દક્ષિણ અમેરિકાના દેશોની યાદી
From Wikipedia, the free encyclopedia
અહીં કોષ્ટકમાં દક્ષિણ અમેરિકી દેશો અને પરાધીન વિસ્તારો અંગે તેમની રાજધાની, સત્તાવાર ભાષાઓ, ચલણ, વસ્તી, કુલ વિસ્તાર અને જીડીપી પર કેપિટા પીપીપીની માહિતી આપેલ છે. આ ૧૩ દેશો અને એક પરાધીન વિસ્તારોની યાદી યુનાઈટેડ નેશન આધારિત છે.[1]
દક્ષિણ અમેરિકાની પશ્વિમે પેસિફિક મહાસાગર આવેલો છે અને પૂર્વે તથા ઉત્તરે એટલાન્ટિક મહાસાગર આવેલ છે. ઉત્તર અમેરિકા અને કેરેબિયન સમુદ્ર ઉત્તર પૂર્વમાં સ્થિત છે. દક્ષિણ એમેરિકાનો કુલ વિસ્તાર આશરે ૧,૭૮,૪૦,૦૦૦ ચોકિમી (૬૮,૯૦,૦૦૦ ચોમાઈલ), અથવા દુનિયાના કુલ વિસ્તારનો લગભગ ૩.૫% છે. ૨૦૦૮માં ધ વર્લ્ડ ફેક્ટબુક મુજબ તેની વસ્તી ૩૮,૦૦,૦૦,૦૦૦થી વધુ છે. બધા જ ખંડોમાં વિસ્તારની દૃષ્ટિએ દક્ષિણ અમેરિકા ચોથા ક્રમાંકે આવે છે અને વસ્તીની દૃષ્ટિએ પાંચમા ક્રમાંકે આવે છે.[2]
ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડની સીમા સ્પષ્ટ નથી. આ સીમા ઈસ્ટુમસ ઓફ પનામામાં આવેલી છે જોકે પનામાને ઉત્તર અમેરિકાનો ભાગ ગણવામાં આવે છે.