From Wikipedia, the free encyclopedia
દાંતનો વિકાસ અથવા તો દંતજનન એવી જટિલ પ્રક્રિયા છે જેમાં ગર્ભીય કોશિકાઓમાંથી દાંત ઉત્પન્ન થાય છે, વિકાસ પામે છે અને મોંમાં તે ફૂટીને નીકળે છે. વિવિધ પ્રજાતિઓ દાંત ધરાવતી હોવા છતાં, માનવ સિવાયની પ્રજાતિઓમાં દાંતનો વિકાસ મોટાભાગે માનવ જેવો જ હોય છે. માનવ દાંત માટે એક સ્વસ્થ મૌખિક પરિસ્થિતિ, દંતવલ્ક, દંતીન, સિમેન્ટમ (દાંતના ઉપરનું આવરણ) અને દંતકોશ ચોક્કસપણે ભ્રૂણના વિકાસના યોગ્ય તબક્કે વિકાસ પામે તે જરૂરી છે. બાળકોમાં જોવા મળતા પ્રારંભિક (બાળ) દાંત એટલે કે દુધિયા દાંત છઠ્ઠાથી આઠમા અઠવાડિયા દરમિયાન તૈયાર થાય છે, અને કાયમી દાંત બારમા અઠવાડિયાથી બનવાનું શરૂ થાય છે.[૧] જો દાંતનો વિકાસ આ સમયગાળા કે તેની આસપાસના સમયમાં ના થાય, તો આ દાંતનો વિકાસ પછી ક્યારેય નથી થતો. દાંતના શરૂઆતી વિકાસની પ્રક્રિયા પર સંશોધનમાં ધ્યાન આપવા માટે એક નોંધપાત્ર રકમ આપવામાં આવી છે. એક વાતને વ્યાપક રીતે સ્વીકારવામાં આવી છે કે પ્રથમ ગીલ કમાનની પેશીઓમાં એવુ પરિબળ હોય છે જે દાંતના વિકાસ માટે જરૂરી છે.[૧]
કરોડરજ્જૂ ધરાવતા પ્રાણીઓમાં કેટલીક ઉપકલા પેશીઓ (‘ફેનેરેસ’) ચોક્કસ રચનાનો જાડી થયા બાદ ઉત્પન થાય છેઃ કેરેટીનાવાળી રચનાઓ (વાળ, નખ) અથવા એક્સોસ્કેલેટોન રચના (ભીંગડા કે કાચલી, દાંત). શાર્ક માછલીમાં પટ્ટાભ ભીંગડાં અને દાંતને એક સરખા અંગો ગણવામાં આવે છે.
દાંતની કલિકા (કેટલીક વખત દાંતના જર્મ (પ્રારંભિક અંગ) તરીકે પણ ઓળખાય છે) એકત્રિત થયેલી કોશિકાઓ છે જે અંતે દાંતની રચના કરે છે.[૨] આ કોશિકાઓ પ્રથમ જડબાની કમાન અને મજ્જતંતુઓના છેડાઓના એક્ટોમેસેન્શેમના બાહ્યત્વક સ્તરમાંથી ઉત્પન થાય છે.[૧][૩][૪] દાંતની કલિકા ત્રણ ભાગોમાં આકાર પામેલી હોય છેઃ દંતવલ્ક (કઠણ ભાગ) અંગ, ડેન્ટલ પેપિલે (અંદરનો પોચો ભાગ) અને ડેન્ડલ ફોલિકલ (દંત ગ્રંથિ).
દંતવલ્ક અંગ બાહ્ય દંતવલ્ક ઉપકલા (બાહ્ય કઠણ પડ) અને આંતરિક દંતવલ્ક ઉપકલા (અંદરનું કઠણ પડ), તારાકાર જાલિકા (તારામય જાળી જેવી રચના) અને સ્ટ્રેટમ મધ્યસ્થાન.[૨] આ કોશિકાઓ એમેલોબ્સાસ્ટ્સમાં વધારો કરે છે, જે દંતવલ્ક (કઠણ ભાગ) અને ઘટેલા દંતવલ્ક ઉપકલા ઉત્પન કરે છે. જ્યાં બાહ્ય દંતવલ્ક ઉપકલા અને આંતરિક દંતવલ્ક ઉપકલાના જોડાણને સર્વાઈકલ લૂપ કહેવાય છે.[૧] અંદરની પેશીઓમાં આવેલી સર્વાઈકલ લૂપની કોશિકાઓ હેર્ટવિગના બાહ્ય મૂળ આવરણની રચના કરે છે, જે દાંતના મૂળનો આકાર નક્કી કરે છે.[સંદર્ભ આપો]
ડેન્ટલ પેપિલે કોશિકાઓ ઓડોન્ટોબ્લાસ્ટ્સમાં ઉત્પન થાય છે, જે દાંતના મુખ્ય દ્રવ્યની રચના કરતી કોશિકાઓ છે.[૨] વધુમાં, ડેન્ટલ પેપિલે અને આંતરિક દંતવલ્ક ઉપકલા દાંતના ટોચના આકારને નક્કી કરે છે.[૧] ડેન્ટલ પેપિલેમાં આવેલી મેસેન્શેમલ કોશિકાઓ દાંતના ગરભની રચના માટે જવાબદાર છે.
દાંતની ફોલ્લી ત્રણ મહત્વની વસ્તુની વૃદ્ધિ કરે છે: સિમેન્ટોબ્લાસ્ટ, ઓસ્ટિઓબ્લાસ્ટ, અને ફાઈબરોબ્લાસ્ટ. સિમેન્ટોબ્લાસ્ટ દાંતના સિમેન્ટમ (દાંતનું બાહ્ય પાતળુ પડ) ઉત્પન કરે છે. ઓસ્ટિઓબ્લાસ્ટ (અસ્થિસર્જક કોષ) દાંતના મૂળની આસપાસ એલ્વીઓલર (મૂર્ધન્ય) અસ્થિની રચના કરે છે. ફાઈબરોબ્લાસ્ટ પિરિઓડોન્ટલ લિગ્મન્ટ (અસ્થિબંધન)નો વિકાસ કરે છે, જે દાંતને સિમેન્ટમની મદદથી એલ્વીઓલર સાથે જોડે છે.[૫]
નીચે દર્શાવેલ કોષ્ટક માણસમાં દાંતના વિકાસની સમયરેખા રજૂ કરે છે.[૬] આઈ.યુ. (I.U.) એટલે ગર્ભાવસ્થામાં. દુધિયા (પ્રારંભિક) દાંતના કઠણ થવાનો પ્રારંભિક તબક્કો ગર્ભાવસ્થામાં કેટલા અઠવાડિયામાં એમ દર્શાવેલ હોય છે.
ઉપલા જડબાના (ઉપરના) દાંત | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
પ્રારંભિક દાંત | મધ્ય રાક્ષસી દાંત |
છેડાના રાક્ષસી દાંત |
તીક્ષ્ણ દાંત | પહેલી દાઢ |
બીજી દાઢ | |||
કઠણ થવાનો પ્રારંભિક તબક્કો | 14 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | 16 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | 17 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | 15.5 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | 19 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | |||
તૈયાર ક્રાઉન (ટોચ) | 1.5 મહિના | 2.5 મહિના | 9 મહિના | 6 મહિના | 11 મહિના | |||
તૈયાર મૂળ | 1.5 વર્ષ | 2 વર્ષ | 3.25 વર્ષ | 2.5 વર્ષ | 3 વર્ષ | |||
નીચલા જડબાના (નીચેના) દાંત | ||||||||
કઠણ થવાનો પ્રારંભિક તબક્કો | 14 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | 16 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | 17 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | 15.5 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | 18 અઠવાડિયા આઈ.યુ. (I.U.) | |||
તૈયાર ક્રાઉન (ટોચ) | 2.5 મહિના | 3 મહિના | 9 મહિના | 5.5 મહિના | 10 મહિના | |||
તૈયાર મૂળ | 1.5 વર્ષ | 1.5 વર્ષ | 3.25 વર્ષ | 2.5 વર્ષ | 3 વર્ષ |
ઉપલા જડબાના (ઉપરના) દાંત | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
કાયમી દાંત | મધ્ય રાક્ષસી દાંત |
છેડાના રાક્ષસી દાંત |
તીક્ષ્ણ દાંત | પહેલી નાની દાઢ |
બીજી નાની દાઢ |
પહેલી દાઢ |
બીજી દાઢ |
ત્રીજી દાઢ |
કઠણ થવાનો પ્રારંભિક તબક્કો | 3–4 મહિના | 10–12 મહિના | 4–5 મહિના | 1.5–1.75 વર્ષ | 2–2.25 વર્ષ | જન્મ સમયે | 2.5–3 વર્ષ | 7–9 વર્ષ |
તૈયાર ક્રાઉન (ટોચ)
4-5 વર્ષ 4-5 વર્ષ |
6–7 વર્ષ | 5–6 વર્ષ | 6–7 વર્ષ | 2.5–3 વર્ષ
7-8 વર્ષ |
12–16 વર્ષ | |||
તૈયાર મૂળ | 10 વર્ષ | 11 વર્ષ | 13–15 વર્ષ | 12–13 વર્ષ | 12–14 વર્ષ | 9–10 વર્ષ | 14–16 વર્ષ | 18–25 વર્ષ |
નીચલા જડબાના (નીચેના) દાંત | ||||||||
કઠણ થવાનો પ્રારંભિક તબક્કો | 3–4 મહિના | 3–4 મહિના | 4–5 મહિના | 1.5–2 વર્ષ | 2.25–2.5 વર્ષ | જન્મ સમયે | 2.5–3 વર્ષ | 8–10 વર્ષ |
તૈયાર ક્રાઉન (ટોચ)
4-5 વર્ષ 4-5 વર્ષ |
6–7 વર્ષ | 5–6 વર્ષ | 6–7 વર્ષ | 2.5–3 વર્ષ
7-8 વર્ષ |
12–16 વર્ષ | |||
તૈયાર મૂળ | 9 વર્ષ | 10 વર્ષ | 12–14 વર્ષ | 12–13 વર્ષ | 13–14 વર્ષ | 9–10 વર્ષ | 14–15 વર્ષ | 18–25 વર્ષ |
દાંત રચવાની શરૂઆતના તબક્કા પૈકી એક કે જેને માઈક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે તે વેસ્ટિબ્યૂલર પડ અને દાંતના પડ વચ્ચેનો તફાવત છે. દાંતનું પડ વિકાસ પામી રહેલા દાંતની કલિકાને મોં ના ઉપકલા સ્તર સાથે ઘણા સમય સુધી જોડી રાખે છે.[૭]
દાંતનો વિકાસ સામાન્યપણે નીચે મુજબના તબક્કામાં વહેંચાયેલો હોય છેઃ કલિકાના ઉગી નીકળવાનો તબક્કો, પડ, ઘંટાકાર અને છેવટે પૂર્ણ દાંત. દાંતના વિકાસના તબક્કાઓને અલગ પડવાની કામગીરી સમગ્ર પ્રક્રિયામાં થતા ફેરફારોને વિવિધ તબક્કામાં દર્શાવવાનો પ્રયાસ છે; અવારનવાર એ નક્કી કરવુ મુશ્કેલ બની જાય છે કે કયો તબક્કો ચોક્કસપણે વિકસી રહેલા દાંત માટે લાગુ પડી શકે છે.[૧] આ નિર્ધારણ આગળ જતા તેના જેવા જ વિકસી રહેલા દાંતના વિવિધ પેશી વિજ્ઞાનના ભાગના બદલાતા દેખાવ પરથી પૂર્ણ થઈ શકે છે, જે અલગ અલગ તબક્કે દેખાઈ શકે છે.[સ્પષ્ટતા જરુરી]
કલિકાના તબક્કાની લાક્ષણિકતા તે છે કે દાંતની કલિકા એક સ્પષ્ટ ગોઠવણીની કોશિકા વગર જોવા મળે છે. આ તબક્કો તકનીકી રીતે જડબાના એક્ટોમેસેન્શમમાં ઉપકલા કોશિકા ઉત્પન થતા જ શરૂ થઈ જાય છે.[૧] લાક્ષણિક રીતે, જ્યારે ગર્ભ અંદાજે 6 અઠવાડિયાનું હોય ત્યારે આ જોવા મળે છે.[૮] દાંતની કલિકા પોતે જ દાંતના પડના છેડે કોશિકાઓના જૂથ સમાન હોય છે.
