પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું મહત્ત્વનું પુરાતાત્ત્વિક સ્થળ From Wikipedia, the free encyclopedia
તક્ષશિલા એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું મહત્ત્વનું પુરાતાત્ત્વિક સ્થળ છે. તે રાજધાની ક્ષેત્ર ઇસ્લામાબાદ અને રાવલપિંડીથી લગભગ ૩૨ કિ.મી. ઉત્તર-પશ્ચિમે આવેલું છે. પ્રાચીન તક્ષશીલા ગાંધાર દેશની રાજધાની અને શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર હતું. તે દક્ષિણ એશિયા અને મધ્ય એશિયાને જોડતા મહત્ત્વના માર્ગોના સંગમ પર સ્થિત હતું. એક શહેરના રૂપે તેની ઉત્ત્પત્તિ ઇ.સ. પૂર્વે ૧૦૦૦ની આસપાસ થઈ હતી.[૧] ૧૯૮૦માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું છે.[૨]
તક્ષશિલા | |
---|---|
ધર્મરાજિકા એક પ્રાચીન સ્તૂપ | |
અક્ષાંશ-રેખાંશ: 33°44′45″N 72°47′15″E | |
દેશ | પાકિસ્તાન |
પ્રાંત | પંજાબ |
જિલ્લો | રાવલપિંડી, પંજાબ, પાકિસ્તાન |
સમય વિસ્તાર | UTC+૦૫:૦૦ (પાકિસ્તાન માનક સમય) |
રામાયણના સંદર્ભમાં તક્ષશિલા (પાલીમાં Takkasilā,[૩], સંસ્કૃતમાં तक्षशिला) નામ ભરતના પુત્ર તક્ષના સન્માનમાં રાખવામાં આવ્યું છે.[૪] અન્ય એક વ્યુત્પત્તિ અનુસાર તક્ષશિલા એ નાગરાજ તક્ષક સંબધિત છે.[૫]
વૈદિક ગ્રંથ શતપથ બ્રાહ્મણ અનુસાર વૈદિક દાર્શનિક ઉદ્દાલક આરુણીએ (ઇ.સ.પૂ. ૭મી સદી) ગાંધાર ક્ષેત્રની મુલાકાત લીધી હતી. બૌદ્ધિક જાતક કથાઓ અનુસાર આરુણી અને તેના પુત્ર શ્વેતકેતુએ તક્ષશિલા શહેરમાં શિક્ષા-અભ્યાસ કર્યો હતો.[૬] તક્ષશીલાનો પ્રાચીનતમ ઉલ્લેખ પાણિનીના વ્યાકરણ ગ્રંથ (ઇ.સ.પૂ. પાંચમી સદી) અસ્તાધ્યયીમાં જોવા મળે છે.[૩]હિંદુ મહાકાવ્ય મહાભારત વ્યાસ ઋષિના શિષ્ય વૈશંપાય અને જનમેજય વચ્ચેનો વાર્તાલાપ છે. પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે કે, પરિક્ષિત રાજાના વંશજ જનમેજયના નાગયજ્ઞ દરમિયાન મહાભારતની કથા સૌપ્રથમ વાર તક્ષશિલામાં જ વૈશંપાય દ્વારા કરવામાં આવી હતી.[૪] અન્ય એક કથા અનુસાર તક્ષશિલામાં કુરુવંશના શાસક પરિક્ષિતનું (અર્જુનના પૌત્ર) શાસન હતું.[૭]રામાયણમાં તક્ષશિલાનો એક સમૃદ્ધ નગર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે રામના અનુજ ભરત દ્વારા આ નગરની સ્થાપના કરવામાં આવી હતી. ભરતે આ સ્થળની નજીક જ અન્ય એક નગર પુષ્પકલાવતીની સ્થાપના કરી તેના બન્ને પુત્રો તક્ષ અને પુષ્કરને તેના શાસકો તરીકે નિયુક્ત કર્યા હતા.[૮]બૌદ્ધ જાતક કથાઓ અનુસાર તક્ષશિલા ગાંધાર દેશની રાજધાની અને શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર હતું.[૪]જૈન પરંપરા અનુસાર પ્રથમ તીર્થંકર ઋષભ દેવે લાખો વર્ષો પૂર્વે તક્ષશિલાની મુલાકાત લીધી હતી.[૮]
તક્ષશિલાનો આસપાસનો વિસ્તાર નવપાષાણ યુગમાં વસેલો છે. તેના કેટલાંક ખંડેર ઇ.સ.પૂ. ૩૩૬૦ સુધીના માલૂમ પડે છે.[૯]તેની સૌથી પુરાણી વસાહત હથિયાલ ઇ.સ.પૂ. ૧૦૦૦ની આસપાસ સ્થાપિત કરવામાં આવી હતી.[૧૦][૧૧][૧૨]માટીના ઘડાઓના પુરાત્તાત્વિક પુરાવાઓ ઇ.સ.પૂ. ૯૦૦ની આસપાસ તક્ષશિલાના વ્યાપારીક સંબંધ પુષ્પકલાવતી નગર સાથે હોવાનું પૂરવાર કરે છે.[૧૩] તક્ષશિલાની સ્થાપના પ્રાચીન ગ્રાંટ ટ્રંક રોડ સાથેના રણનૈતિક સ્થાને કરવામાં આવી હતી. તે મૌર્ય સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રને પેશાવર તથા પુષ્પકલાવતી સાથે જોડતા માર્ગ પર સ્થિત હતું જે આગળ મધ્ય એશિયા, બસ્ટ્રીયા અને કપિસા શહેરને જોડતું હતું.[૧૪] આ પ્રકારે તક્ષશિલા જુદા જુદા સમયે જુદા જુદા શાસકોના નિયંત્રણમાં રહ્યું છે.
કેટલાક સ્ત્રોત અનુસાર તક્ષશિલા વિશ્વની પ્રાચીનતમ વિશ્વવિદ્યાલયો પૈકીની એક છે.[૧૫][૧૬][૧૭] ઇ.સ.પૂ. ૫મી સદીમાં તેના વિનાશ સુધી તક્ષશિલા અભ્યાસ (બૌદ્ધ ધર્મની ધાર્મિક શિક્ષાઓ સહિત) માટેનું અગત્યનું સ્થળ રહ્યું હતું. સામાન્ય રીતે ૧૬ વર્ષની આયુ બાદ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકાતો. અહીં કાયદો, ચિકિત્સા અને સૈન્ય વિજ્ઞાનની શિક્ષા આપવામાં આવતી હતી. આ ઉપરાંત તીરંદાજી, શિકાર, ઘોડેસવારી જેવા કૌશલ્ય પણ શીખવવામાં આવતા હતા.[૧૮] વારાણસી, કૌશાલી અને મગધ જેવા સુદૂર વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે અહીં આવતા હતા.[૧૯]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.