંછના અવશેષો 2500થી 3000 વર્ષ અગાઉ એક શિકાર સ્થળ પરથી મળી આવ્યા [૮૩] અને ચુકોટકામાં ધ્રુવીય રીંછનું 1500 વર્ષ જૂનું ગુફાચિત્ર મળી આવ્યું.[૮૧] ખરેખર,એવું મનાય છે કે આર્ક્ટિક લોકોએ સીલના શિકાર ઈગ્લૂ નિર્માણની આવડત આંશિક રીતે ધ્રુવીય રીંછમાંથી મેળવી છે.[૮૧]
ઇનુઇટ અને એસ્કિમોની ઘણી લોક-કથાઓમાં રીંછનો ઉલ્લેખ જોવા મળે છે,જેમાં એવી દંતકથાઓનો સમાવેશ થાય છે જેમાં રીંછો તેમના ઘરમાં હોય ત્યારે મનુષ્યો હોય છે અને ભાર jti વખતે રીંછનું ચામડું ઓઢી લે છે,અને કેવી રીતે કૂતરાઓથી ઘેરાયેલ રીંછ જેવું દેખાતું નક્ષત્ર અસ્તિત્વમાં આવ્યું એ કહેતી વાર્તાઓ.[૭૯] અ દંતકથાઓ ધ્રુવીય રીંછ માટે ઊંડું સન્માન દર્શાવે છે,જેને આધ્યાત્મિક રીતે શક્તિશાળી અને માનવો જેવા ચિત્રિત કરવામાં આવ્યા છે.[૭૯] ઉભા રહેવાની કે બેસવાની સ્થિતિમાં રીંછની માનવ જેવી મુદ્રા,અને ત્વચા વગરના રીંછનું માનવ શરીર જેવા દેખાતા કંકાલે કદાચ આ માન્યતાને વધવામાં ફાળો આપ્યો છે કે માનવો અને રીંછોના આત્માની અદલાબદલી થઇ શકે છે. એસ્કિમો દંતકથાઓ ધ્રુવીય રીંછ પાસેથી શિકાર કરતા શીખતા માનવોની વાત કહે છે. લાબ્રાડોરના ઇનુઇટ,ધ્રુવીય રીંછ મહાન આત્મા,ટુરનગાઉસ્કનું રૂપ છે.[૧૩૬] ઇનુઇટ એસ્કિમો રીંછ માટે ખૂબ જ આદર ધરાવે છે.
પૂર્વી સાઈબેરિયાના ચુક્ચી અને યુપીકમાં, શિકાર કરેલ ધ્રુવીય રીંછની "આભારવિધિ"ની લાંબી ચાલતી શામનાવાદી પરંપરા હતી. તેની આત્માની સંતુષ્ટિ બાદ જ ખોપડીને ત્વચાથી અલગ કરવામાં આવે છે,જેને પછી વસ્તીની સીમાથી દૂર લઇ જઈ પૂર્વ તરફ મુખ પૂર્વ તરફ મુખ રાખી દફનાવવામાં આવે છે.{0/} રીંછના આત્માની સંતુષ્ટિ માટે,ત્યાં પારંપરિક ગીત અને ઢોલ સંગીત વગાડવામાં આવતા હતા અને ખોપડીને વિધિવત ખવડાવવામાં આવતું અને ચલમ આપવમા આવતી હતી. [૧૩૭] આત્માની સંતુષ્ટિ બાદ જ ખોપડીને ત્વચાથી અલગ કરવામાં આવે છે,જેને ફરી વસ્તીની સીમાથી દૂર લઇ જઈ જમીનમાં પૂર્વ તરફ મુખ રાખી દફનાવી દેવામાં આવે છે.[૮૧] 1955થી સમય સાથે આમાંની ઘણી પરંપરાઓ ધૂંધળી થઇ ગઈ છે,ખાસ કરીને સોવિયેત સંઘ (અને હવે રશિયા)માં શિકાર પર લાગેલ સંપૂર્ણ પ્રતિબંધને લીધે.