દાંતના અંકૂરણની કોશિકાઓની ગોઠવણીનું પ્રથમ લક્ષણ પડ તબક્કામાં જોવા મળે છે. એક્ટોમેસેન્શલ કોશિકાઓનું નાનુ જૂથ કોશિકીય ઘટકોનું ઉત્પાદન અટકાવી દે છે, જે આ કોશિકાઓના જથ્થામાં પરિણમે છે જેને ડેન્ટલ પેપિલે (દાંતનો અંદરનો પોચો ભાગ) કહેવાય છે. આ તબક્કે, દાંતની કલિકા એક્ટોમેસેન્શલ જથ્થાની આસપાર વિકાસ પામે છે, જે પડની ઉપર દેખાય છે, અને અંતે દંતવલ્ક (અથવા ડેન્ટલ) ઓર્ગન એટલે કે દાંતનો બાહ્ય કઠણ ભાગ બની જાય છે. એક્ટોમેસેન્શલ કોશિકાઓના ઘટ્ટ થવાની પ્રક્રિયાને ડેન્ટલ ફોલિકલ (દંત ગ્રંથિ) કહેવાય છે જે દંતવલ્ક અંગની આસપાસ હોય છે અને ડેન્ટલ ફોલિકલ સુધી મર્યાદિત હોય છે. તબક્કાવાર, દંતવલ્ક અંગ કઠણ ભાગ ઉત્પન કરવાનું શરૂ કરશે, ડેન્ટલ પેપિલે દાંતીન (દાંતનું મખ્ય ઘટક દ્રવ્ય) અને ગરભ, તેમજ ડેન્ટલ ફોલિકલ (દંત ગ્રંથિ) દાંતની આસપાસની રચના ઉત્પન કરશે.[૧]
આ sectionમાં વધુ સંદર્ભોની જરૂર છે. (December 2010) |
ઘંટાકાર તબક્કો વિકાસ પ્રક્રિયામાં થતા પેશીય તફાવત અને આકાર તફાવત માટે ઓળખાય છે. આ તબક્કે દાંતના અંગ ઘંટ આકારના હોય છે, અને તેમાની મોટાભાગની કોશિકાઓ તેના તારા આકારના કારણે તારાકાર જાલિકા (તારાઓના ઝૂમખા જેવી રચના) કહેવાય છે.[૧] દંતવલ્ક અંગની આસપાસની કોશિકાઓ ત્રણ અલગ અલગ પડમાં વહેંચાયેલી હોય છે. દાંતના અંગની આસપાસમાં ઘનાકાર સ્વરૂપે ગોઠવાયેલી કોશિકાઓ બાહ્ય દંતવલ્ક ઉપકલા તરીકે ઓળખાય છે.[૨] ડેન્ટલ પેપિલેની નજીકમાં દંતવલ્ક અંગની સ્તંભાકારે ગોઠવાયેલી કોશિકાઓ આંતરિક દંતવલ્ક ઉપકલા તરીકે ઓળખાય છે. આંતરિક દંતવલ્ક ઉપકલા અને તારાકાર જાલિકા વચ્ચેની કોશિકાઓ એક સ્તર રચે છે જે સ્ટ્રેટમ ઈન્ટરમીડિયમ (પડની વચ્ચેનો ભાગ) તરીકે ઓળખાય છે. દાંતના અંગની ધાર કે જ્યાં બાહ્ય અને આંતરિક દંતવલ્ક ઉપકલા જોડાય છે તે સર્વાઈકલ લૂપ તરીકે ઓળખાય છે.[૯] ટૂંકમાં કહીએ તો, છેક અંદરથી છેક બહારની દિશામાં આવતા સ્તરો જેમાં દાંતીન, દંતવલ્ક (દંતવલ્ક ઉપકલા દ્વારા રચાયેલા, અથવા ‘એમેલોબ્લાસ્ટ્સ’, કારણ કે તેઓ ઉપર કે બહારની બાજુએ ખસતા હોવાથી), આંતરિક દંતવલ્ક ઉપકલા અને સ્ટ્રેટમ ઈન્ટરમીડિયમ (વિશેષરૂપે ગોઠવાયેલી કોશિકાઓ જે આંતરિક દંતવલ્ક ઉપકલાની કૃત્રિમ પ્રવૃત્તિઓને આધાર આપે છે) જેને અનુસરે છે તે પ્રારંભિક ‘દંતવલ્ક અંગ’નો ભાગ છે, જેની મધ્યનો ભાગ તારાકાર જાલિકા કોશિકાઓનો બનેલો હોય છે. આ બધુ જ બાહ્ય દંતવલ્ક ઉપકલા સ્તરથી ઢંકાયેલું હોય છે.
