ધોળાવીરા
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિરબેટ વિસ્તારમાં આવેલું પ્રાચીન નગર / From Wikipedia, the free encyclopedia
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી.[1] ૨૭ જુલાઈ ૨૦૨૧ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતુ.[2]
Quick Facts સ્થાન, અક્ષાંસ-રેખાંશ ...
કોટડા | |
ધોળાવીરા | |
સ્થાન | ખદિર બેટ, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંસ-રેખાંશ | 23°53′18.98″N 70°12′49.09″E |
પ્રકાર | રહેઠાણ |
લંબાઇ | 771 m (2,530 ft) |
પહોળાઇ | 617 m (2,024 ft) |
વિસ્તાર | 100 ha (250 acres) |
ઇતિહાસ | |
સમયગાળો | હડપ્પા ૨થી હડપ્પા ૫ |
સંસ્કૃતિઓ | સિંધુ ખીણ સંસ્કૃતિ |
સ્થળની વિગતો | |
ખોદકામ તારીખ | ૧૯૯૦-હાલમાં |
સ્થિતિ | ખંડેર |
માલિકી | જાહેર |
જાહેર પ્રવેશ | હા |
UNESCO World Heritage Site | |
અધિકૃત નામ | ધોળાવીરા: હડપ્પન નગર |
માપદંડ | સાંસ્કૃતિક: (ii)(iii)(iv) |
ઉમેરેલ | ૨૦૨૧ (૪૪મું સત્ર) |
સંદર્ભ ક્રમાંક. | 1645 |
બંધ કરો