ઉત્તર-મધ્ય સાઈબેરીયાના ઉત્તર કેન્દ્રીય નેનેટ રીંછનાં રાક્ષી દાંતને ચમત્કારી શક્તિ માટે વિશેષ મૂલ્ય ધરાવે છે. નીચી યેનિસે અને ખાટંગા નદીઓના ગામોમાં,દક્ષિણના વનોમાં રહેતા લોકો સાથે તેમનો વેપાર કરવામાં આવે છે,જે તેઓ ભૂરા રીંછથી રક્ષણ માટે પોતાની ટોપીઓમાં સીવીને પહેરતા હતા. આવું મનાતું કે "નાનો ભત્રીજો" (ભૂરા રીંછ)તેના શક્તિશાળી કાકા(ધ્રુવીય રીંછ)નો દાંત પહેરેલ વ્યક્તિ પર હુમલો કરવાનું સાહસ નહી કરે.[૮૧] માર્યા ગયેલ રીંછોને સેડ્યાંગી કહેવાતા ચોક્કસ પવિત્ર સ્થળો અને વેદીઓ ,જે ખોપડીઓમાંથી બનાવેલ હોય છે ત્યાં દફનાવવામાં આવતા હતા. આવી ઘણી સ્થળોને યમલ દ્વીપકલ્પ પર સંરક્ષિત કરાયેલ છે.[૮૧]
તેમનું વિશિષ્ટ સ્વરૂપ અને આર્ક્ટિક સાથે તેમના સંબંધે ધ્રુવીય રીંછને જાણીતું પ્રતિક બનાવી દીધું છે,ખાસ કરીને એ ક્ષેત્રોમ જયના તેઓ વતની છે. કેનેડિયન ટૂની (બે-ડોલરનો સિક્કો) ની છબી દર્શાવે છે અને કેનેડાના ઉત્તર-પશ્ચિમી પ્રદેશો અને નુનાવતની લાઇસન્સ પ્લેટસ,બંનેનો આકાર ધ્રુવીય રીંછ જેવો છે. ધ્રુવીય રીંછ મેઈનમાં બોવ્ડોઇન કોલેજ અને અલાસ્કા ફેઈરબેન્ક્સ વિશ્વવિદ્યાલય ((અલાસ્કા નાનૂક્સ પણ જોવો))નું શુભચિહ્ન છે અને કેલગરીમાં આયોજિત 1988 શિયાળુ ઓલિમ્પિક્સના શુભચિહ્ન તરીકે પસંદગી પામ્યું હતું.
કોકા-કોલા, પોલર બેવરેજીસ, નેલ્વાના, બંડબર્ગ રમ અને ગૂડ હ્યુમર-બ્રેયર્સ ધ્રુવીય રીંછની તસવીરોનો જાહેરખબરોમાં ઉપયોગ કરી ચૂક્યા છે,[૧૩૮] જયારે ફોક્સીસ ગ્લેશિયર મિંટ્સ ધ્રુવીય રીંછને પેપ્પીના નામે શુભચિહ્ન તરીકે 1922થી દર્શાવે છે.
ધ્રુવીય રીંછ સાહિત્યમાં પણ પ્રખ્યાત છે,ખાસ કરીને બાળકો કે યુવા વયસ્કો માટેના પુસ્તકોમાં. ઉદાહરણ તરીકે, ધ્રુવીય રીંછનો પુત્ર પારંપરિક ઇનુઇટ વાર્તાપરથી પ્રેરિત છે.[૧૩૯] ધ્રુવીય રીંછ એડીથ પટાઉના ઇસ્ટ ,(નોર્ધન ચાઇલ્ડ તરીકે પણ પ્રકાશિત ),રેમન્ડ બ્રિગ્સની ધ બીયર ,અને ક્રીસ ડી'લેસે'ની ધ ફાયર વિધિન શૃંખલામાં મુખ્ય રૂપે દર્શાવેલ છે. ફિલિપ પુલમેનની કાલ્પનિક ત્રિકથા હીઝ ડાર્ક મટીરીયલ્સ ના પેન્સરબિજોર્ન બુદ્ધિશાળી,ગૌરવવંતા ધ્રુવીય રીંછ છે જે માનવ-સદૃશગુણો દર્શાવે છે અને ધ ગોલ્ડન કંપાસ ના ફિલ્મી રૂપાંતરણમાં પણ મુખ્ય રૂપે દેખાય છે.
|isbn=
value: checksum (મદદ). Cite has empty unknown parameter: |coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link)|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link)|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link)Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.