બાકીની ઘટનાઓ ઘંટાકાર તબક્કા દરમિયાન જોવા મળે છે. દાંતનું પડ છુટા પડી રહેલા અને વિકસી રહેલા દાંતને સંપૂર્ણપણે મૌખિક ખાડાના ઉપકલાથી અલગ કરે છે; જ્યાં સુધી મોંમાં દાંત સંપૂર્ણપણે ઉત્પન ન થાય ત્યાં સુધી તે ફરી જોડાતા નથી.[૧]
દાંતનો ટોચનો આકાર, કે જે આંતરિક દંતવલ્ક ઉપકલાના આકારથી પ્રભાવિત હોય છે, તે પણ આ તબક્કે આકારપામે છે. આખા મોંમાં, તમામ દાંત સમાન પ્રક્રિયામાંથી પસાર થાય છે; દાંત શા માટે અલગ અલગ ટોચ રચે છે તે બાબત હજુ પણ અચોક્કસ છે – ઉદાહરણ તરીકે રાક્ષસી દાંત સામે તીક્ષ્ણ દાંત. બે મુખ્ય પૂર્વધારણાઓ ચાલી રહી છે. “ફિલ્ડ મોડેલ” દર્શાવે છે કે દાંતના વિકાસ દરમિયાન એક્ટોમેસેન્શેમમાં દરેક પ્રકારના દાંતના આકાર માટે ઘટકો હોય છે. ચોક્કસ પ્રકારના દાંત જેમકે રાક્ષસી દાંત વગેરે માટે ઘટકો હોય છે જે મોંમાં એક ભાગમાં રહેલા હોય છે અને ઝડપથી અન્ય ભાગોમાં ફેલાય છે. આમ, ઉદાહરણ તરીકે જોઈએ તો, “ઈન્સાઈઝર ફિલ્ડ” એવા પરિબળો હોય છે જે રાક્ષસી દાંત આકારના દાંતનો વિકાસ કરે છે, અને આ ક્ષેત્ર મધ્ય ઈન્સાઈઝર વિસ્તારમાં સંકેન્દ્રિત હોય છે, પરંતુ તીક્ષ્ણ દાંતના વિસ્તારમાં ઝડપથી ઘટી જાય છે. અન્ય પ્રબળ પૂર્વધારણા છે, “ક્લોન મોડેલ”, જે દર્શાવે છે કે ચોક્કસ પ્રકારના દાંતના આકાર માટે ઉપકલા પ્રોગ્રામ હોય છે જે એક્ટોમેસેન્શમલ કોશિકાઓમાં આવેલું એક જૂથ છે. કોશિકાઓના આ જૂથને ક્લોન કહેવાય છે, જે દાંતના પડને દાંતના વિકાસમાં ફેરવે છે, જેના કારણે દાંતની કલિકાની રચના થાય છે. દાંતના પડનો વિકાસ “પ્રોગ્રેસ ઝોન” નામના વિસ્તારમાં ચાલુ જ રહે છે. આ પ્રોગ્રેસ ઝોન એક વખત પ્રથમ દાંતના કલિકાથી અમુક ચોક્કસ અંતરે જતો રહે એટલે, બીજા દાંતની કલિકાનો વિકાસ શરુ થઈ જાય છે. આ બંને મોડેલ ફરજિયાતપણે પરસ્પર અનન્ય નથી, કે પછી દંત વિજ્ઞાનમાં આ પ્રમાણે થતું હોવા બાબતે વ્યાપકપણે સ્વીકારાયેલા પણ નથીઃ એવી ઉપધારણા કરવામાં આવે છે કે બંને મોડેલ વિવિધ તબક્કે દાંતના વિકાસને અસર કરે છે.[૧]
વિકાસપામી રહેલા દાંતમાં આ તબક્કે જોવા મળતા અન્ય માળખાઓમાં દંતવલ્ક નોટ્સ (પડ ત્વચા ગ્રંથિ), દંતવલ્ક કોર્ડ્સ (પડ ત્વચા તંતુ) અને દંતવલ્ક નિશ (પડ ત્વચા ખાડા) હોય છે.[૧]
દંતવલ્ક અને દાંતીન સહિતની કઠણ પેશીઓ, દાંત વિકાસના બીજા તબક્કામાં વિકાસ પામે છે. આ તબક્કાને ક્રાઉન, અથવા મેચ્યૂરેશન(પૂર્ણિવકાસ) કહે છે, કેટલાંક સંશોધકોએ આ તબક્કા નક્કી કર્યા છે. આ તબક્કા ખાતે મહત્વના સેલ્યુલર ફેરફારો થાય છે. અગાઉના તબક્કામાં, દાંતના વિકાસના સમગ્ર કદને વધારવા માટે તમામ આંતરિક દંતવલ્ક ઉપકલા કોશિકાઓનું વિભાજન થાય છે, પરંતુ સૂત્રવિભાજન પ્રક્રિયા(મિટોસિસ) કહેવાતું ઝડપી વિભાજન, દાંત રચનાના ટોચના સ્થાને ક્રાઉન તબક્કા દરિમયાન અટકે છે. આ તબક્કે પ્રથમ ખનિજીકૃત કઠણ પેશીઓની રચના થાય છે. આજ સમયે, આંતરિક દંતવલ્ક ઉપકલા કોશિકાનો આકાર આયનાકારમાંથી બદલાઈને સ્તંભાકાર થાય છે. આ કોશિકાઓના મધ્યવર્તી ભાગની આસપાસ ભેગા થતા બીજા ભાગો મધ્યસ્થાનની નજીક અને ડેન્ટલ પેપિલેથી દૂર તરફ ગતિ કરે છે.[૧]
ડેન્ટલ પેપિલેની કોશિકાઓની નજીકના થરના કદમાં એકાએક વધારો થાય છે અને દાંતના મુખ્ય ઘટક દ્વવ્યની રચના કરતી કોશિકાઓ ઓડોન્ટોબ્લાસ્ટસથી અલગ પડે છે.[૧૦] સંશોધનકર્તાઓનું માનવું છે કે આંતરિક દંતવલ્ક ઇપિથેલીયમમાં ફેરફાર ન થાય તો ઓ઼ડોન્ટોબ્લાસ્ટસની રચના થઇ શકે નહીં. આંતરિક દંતવલ્ક ઉપકલામાં પરિવર્તન અને ક્સ્પ (બે તંતુઓને જોડતી વક્ર ટોચ) તરફથી મળતી માહિતીના આધારે ઓડોન્ટોબ્લાસ્ટ્સ રચાવાનું ચાલુ રહેતા, ઓડોન્ટોબ્લાસ્ટ્સ એક ચોક્કસપ્રકારનો પદાર્થ છોડે છે, જે તાત્કાલિક તેની આસપાસમાં જોવા મળતો એક કાર્બનિક ખડક જેવો પદાર્થ હોય છે. કાર્બનિક ખડક જેવા પદાર્થમાં દાંતીન (દાંતનું મખ્ય ઘટક દ્રવ્ય)ની રચના માટે જરૂરી તત્વો આવેલા હોય છે. ઓડોન્ટોબ્લાસ્ટ્સમાં કાર્બનિક ખડકીય પદાર્થો સંગ્રહાયેલા હોવાથી, ડેન્ટલ પેપિલે (દાંતનો અંદરનો પોચો ભાગ) તરફ આગળ વધે છે. આમ, દંતવલ્ક (બાહ્ય કઠણ પડ) કરતા વિપરિત રીતે, દાંતીન (દાંતનું મખ્ય ઘટક દ્રવ્ય) રચાવાની શરૂઆત દાંતની બહારની સપાટીની નજીકમાં થાય છે અને અંદરની તરફ આગળ વધે છે. ઓડોન્ટોબ્લાસ્ટ્સ અંદરની બાજુએ આગળ વધવાથી કોષરસીય વિસ્તરણ રહી જાય છે. આ વિસ્તરણોની આસપાસ દાંતીન (દાંતનું મખ્ય ઘટક દ્રવ્ય)ની રચનાના કારણે દાંતીનના અનોખા, ટૂબ્યૂલર માઈક્રોસ્કોપિક (સુક્ષ્મ નળી જેવી રચનાઓ) જોવા મળે છે.[૧]
દાંતીન (દાંતનું મખ્ય ઘટક દ્રવ્ય) રચાવાનું શરૂ થયા બાદ આંતરિક દંતવલ્ક ઉપકલાની કોશિકાઓ દાંતીનથી વિરુદ્ધ કાર્બનિક ખડકીય પદાર્થનો સ્ત્રાવ કરે છે. આ ખડકીય પદાર્થ ઝડપથી ખનિજયુક્ત બની જાય છે અને દાંતનું બાહ્ય કઠણ પડ બને છે. દાંતીનની બહારની બાજુએ એમેલોબ્સાટ્સ હોય છે, જે એવી કોશિકાઓ છે કે તે બાહ્ય કઠણ પડ રચાવાની પ્રક્રિયાને યથાવત રાખે છે; બાહ્ય કઠણ પડ રચાવાની પ્રક્રિયા આગળ વધે છે, અને દાંતના વિકાસમાં બાહ્ય સપાટીમાં વધુ પદાર્થો ઉમેરાતા જાય છે.
દંતવલ્ક (બાહ્ય પડ) રચનાને એમેલોજેનેસિસ કહે છે અને દાંતના વિકાસના ક્રાઉન સ્ટેજ (દાંતનો ટોચનો તબક્કો) પહેલાં તે રચાય છે. ‘રેસિપ્રોકલ ઈન્ડકશન’(અરસપરસ ખેંચવું તે) દંતવલ્ક (બાહ્ય પડ) અને દાંતીન (મુખ્ય ઘટક દ્વવ્ય) વચ્ચેના સંબંધોનું સંચાલન કરે છે. દાંતીનની રચના હંમેશા દંતવલ્કની રચના કરતાં પહેલાં થાય છે. સામાન્ય રીતે, દાંતના બાહ્ય પડની રચના બે તબક્કામાં થાય છે. સ્ત્રાવક અને પૂર્ણ વિકાસ.[૧૧] સ્ત્રાવક તબક્કામાં પ્રોટીન્સ અને કાર્બનિક ખડકીય પદાર્થો આંશિક રીતે ખનિજીકૃત પડની રચના કરે છે. પૂર્ણ વિકાસ તબક્કો દંતવલ્ક (બાહ્ય પડ)ને ખનિજીકૃત કરે છે.
સ્ત્રાવક તબક્કામાં, એમેલોબ્લાસ્ટ્સ દંતવલ્ક (બાહ્ય પડ) પ્રોટીન્સ મુક્ત કરે છે, જે દંતવલ્ક મેટ્રિક્સમાં યોગદાન આપે છે, જેને એન્ઝાઈમ આલ્કલાઈન ફોસ્ફેટ દ્વારા આંશિક રીતે ખનિજીકૃત કરાય છે.[૧૨] ગર્ભાવસ્થાના ત્રીજા અથવા ચોથા મહિનાની આસપાસ સામાન્ય રીતે દેખાતી આ ખનિજીકૃત પેશી, શરીરમાં દંતવલ્ક (બાહ્ય પડ)ની સૌપ્રથમ હાજરી ગણવામાં આવે છે. દાંતીનની સાથે દાંતની ટોચ બને છે તે સ્થાન ખાતે ઈનેલમ (બાહ્ય પડ) પર એમેલોબ્લાસ્ટ્સ જમા થાય છે. દંતવલ્કની રચના તે પછી દાંતના કેન્દ્ર સ્થાનેથી બહારની તરફ આગળ વધે છે.
પૂર્ણ વિકાસના તબક્કામાં, દંતવલ્કની રચનામાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક પદાર્થોને એમેલોબ્લાસ્ટ્સ દંતવલ્કમાંથી બહાર કાઢે છે. આમ, સ્ત્રાવક તબક્કામાં બનતા દંતવલ્ક ઉત્પાદનમાંથી એમેલોબ્લાસ્ટ્સની કામગીરી બદલાય છે અને વિશેષ પ્રકારના પદાર્થમાં પરિવર્તિત થાય છે. આ તબક્કામાં એમેલોબ્લાસ્ટ્સ દ્વારા પરિવહન થતી સામગ્રીમાં મોટાભાગે પ્રોટીન્સ હોય છે જે સંપૂર્ણ ખનિજીકૃત થવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. મહત્વના પ્રોટીન્સમાં એમેલોજેનિન્સ, એમેલોબ્લાસ્ટિન્સ, દંતવલ્કિન્સ અને ટફટેલિનનો સમાવેશ થાય છે.[૧૩] આ તબક્કાના અંતમાં, દંતવલ્ક તેની ખનિજીકરણ પ્રક્રિયા પૂર્ણ કરે છે..
દાંતીનોજેનિસિસ તરીકે ઓળખાતી દંત રચના દાંતના વિકાસના ક્રાઉન તબક્કામાં પ્રથમ ઓળખી શકાય તેવો ભાગ છે. દાંતીનની રચના હંમેશા દંતવલ્ક (બાહ્ય પડ)ની રચના પહેલા રચાય છે દાંતીન રચનાના વિવિધ તબક્કા, ઢંકાયેલા ટેન્ટિન, પ્રાથમિક દાંતીન, બીજુ દાંતીન અને ત્રીજી દાંતીન જેવા દાંતીનના વિવિધ પ્રકારમાં પરિણમે છે.
દાંતીન રચના કરતી કોશિકાઓ ઓડોન્ટોબ્લાસ્ટ્સ, ડેન્ટલ પેપિલે (દાંતની અંદરનો પોચો ભાગ)ની કોશિકાઓથી અલગ હોય છે. તે દાંતના ભાવિ ટોચના વિસ્તારની નજીક આવેલા આંતરિક દંતવલ્ક ઉપકલાને સીધા અડીને આવેલા વિસ્તારની આસપાસ કાર્બનિક ખડકીય પદાર્થોનો સ્ત્રાવ કરવાનું શરૂ કરે છે. કાર્બનિક ખડકીય પદાર્થમાં મોટા વ્યાસ(0.1—0.2 μm વ્યાસમાં) સાથે કોલેજન ફાઈબર (રેસા) ભરેલું હોય છે.[૧૪] ઓડોન્ટોબ્લાસ્ટ્સ દાંતના કેન્દ્ર તરફ આગળ વધવાની શરૂઆત કરે છે અને ઓડોન્ટોબ્લાસ્ટ્સ પ્રક્રિયા કહેવાતા વિસ્તૃતિકરણની રચના કરે છે.[૧] આમ, દાંતીન રચના પ્રક્રિયા દાંતની અંદર તરફ થાય છે ઓડોન્ટોબ્લાસ્ટ્સ પ્રક્રિયાના કારણે હાઈડ્રોક્સયાપેટાઈટ પદાર્થનો સ્ત્રાવ થાય છે અને ખડકીય પદાર્થનું ખનિજીકરણ થાય છે. ખનિજીકરણના આ વિસ્તાર ઢંકાયેલા ટેન્ટિન તરીકે ઓળખાય છે અને તે 150 μm જાડું પડ હોય છે.[૧૪]
પહેલેથી જ ઉપસ્થિત એવા ડેન્ટલ પેપિલેના પદાર્થમાંથી મેન્ટલ દાંતીનનો આકાર રચાય છે, જેની સરખામણીમાં પ્રાથમિક દાંતીન વિવિધ પ્રક્રિયા દ્વારા રચાય છે. ઓડોન્ટોબ્લાસ્ટ્સના કદમાં વધારો, ખનિજીકરણ માટેના કાર્બનિક ખડકીય પદાર્થ માટે યોગદાન આપનારી કોઈપણ વધારાની કોશિકાઓનાં સ્ત્રોતોની ઉપલબ્ધીને ખતમ કરી નાંખે છે. વધુમાં, મોટા ઓડોન્ટોબ્લાસ્ટ્સ નાની માત્રામાં સ્ત્રાવ થઈ શકે તેવા કોલજેન ઉત્પન્ન કરે છે, જે વધુ ચુસ્ત વ્યવિસ્થત, વિવિધ ન્યૂક્લીએશનમાં પરિણમે છે, જેનો ખનિજીકરણમાં ઉપયોગ થાય છે. અન્ય સામગ્રીઓનો (લિપિડ્સ, ફોસ્ફોપ્રોટીન્સ અને ફોસ્ફોલિપિડ્સ જેવા) પણ સ્ત્રાવ થાય છે.[૧૪]
મૂળ રચના પૂરી થયા બાદ બીજા દાંતીનની રચના થાય છે અને તે ખૂબ જ ધીમા દરે થાય છે. દાંત સાથે એકસરખા દરે તે રચાતું નથી, પણ તેના બદલે દાંતના ઉપરના ભાગની નજીકના ક્ષેત્ર સાથે ઝડપથી રચાય છે.[૧૫] આ વિકાસ જીવનભર ચાલુ રહે છે અને જૂના જમાનાની વ્યક્તિઓમાં જોવા મળતા ગરભ(પલ્પ)ના નાના વિસ્તાર માટે ગણતરીમાં લેવાય છે.[૧૪] ત્રીજુ દાંતનું મુખ્ય ઘટક દ્વવ્ય રીપેરેટિવ દાંતીન તરીકે ઓળખાય છે, જે એટ્રિશન અથવા ડેન્ટલ કેરિઝ જેવા સ્ટિમૂલીની પ્રતિક્રિયામાં રચાય છે.[૧૬]
સિમેન્ટમ રચનાને સિમેન્ટોજિનેસિસ કહે છે અને દાંતના વિકાસના અંતિમ તબક્કામાં તે થાય છે. સિમેન્ટોબ્લાસ્ટ્સ એવી કોશિકાઓ છે જે સિમેન્ટોજિનેસિસ માટે જવાબદાર છે. સિમેન્ટમ બે પ્રકારના હોય છેઃ સેલ્યુલર(નાના કોષોનું બનેલું) અને અસેલ્યુલર (એક કોશીય)[૧૭]
એસેલ્યુસર સિમેન્ટમ સૌપ્રથમ રચાય છે. ફોલિક્યુલર (નાની ગ્રંથિ) કોશિકાઓમાંથી સિમેન્ટોબ્લાસ્ટ્સ જુદુ પડે છે, જે એકવાર હેર્ટવિગના ઈપિથેલિયલ રૂટ શેથ(એચઈઆરએસ (HERS)) બગડવાની શરૂઆત થાય ત્યારે જ દાંતના મૂળની સપાટી સુધી પહોંચી શકે છે. દાંતમાંથી દૂર જતાં પહેલાં સિમેન્ટોબ્લાસ્ટ્સ, મૂળની સપાટીની જમણી બાજુ પર સુક્ષ્મ કોલેજેન ફાઈબર (રેસા)નો સ્ત્રાવ કરે છે. સિમેન્ટોબ્લાસ્ટ્સની ગતિ સાથે, ફાઈબર (રેસા)ના સમૂહની જાડાઈ અને વિસ્તાર માટે વધુ કોલેજેન જમા થાય છે. નોનકોલેજનસ પ્રોટિન્સ, જેવા કે બોન સાઈલોપ્રોટિન્સ અને ઓસ્ટિઓકેલ્સિનનો પણ સ્ત્રાવ થાય છે.[૧૮] એસેલ્યુલર સિમેન્ટમમાં સ્ત્રાવિત પ્રોટિન્સ અને ફાઈબર (રેસા) ભરેલાં હોય છે. ખનિજીકરણ આકાર લેતાં, સિમેન્ટમમાંથી સિમેન્ટોબ્લાસ્ટ્સ દૂર થાય છે, અને ફાઈબર (રેસા) સપાટી છોડી દે છે. પરિણામ સ્વરૂપે તે અસ્થિબંધનની રચનામાં જોડાય છે.
દાંત રચનાની મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ અને સામેની દંતશૂળ (સંપર્કમાં)માં દાંત બંધ બેસી ગયા બાદ સેલ્યુલર સિમેન્ટમનો વિકાસ થાય છે.[૧૮] આ પ્રકારનું સિમેન્ટમ, પિરિઓડોન્ટલ અસ્થિબંધનના રેસાઓનાં સમૂહ ફરતે રચાય છે. સેલ્યુલર સિમેન્ટમ રચતું સિમેન્ટોબ્લાસ્ટસ, તેણે ઉત્પન્ન કરેલા સિમેન્ટમમાં જકડાય છે.
રચાઈ ગયેલા સિમેન્ટોબ્લાસ્ટ્સના મૂળ સેલ્યુલર સિમેન્ટમ અને એસેલ્યુલર સિમેન્ટમથી અલગ હોવાનું મનાય છે. મુખ્ય વર્તમાન હાઈપોથેસિસમાંની એક એ છે કે સેલ્યુલર સિમેન્ટમ ઉત્પન્ન કરતી કોશિકાઓ હાડકાને અડીને આવેલા વિસ્તારમાંથી બીજી જગ્યાએ જાય છે. જ્યારે એસેલ્યુલર સિમેન્ટમ ઉત્પન્ન કરતી કોશિકાઓ દાંતની નાની કોશિકામાંથી સર્જન થાય છે.[૧૮] તો પણ, તેવું મનાય છે કે સેલ્યુલર સિમેન્ટમ સામાન્ય રીતે એક મૂળ સાથે દાંતમાં જોવા મળતાં નથી[૧૮] દાઢ અને નાની દાઢ, સેલ્યુલર સિમેન્ટમ અણીની નજીકના મૂળના ભાગમાં જ અને બહુવિધ મૂળ વચ્ચેના ઈન્ટરરેડિક્યૂલર વિસ્તારમાં જોવા મળે છે.
દંતકોશ જે દાંતને ટેકો આપવા માટેનું માળખું છે, તે સિમેન્ટમ, પિરિઓડોન્ટલ અસ્થિબંધન, પેઢા અને એલ્વીલોર (મૂર્ધન્ય) અસ્થિનું બનેલું હોય છે. આ બધામાંથી ફક્ત સિમેન્ટમ જ દાંતનું ભાગ છે. એલ્વીલોર (મૂર્ધન્ય) અસ્થિ ટેકો આપવા માટે દાંતના મૂળને ચોતરફથી જકડી લે છે અને સામાન્ય રીતે "સોકેટ" તરીકે ઓળખાતા માળખાની રચના કરે છે. દંતની આસપાસ અસ્થિબંધન એલ્વીલોર (મૂર્ધન્ય) અસ્થિને સિમેન્ટમ સાથે જોડે છે અને પેઢામાં દેખાતી પેશીને વીંટળાયેલ હોય છે.[૧૯]
ડેન્ટલ ફોલિકલ (દંત ગ્રંથિ)ની કોશિકાઓ પિરિઓડોન્ટલ અસ્થિબંધન (પીડીએલ (PDL))ને અસ્તિત્વમાં લાવે છે. પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓમાં પિરિઓડોન્ટલ અસ્થિબંધનની રચના માટે જવાબદાર ચોક્કસ ઘટનાઓ દુધીયા (બાળ) દાંત અને કાયમી દાંત વચ્ચે જુદી પડે છે.[૧૮] છતા પણ, પિરિઓડોન્ટલ અસ્થિબંધનની રચના ડેન્ટલ ફોલિકલ (દંત ગ્રંથિ)માં થતા અસ્થિબંધન ફાઈબરોબ્લાસ્ટ્સથી શરૂ થાય છે. આ ફાઈબરોબ્લાસ્ટ્સથી કોલેજન મુક્ત થાય છે જે નજીકના હાડકા તથા સિમેન્ટમની સપાટી પરના ફાઈબર (રેસા) સાથે સંપર્કમાં આવે છે.[૨૦] આ સંપર્કને કારણે જોડાણનું સર્જન થાય છે જે મોઢામાં દાંત તરીકે વિકાસ પામે છે. આ ઓક્લુઝન (જડબા બંધ હોય ત્યારે દાંતની ચોક્કસ ગોઠવણી), જે દાંતની ગોઠવણ છે તે તેમજ સામ જડબાના દાંત કેવી રીતે સંપર્કમાં આવે, આ બંને પરિબળ પિરિઓડોન્ટલ અસ્થિબંધનને સતત અસર કરતા રહે છે. પિરિઓડોન્ટલ અસ્થિબંધનની આ અનંતકાલીન રચના ફાઈબર (રેસા)ના વિવિધ અનુસ્થાપન જેવા કે સમક્ષિતિજ અથવા ત્રાંસા સમૂહોના સર્જન માટે જવાબદાર હોય છે.[૧૮]
મૂળ અને સિમેન્ટમ રચવાનું શરૂ થતા જ, આસપાસના વિસ્તારમાં અસ્થિ બનવા લાગે છે. સમગ્ર શરીરમાં અસ્થિની રચના કરતી કોશિકાઓને ઓસ્ટિઓબ્લાસ્ટ કહેવામાં આવે છે. એલ્વીલોર બોન (મૂર્ધન્ય અસ્થિ)ના કિસ્સામાં, આ ઓસ્ટિઓબ્લાસ્ટ કોશિકાઓ ડેન્ટલ ફોલિકલ (દંત ગ્રંથિ)માં રચાય છે.[૧૮] પ્રારંભિક સિમેન્ટમની રચનાની જેમ જ, કોલેજન ફાઈબર (રેસા) નજીકના દાંતની સપાટી પર તૈયાર થાય છે, અને પિરિઓડોન્ટલ અસ્થિબંધનમાં જોડાય ત્યાં સુધી એ જ જગ્યાએ રહે છે.
માણસના શરીરમાં અન્ય અસ્થિઓની જેમ, એલ્વીલર બોન (મૂર્ધન્ય અસ્થિ)નો આકાર આખી જીંદગી બદલાતો રહે છે. ઓસ્ટિઓબ્લાસ્ટ્સ અસ્થિની રચના કરે છે અને ઓસ્ટિઓક્લેસ્ટસ તેનો નાશ કરે છે, ખાસ કરીને દાંત પર બળ આવતું હોય તેવા સંજોગોમાં.[૨૧] ઓર્થોડોન્ટિક્સની મદદથી જ્યારે દાંતની હિલચાલનો પ્રયત્ન કરવામાં આવે તેવા કિસ્સામાં, દાંતથી દાબક બળ હેઠળના અસ્થિનો વિસ્તાર આગળ વધે છે, તેમાં ઓસ્ટિઓક્લેસ્ટ્સનું સ્તર ઘણું વધારે હોય છે, પરિણામે અસ્થિ અવશોષણ થાય છે. દાંત સાથે જોડાયેલા પિરિઓડોન્ટલ અસ્થિબંધનો તરફથી મળતા તાણના વિસ્તારો તેનાથી દુરની બાજુએ ખસે છે, તેમાં મોટા પ્રમાણમાં ઓસ્ટિઓબ્લાસ્ટ્સ હોય છે, પરિણામે અસ્થિનું નિર્માણ થાય છે.[સંદર્ભ આપો]
પેઢા અને દાંત વચ્ચેના જોડાણને ડેન્ટોજીન્જીવલ જંકશન તરીકે ઓખળવામાં આવે છે. આ જંકશનમાં ત્રણ ઉપકલા પ્રકારો હોય છેઃ જીન્જીવલ (પેઢાને લગતું), સલ્કલર અને જંકશનલ ઉપકલા. આ ત્રણેય પ્રકારો મોટા પ્રમાણમાં ઉપકલા કોશિકાની રચના કરે છે જે દાંત અને મોં વચ્ચેના ઉપકલા કફ તરીકે ઓળખાય છે.[૧૮]
પેઢાની રચના સંપૂર્ણપણે સમજી શકાઈ નથી, પરંતુ એ વાત જાણમાં છે કે પેઢાના ઉપકલા અને દાંત વચ્ચેના હેમીડેસ્મોઝોમ્સ આકાર પ્રાથમિક ઉપકલા જોડાણ માટે જવાબદાર છે.[૧૮] હેમીડેસ્મોઝોમ્સ વધેલા એમેલોબ્લાસ્ટ્સ દ્વારા અપાતી ફિલામેન્ટ જેવી નાની રચનાઓ દ્વારા કોશિકાઓ વચ્ચે આધાર પુરો પાડે છે. એક વખત આ થઈ જાય એટલે, દંતવલ્ક અંગોનું એક ઉત્પાદન ઘટેલા દંતવલ્ક ઉપકલામાંથી જંકશનલ ઉપકલા રચે છે, અને ઝડપથી વિભાજિત થાય છે. તેના પરિણામ સ્વરૂપે જંકશનલ ઉપકલાના સ્તરનું કદ નિયમિત વધે છે અને પોષણના કોઈપણ સ્ત્રોતમાંથી એમેલોબ્લાસ્ટ્સના બાકી રહેલા હિસ્સાની આસપાસ કવચ રચાય છે. એમેલોબ્લાસ્ટ્સનો ક્ષય થતા, જીન્જીવલ સલ્કસ (દાંત અને પેઢાની કોશિકાઓ વચ્ચેની જગ્યા)ની રચના થાય છે.
અવારનવાર, શરીરમાં મજ્જાતંતુઓ અને રક્તવાહિનીઓ એકબીજાની સમાંતરે જતી હોય છે, અને બંનેનું નિર્માણ એક સાથે એક સરખી રીતે થાય છે. જોકે, દાંતના કિસ્સામાં વિકાસના અલગઅલગ દરના કારણે મજ્જાતંતુઓ અને રક્તવાહિનીઓ માટે આ લાગુ પડતું નથી.[૧]
દાંતના વિકાસ અને ડેન્ટલ ફોલિકલ (દંત ગ્રંથિ) તરફની વૃદ્ધિ વખતે પડ તબક્કા દરમિયાન દાંતની નજીક મજ્જાતંતુ ફાઈબર (રેસા)ઓ શરૂ થાય છે. એક વખત ત્યાં પહોંચી ગયા બાદ, મજ્જાઓ દાંતની કલિકાની આસપાસ વિકસવા લાગે છે અને દાંતીનની રચનાની શરૂઆત થાય ત્યારે ડેન્ટલ પેપિલે (દાંતની અંદરનો પોચો ભાગ)માં પ્રવેશે છે. મજ્જાઓ ક્યારેય દંતવલ્ક (બાહ્ય કઠણ પડ) અંગમાં વિપુલ પ્રમાણમાં ઉત્પન થતી નથી.<[૧]
રક્તવાહિનીઓ ડેન્ટલ ફોલિકલમાં રચાય છે અને પડ તબક્કામાં ડેન્ટલ પેપિલેમાં પ્રવેશે છે.[૧] રક્તવાહિનીઓનું જૂથ ડેન્ટલ પેપિલેના પ્રવેશ ભાગ પર રચાય છે. મોટી સંખ્યામાં રક્તવાહિનીઓ ક્રાઉન તબક્કાની શરૂઆતમાં મહત્તમ પ્રમાણમાં પહોંચે છે, અને ડેન્ટલ પેપિલે અંતે દાંતના ગરભમાં રચાય છે. આખા જીવનકાળ દરમિયાન, દાંતમાં ગરભની પેશીઓ ઘટે છે, જેનો અર્થ એવો થાય છે કે ઉંમર વધતા દાંતમાં લોહીનો પૂરવઠો ઓછો થતો જાય છે.[૨૧] દંતવલ્ક અંગ ઉપકલા મૂળમાંથી તૈયાર થતું હોવાથી રક્તવાહિનીઓ વગરનું હોય છે, અને દંતવલ્ક (બાહ્ય પડ) અને દાંતીનની ખનિજીકૃત પેશીઓને લોહીમાંથી પોષણ મળતું નથી.
દાંત જ્યારે મોંમાં પ્રવેશે છે અને દેખાવા લાગે છે જ્યારે દાંત ફૂટી નીકળવાની પ્રક્રિયા જોવા મળે છે. દાંત ફૂટી નીકળવાની પ્રક્રિયા ઘણી જટીલ હોવાનું સંશોધકોએ સ્વીકારવા છતા, દાંત ફૂટી નીકળવાની કાર્યપદ્ધતિની ઓળખ પર એક નાની સમજૂતી જોવા મળે છે.[૨૨] કેટલાક લોકો સામાન્યપણે એવી પદ્ધતિને અનુસરે છે જે ઘણા લાંબા સમયથી ખોટી સાબિત થઈ છે જેમાં અહીં દર્શાવેલી પદ્ધતિઓનો સમાવેશ થાય છેઃ (1) દાંતના મૂળની વૃદ્ધિ થતા દાંતને મોંમાં ઉપરની બાજુએ ધક્કો લાગે છે, (2) દાંતની આસપાસના હાડકાનો વિકાસ થવાથી દાંતને ઉપરની બાજુએ ધક્કો લાગે છે, (3) વાહિનીઓના દબાણના કારણે દાંતને ઉપરની બાજુએ ધક્કો લાગે છે, (4) દાંતને કુશનોઈડ હેમકોક (ઝોળી જેવા ઉપસેલા ભાગ)થી ઉપરની બાજુએ ધક્કો લાગે છે.[૨૩] કુશનોઈડ હેમકોક પદ્ધતિ સૌ પ્રથમ વખત હેરી સીશેર દ્વારા રજૂ કરવામાં આવી હતી જે 1930થી 1950ના સમયગાળામાં વ્યાપક રીતે શીખવાતી હતી. આ પદ્ધતિમાં માનવામાં આવતુ હતુ કે દાંતની નીચેના અસ્થિબંધન, જે સીશેરે હિસ્ટોલોજીક સ્લાઈડ પર માઈક્રોસ્કોપ હેઠળ જોયું હતું, તે દાંત ફૂટી નીકળવા માટે જવાબદાર છે. બાદમાં, સીશેરે જે “અસ્થિબંધન” જોયુ હતુ તેને માત્ર સ્લાઈડ તૈયાર કરવાની પ્રક્રિયા વખતે કૃત્રિમ રીતે તૈયાર થયું હોવાનું માનવામાં આવતું હતું.[૨૪]
હાલમાં સૌથી વ્યાપક રીતે અપનાવાયેલી પદ્ધતિ એ છે કે જ્યારે કેટલાક બળ કે જે સંભવતઃ દાંત ફૂટવાની પ્રક્રિયામાં સમાયેલા હોય, ત્યારે પિરિઓડોન્ટલ અસ્થિબંધનો સમગ્ર પ્રક્રિયાને મુખ્ય બળ પુરુ પાડે છે. કેટલાક સિદ્ધાંતવાદીઓ એવી ધારણા કરે છે કે પિરિઓડોન્ટલ અસ્થિબંધનો તેમના કોલેજન તંતુઓના સંકોચન અને સામસામે જોડાણ તેમજ તેમના ફાઈબરોબ્લાસ્ટ્સના સંકોચન દ્વારા દાંત ફૂટવાની ઘટનાને પ્રોત્સાહન આપે છે.[૨૫]
અલગ અલગ લોકોમાં દાંત ફૂટવાની ઘટના અલગ અલગ રીતે જોવા મળતી હોવા છતા, દાંત ફૂટવાની એક સામાન્ય સમયરેખા તૈયાર કરવામાં આવી છે. લાક્ષણિક રીતે, માણસમાં 20 પ્રારંભિક (બાળ) દાંત અને 32 કાયમી દાંત હોય છે.[૨૬] દાંત ફૂટવાના ત્રણ તબક્કા હોય છે. પ્રથમ તબક્કો ટુંકા ગાળા માટે દંત રચનાનો તબક્કો છે જે, માત્ર પ્રારંભિક દાંત દેખાતા હોય ત્યારે જોવા મળે છે. મોંમાં એક વખત કાયમી દાંત આવી જાય એટલે, દાંત મિશ્રિત (અથવા સંક્રમિત) દંત રચનામાં જોવા મળે છે. જ્યારે છેલ્લો પ્રારંભિક દાંત પડી જાય – આ પ્રક્રિયા એક્સફોલિએશન તરીકે ઓળખાય છે – એટલે દાંત કાયમી રચનામાં આવી જાય છે.
પ્રારંભિક દંત રચનાની શરૂઆત નીચલા જડબામાં રાક્ષસી દાંત આવે ત્યારથી થાય છે, સામાન્યપણે આઠમા મહિને, અને છેલ્લે પ્રથમ કાયમી દાઢ આવે ત્યાં સુધી રહે છે, સામાન્યપણે છ વર્ષ સુધી.[૨૭] પ્રારંભિક દાંત લાક્ષણિક રીતે નીચે દર્શાવેલા ક્રમાનુસર ફૂટે છેઃ (1) મધ્ય રાક્ષસી દાંત, (2) છેડાના રાક્ષસી દાંત, (3) પહેલી દાઢ, (4) તીક્ષ્ણ દાંત, અને (5) બીજી દાઢ.[૨૮] સામાન્ય નિયમ પ્રમાણે, જીવનના દર છ મહિને ચાર દાંત ફૂટે છે, નીચલા જડબાના દાંત ઉપલા જડબાના દાંત કરતા પહેલા ફૂટે છે, અને પુરુષો કરતા મહિલાઓમાં વહેલા દાંત ફૂટે છે.[૨૯] પ્રારંભિક દંત રચના દરમિયાન, કાયમી દાંતના દંત કલિકાઓ પ્રારંભિક દાંતની નીચે તાળવા અથવા જીભની નજીકમાં વિકાસ પામે છે.
મિશ્રિત દંત રચના મોંમાં પહેલી કાયમી દાઢ આવતા શરૂ થઈ જાય છે, સામાન્યપણે છઠ્ઠા વર્ષે, અને છેલ્લો પ્રારંભિક દાંત પડી જાય ત્યાં સુધી ચાલુ રહે છે, સામાન્યપણે અગિયારથી બાર વર્ષ.[૩૦] ઉપલા જડબામાં કાયમી દાંત નીચલા જડબામાં ફૂટતા કાયમી દાંત કરતા અલગ ક્રમમાં ફૂટે છે. ઉપલા જડબામાં આ ક્રમ પ્રમાણે દાંત ફૂટે છેઃ (1) પ્રથમ દાઢ, (2) મધ્ય રાક્ષસી દાંત, (3) છેડાના રાક્ષસી દાંત, (4) પહેલી નાની દાઢ, (5) બીજી નાની દાઢ, (6) તીક્ષ્ણ દાંત, (7) બીજી દાઢ, અને (8) ત્રીજી દાઢ. નીચેના જડબામાં આ ક્રમ પ્રમાણે દાંત ફૂટે છેઃ (1) પહેલી દાઢ, (2) મધ્ય રાક્ષસી દાંત, (3) છેડાના રાક્ષસી દાંત, (4) તીક્ષ્ણ દાંત, (5) પહેલી નાની દાઢ, (6) બીજી નાની દાઢ, (7) બીજી દાઢ, અને (8) ત્રીજી દાઢ. પ્રારંભિક દંત રચનામાં નાની દાઢ ન હોવાથી, પ્રારંભિક દાઢનું સ્થાન કાયમી નાની દાઢ લે છે.[૩૧] જો કોઈ કાયમી દાંત ફૂટવા માટે તૈયાર હોય તે પહેલા જ તે સ્થાનેથી પ્રારંભિક દાંત પડી જાય, તો કેટલાક પોસ્ટિરિઅર દાંત અગાઉથી આવે છે જે મોંમાં જગ્યા ઘટી જવાનું કારણ બને છે.[૩૨] તેના કારણે દાંતની હરોળમાં ભીડ થઈ શકે છે અને/અથવા કાયમી દાંત ફૂટે ત્યારે તે ખોટા સ્થાને પણ આવી શકે છે, જેને સામાન્યપણે મેલોક્લુઝન (જડબાબ ભેગા હોય ત્યારે દાંતની અચોક્કસ ગોઠવણી) કહેવાય છે. આવા કિસ્સામાં વ્યક્તિએ પોતાના દાંત સીધી હરોળમાં કરવા માટે સંભવતઃ ઓર્થોટોન્ટિક્સ કરાવવું પડે છે.
જ્યારે છેલ્લો પ્રારંભિક દાંત પડી જાય ત્યારે કાયમી દંત રચનાની શરૂઆત થાય છે, સામાન્યપણે 11થી 12 વર્ષે, અને તે વ્યક્તિ જીવે ત્યાં સુધી અથવા બધા જ દાંત પડી જાય (ઈડેન્ટુલિઝમ) ત્યાં સુધી ચાલુ રહે છે. આ તબક્કામાં, સડો, દુઃખાવો કે દાંતો ભીંસાવાથી ત્રીજી દાઢો (“ડહાપણની દાઢ” તરીકે પણ ઓળખાય છે) અવારનવાર ફૂટી નીકળે છે. દાંત પડી જવાનું મુખ્ય કારણ સડો અને દાંત પિરિઓડોન્ટલ બીમારી હોય છે.[૩૩]
પ્રારંભિક દાંત | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
દાંત | મધ્ય રાક્ષસી દાંત |
છેડાના રાક્ષસી દાંત |
તીક્ષ્ણ દાંત | પહેલી નાની દાઢ |
બીજી નાની દાઢ |
પહેલી દાઢ |
બીજી દાઢ |
ત્રીજી દાઢ |
ઉપલા જડબાના દાંત | 10 મહિના | 11 મહિના | 19 મહિના | - | - | 16 મહિના | 29 મહિના | - |
નીચલા જડબાના દાંત | 8 મહિના | 13 મહિના | 20 મહિના | - | - | 16 મહિના | 27 મહિના | - |
કાયમી દાંત | ||||||||
દાંત | મધ્ય રાક્ષસી દાંત |
છેડાના રાક્ષસી દાંત |
તીક્ષ્ણ દાંત | પહેલી નાની દાઢ |
બીજી નાની દાઢ |
પહેલી દાઢ |
બીજી દાઢ |
ત્રીજી દાઢ |
ઉપલા જડબાના દાંત | 7-8 વર્ષ | 8–9 વર્ષ | 11–12 વર્ષ | 10–11 વર્ષ | 10–12 વર્ષ | 6–7 વર્ષ | 12–13 વર્ષ | 17–21 વર્ષ |
નીચલા જડબાના દાંત | 6–7 વર્ષ | 7-8 વર્ષ | 9–10 વર્ષ | 10–12 વર્ષ | 11–12 વર્ષ | 6–7 વર્ષ | 11–13 વર્ષ | 17–21 વર્ષ |
દંતવલ્ક ઉત્પન થયા બાદ તુરંત એક ચોક્કસ પ્રકારની ફિલ્મથી ઢંકાઈ જાય છેઃ નાસ્મીથની મેમ્બ્રેન અથવા ‘દંતવલ્ક ક્યુટીકલ’, મૂળાંકરના અંગનું માળખુ જે કેરાટિનનું બનેલું હોય છે જે દંતવલ્ક અંગની વૃદ્ધિ કરે છે.[૩૫][૩૬]
માણસની વૃદ્ધિ અને વિકાસમાં અન્ય પરિબળોની જેમ દાંતના વિકાસ પર પણ પોષણની અસર પડે છે. સ્વસ્થ દાંત માટે જરૂરી પોષક તત્વોમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, અને વિટામીન એ, સી તેમજ ડીનો સમાવેશ થાય છે. હાઈડ્રોક્સયાપેટાઈટના સ્ફટીકની યોગ્ય રચના માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ જરૂરી છે, અને લોહીમાં તેનું સ્તર વિટામિન ડી દ્વારા જાળવી શકાય છે.કેરાટિનના નિર્માણ માટે વિટામિન એ જરૂરી છે, જ્યારે કોલેજન માટે વિટામિન સી જરૂરી છે. ફ્લોરાઈડ વિકસી રહેલા દાંતના હાઈડ્રોક્સયાપેટાઈટ સ્ફટીકો સાથે સંકળાયેલું છે અને તે બિનખનિજીકરણ કે સડો થવા સામે તેને વધુ પ્રતિરોધક બનાવે છે.[૨૦]
આ પોષક તત્વોની ઊણપથી દાંતના વિકાસ પર મોટી સંખ્યામાં અસરો પડે છે.[૩૭] કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડીની ઊણપ હોય તેવી સ્થિતિમાં દાંતનો કઠણ ભાગ સંભવતઃ ઓછા ખનિજતત્વો વાળો હોય છે. વિટામિન એની ઊણપ દંતવલ્ક (બાહ્ય પડ)ની રચનાના પ્રમાણમાં ઘટાડો કરે છે. ફ્લોરાઈડની ઊણપથી દાંત જ્યારે એસિડિક વાતાવરણમાં ખુલ્લા હોય ત્યારે બિનખનિજીકરણ થાય છે, અને પુનઃખનિજીકરણમાં પણ મોડુ થાય છે. વધુમાં, જો ફ્લોરાઈડનું પ્રમાણ વધારે પડતુ હોય તો દાંતનો જ્યારે વિકાસ થઈ રહ્યો હોય ત્યારે ફ્લોરોસિસની સ્થિતિ ઉભી થઈ શકે છે.
દાંતના વિકાસ સાથે સંખ્યાબંધ અસાધારણતાઓ સંકળાયેલી છે.
એનોડોન્ટિયાએ સંપૂર્ણપણે દાંતના વિકાસનો અભાવ છે, અને હાઈપોડોન્ટિયા અમુક દાંતના વિકાસનો અભાવ છે. એનોડોન્ટિયા જવલ્લે જ જોવા મળે છે, જે મોટાભાગે હાઈપોહાઈડ્રોટિક એક્ટોડેર્મલ ડિસ્પ્લેસિયાની સ્થિતિમાં જોવા મળે છે, જ્યારે હાઈપોડોન્ટિયા ઘણી સામાન્યપણે જોવા મળતી વિકાસની અસાધારણતાઓ પૈકીની એક છે, જે 3.5–8.0% વસ્તીને અસર કરે છે (ત્રીજી દાઢના સમાવેશ સિવાય). ત્રીજી દાઢની ગેરહાજરી ઘણી સામાન્ય બાબતે છે, જે 20–23% વસ્તીમાં જોવા મળે છે જ્યારે તેના પછી બીજી નાની દાઢ અને છેડાના રાક્ષસી દાંતનો ક્રમ આવે છે. હાઈપોડોન્ટિયા મોટાભાગે દાંતના પડની ગેરહાજરી સાથે સંકળાયેલું છે, જે પરિસ્થિતિકીય બળો સામે નિર્બળ હોય છે, જેમ કે ચેપ અને કિમોથેરાપી સારવાર, અને ઘણા સિન્ડ્રોમ જેમકે ડાઉન સિન્ડ્રોમ અને ક્રોઉઝોન સિન્ડ્રોમ સાથે પણ તે સંકળાયેલા હોય છે.[૩૮]
હાઈપરડોન્ટિયા બહારના દાંતનો વિકાસ છે. તે 1–3% કોકેશિયનો અને અવારનવાર એશિયનોમાં પણ જોવા મળે છે.[૩૯] આ પ્રકારના કુલ કેસો પૈકી 86% કેસોમાં લોકોનાં મોંમાં એક વધારાનો દાંત જોવા મળે છે, મોટાભાગે તે ઉપલા જડબામાં જ્યાં રાક્ષસી દાંત હોય તે જગ્યાએ જોવા મળે છે.[૪૦] હાઈપરડોન્ડિયાને દાંતના પડના વધુ પડતા જથ્થા સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે.
ડિલેસેરેશનએ દાંત પર જોવા મળતો એક અસાધારણ વળાંક છે, અને વિકાસપામી રહેલા દાંતની કલિકા તરફ જઈ રહેલા ટ્રોમા સાથે સંકળાયેલા હોય છે. જેમ જેમ દાંત તૈયાર થાય તેમ, દબાણ પડે છે જે દાંતને મૂળ સ્થળેથી ખસેડે છે, જેના કારણે બાકીના દાંત અસાધારણ ખૂણા પર ઉગે છે. દાંતની કલિકાની બાજુમાં આવેલી ફોલ્લી અથવા ગાંઠને ડિલેસેરેશન માટે જવાબદાર બળો તરીકે ગણવામાં આવે છે, આથી પ્રારંભિક (બાળ) દાંત ટ્રોમા દ્વારા ઉપરની બાજુએ પેઢામાં ધકેલવામાં આવે છે જ્યાં તે કાયમી દાંતની દાંત કલિકાને ફેરવે છે.[૪૧]
રિજનલ ઓડોન્ટોડિસ્પ્લેસિયા ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તે મોટાભાગે ઉપલા જડબા અને અંદરના દાંતમાં જોવા મળે છે. તેનું કારણ હજુ અજ્ઞાત છે; સંખ્યાબંધ કારણોની ધારણાઓ કરવામાં આવે છે, જેમાં મજ્જાતંતુઓના છેડાની કોશિકાઓમાં વિક્ષેપન, ચેપ, વિકિરણ થેરાપી, અને વાહિની પૂરવઠામાં ઘટાડા (સૌથી વ્યાપક રીતે સ્વીકારયેલું અનુમાન)નો પણ સમાવેશ થાય છે.[૪૨] રિજનલ ઓડોન્ટોડિસ્પ્લેસિયા દ્વારા અસરગ્રસ્ત દાંત ક્યારેય મોંમાં ઉગતા નથી, તેની નાની ટોચ હોય છે, અને પીળા-કથ્થઈ રંગના હોય છે, તેમજ અનિયમિત આકાર હોય છે. આ પ્રકારના દાંત એક્સ-રેમાં અર્ધપારદર્શક અને “ધુંધળા” જોવા મળે છે, અને તે “ભૂતિયા દાંત”માં પરિણમે છે.[૪૩]
માછલીઓમાં હોક્સ જીન દાંતની શરૂઆત માટેની નિયમન રચનાને વ્યક્ત કરે છે[૪૪][૪૫]
ઉંદરમાં ડબ્લ્યુએનટી (WNT) સંકેતો દાંતના વિકાસની પહેલ માટે જરૂરી હોય છે.[૪૬][૪૭]
દાંત જર્મ[૪૮]ના ખૂબ જ પ્રારંભિક તબક્કામાં દાંતના ઉપરના પડના એક્ટો-મેસેન્શમલ કોશિકાને ઘટ્ટ બનાવવા એનજીએફ-આર (NGF-R) હોય છે અને દાંતના મોર્ફોજેનેટિક (આકારજનનશાસ્ત્ર) અને સાઈટોડિફરેન્સીએશન(કોશિકાભેદ) દરમિયાન બહુલક્ષી ભૂમિકા ભજવે છે.[૪૯][૫૦][૫૧] પેરિફરલ ટ્રાઈજેમનીલ મજ્જાતંતુની ગેરહાજરી અને દાંતના અભાવ વચ્ચે સંબંધ હોય છે (જુઓ હાઈપોડોન્ટિયા).
દાંતના તમામ તબક્કા(કલિકાનું ઉગવું, પડ, ઘંટાકાર, આગળનો ભાગ), વિકાસ અને આકાર જનનશાસ્ત્ર (મોર્ફોજેનેસિસ)નું નિયમન પ્રોટીન દ્વારા થાય છેઃ સોનિક હેજ્હોગ.[૪૬][૫૨][૫૩][૫૪]
દાંતના વિકાસ દરમિયાન કેરાટિનાઈઝેશન(શ્રૃંગીકરણ) અને એમેલોજેનેસિસ વચ્ચે જોરદાર સમાનતાં હોય છે.[૫૫][૫૬] દાંતના જર્મ(અર્ધ કે અવિકસિત ભાગ)ના ઉપરની કોશિકામાં કેરાટિન (પડનું અંગ) પણ હોય છે[૫૭] તેમજ દાંત પર કેરાટિનનું પાતળું પડ હોવાનું તાજેતરમાં જ બહાર આવ્યું છે (નાસ્મીથની મેમ્બ્રેન (અંતરત્વચા) અથવા પડ ત્વચા).[૫૮]
પડ ત્વચા ગ્રંથિ, ટૂથ મોર્ફોજેનેસિસ અને ઓડોન્ટોબ્લાસ્ટ ભિન્નતામાં સાંકેતિક કેન્દ્ર તરીકે હોય છે.[૫૯][૬૦][૬૧][૬૨]
વિવિધ ફેનોટાઈપિક ઉમેરા દાંતના કદનું નિયમન કરે છે.[૬૩]
પ્રાગૈતિહાસિક માણસના દાંતના આકાર આધુનિક માણસના આકારથી અલગ હતા.[૬૩][૬૪]
કેટલાંક ડેર્મોઈડ ટેરાટોમા (ખાસ કરીને બીજકોશ, ફેફસાં, સ્વાદુપિંડ અને પરીક્ષણો) દાંતનો સંપૂર્ણ વિકાસ કરે છે.[૬૫][૬૬][૬૭][૬૮]
દાંત ફૂંટી નીકળવા માટે પેરાથીરોઇડ હાર્મોન જરૂરી છે.[૬૯]
સરળતમ દાંત સાથે વંશસૂત્રના પ્રાણી સંભવતઃ કીડા વર્ગના એન્સાઈલોસ્ટોમા (એન્સાઈટોસ્ટોમા ડ્યૂડેનલ, નેકટર અમેરિકન્સ) છે.[૭૦]
દાંતએ એટાવિક માળખું છે અને તેનો વિકાસ ઘણા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સમાન હોય છે.[૫૩][૭૧][૭૨][૭૩][૭૪][૭૫]
માછલીઓ અનેક વિશેષ હાડકાઓનું બંધારણ ધરાવતી હોય છે,[૭૬] તે દાંત સાથે (આર્કોસેર્ગસ પ્રોબેટોસેફ્લસ ઓર્ડર પર્સિફોર્મ્સ, ફેમિલી સ્પેરિડે) અને દાંત વગર (કેરિસ્ટિડેઈ ઓર્ડર પર્સિફોર્મ્સ, ફેમિલી કેરિસ્ટિડેઈ, નાની વયમાં નિશાન સ્વરૂપમાં દાંતની હાજરી) સાથેનું શરીર માળખું ધરાવે છે.[૭૭]
મોટાભાગના પ્રાણીઓથી અલગ, એક નાટ્યાત્મક અલગ વ્યવસ્થાતંત્ર મારફતે શાર્ક જીવનભર નવા દાંત ઉત્પન્ન કરવાનું ચાલુ જ રાખે છે.[૭૮][૭૯][૮૦] શાર્ક ખોરાક લે છે ત્યારે આસાનીથી દાંત ગુમાવે છે (પ્રાણીશાસ્ત્રીઓનાં અંદાજ અનુસાર એક શાર્ક એક વર્ષમાં 2,400 દાંત ગુમાવે છે[૮૧]), કારણ કે શાર્કના દાંતને મૂળ હોતા નથી - ત્યારબાદ તેને નવા દાંત ફૂંટવાના ચાલુ જ રહે છે શાર્કના દાંત જીભ નજીક ભીંગડા સ્વરૂપે હોય છે અને સંપૂર્ણપણે વિકાસ થાય ત્યાં સુધી હારબંધ જડબામાંથી બહાર તરફ નીકળે છે. તેનો ઉપયોગ થાય છે અને છેવટે મૂળસ્થાનેથી આ દાંત પડી જાય છે.[૮૨]
કેટલાંક અપવાદો સાથે, સાપને પણ સામન્યપણે દાંત હોય છે (ઈંડા ખાતા આફ્રિકન સાપ).
આજે, પક્ષીઓને દાંત હોતા નથી, છતા, એવી ધારણા છે કે પ્રાગૈતિહાસિક પક્ષીઓને, જેવા કે આર્ચેઓપ્ટેરીક્સને, દાંત હતા.[૮૩]
ટૂબૂલિડેન્ટાટા (સસ્તન પ્રાણી વર્ગ) શ્રેણીમાં પડ વગરના દાંત હોય છે, તેમાં તીક્ષ્ણ અને રાક્ષસી ભાગની ઉણપ હોય છે અને દાઢ મૂળમાંથી સતત ઉગી નીકળતી હોય છે.[૮૪]
સામાન્યરીતે, માનવજાત સિવાયના સસ્તન પ્રાણીઓમાં દાંતનો વિકાસ માનવ દાંતના વિકાસની જેવો જ હોય છે. તેમાં રહેલી વિવિધતા આકાર વિજ્ઞાન, સંખ્યા, વિકાસ સમયની રૂપરેખા અને દાંતના પ્રકાર પર આધાર રાખે છે, દાંતના વાસ્તવિક વિકાસમાં તે સામાન્ય રીતે દેખાતું નથી.
માનવજાત સિવાયના સસ્તન પ્રાણીઓમાં દાંતના દંતવલ્ક (કઠણ ભાગ)ની રચના માનવીમાં જે રીતે હોય છે તેવી જ હોય છે. ડેન્ટલ પેપિલે (દાંતની અંદરનો પોચો ભાગ) સહિત દંતવલ્ક ઓર્ગન (દાંતના ઉપરના કઠણ ભાગ) અને એમેલોબ્લાસ્ટ્સ એકસરખી કામગીરી કરે છે.[૮૫] છતા પણ, મનુષ્ય અને મોટાભાગના અન્ય પ્રાણીઓમાં એમેલોબ્લાસ્ટ્સ ખતમ છે. જ્યારે વધુ દાંતના પડની રચના અસંભવિત છે. - જોકે, ઉંદરોમાં પડનું નિર્માણ ચાલુ જ રહે છે. વિવિધ સામગ્રી પરથી કરડીને ખાઈ જઈને તેઓનાં દાંતને વાળવા માટે દબાણ કરે છે.[૮૬] જો ઉંદરોને કરડતા અટકાવવામાં આવે તો, તેમનાં મોંના મૂળમાં દાંતની અંદર પંકચર (કાણું) પડે છે. વધારામાં, ઉંદરના તીક્ષ્ણ દાંત બે અડધા ભાગના બનેલા હોય છે. જે ક્રાઉન અને રૂટ એનાલોગ તરીકે ઓળખાય છે. જેમાં ઉપરનો અડધો ભાગ (લેબિઅલ હાફ) પડથી ઢંકાયેલો હોય છે અને દાંતના આગળના ભાગ (ક્રાઉન) જેવો હોય છે, જ્યારે લિંગ્વલા હાફ (જીભની અંદરનો અડધો ભાગ) મુખ્ય ઘટક દ્રવ્યથી ઢંકાયેલો હોય છે અને મૂળ જેવો હોય છે. ઉંદરના તીક્ષ્ણ દાંતમાં રૂટ અને ક્રાઉનનો એકસાથે વિકાસ થાય છે અને જીવનભર તેનો વિકાસ ચાલુ રહે છે.
ઉંદરના દાંતના પડમાં ખનિજ દ્રવ્ય (મિનરલ)નો ફેલાવો વાનર, શ્વાન, ડુક્કર અને મનુષ્યથી અલગ હોય છે.[૮૭] અશ્વના દાંતમાં દંતવલ્ક (કઠણ ભાગ) અને દાંતના મુખ્ય ઘટક દ્રવ્ય પડો (દાંતીન લેયર્સ) એકબીજા સાથે વીંટળાયેલા હોય છે, જે મજબુતી વધારે છે અને દાંતના વળવાના પ્રમાણને ઘટાડે છે.[૮૮][૮૯]
"સોકેટ"નું સર્જન કરતાં સહાયક માળખાઓ સસ્તન પ્રાણીઓ અને ક્રોકોડીલિયા (મગર જેવા ઉભયજીવી)માં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.[૧૮] મોટા શાકાહારી, જલચર પ્રાણીઓમાં દાઢનો વિકાસ જડબામાંથી અલગથી થાય છે, અને નાજૂક કોશમંડળ દ્વારા અલગથી હાકડાના કવચમાં મુકાયેલ હોય છે. વારાફરતી દાંત ઉગવાની પ્રક્રિયા હાથીઓમાં પણ બને છે, જેમાં એક દાંત પડી જવાથી તેના સ્થાને નવો દાંત ઉગે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.