ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
ડીસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વના તાલુકા ડીસા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ડીસા | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 24°15′21″N 72°11′01″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | બનાસકાંઠા | ||||||
વસ્તી • ગીચતા |
૧,૧૧,૧૪૯ (૨૦૧૧) • 5,344/km2 (13,841/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર | 20.8 square kilometres (8.0 sq mi) | ||||||
કોડ
|
ભારતનો બીજો અને ગુજરાતનો પ્રથમ સૌથી લાંબો એલિવેટેડ ઓવર બ્રિજ ડીસા શહેરમાં આવેલો છે.[1]
ડીસા બનાસ નદીનાં કાંઠે વસેલું છે. અગાઉ ડીસા "મંડોરી" (‘જાલોરી’) વંશની જાગીર અને થાણું હતું. હાલ એ મૂળ ડીસા જુના ડીસા તરીકે ઓળખાય છે. ડીસા, પાલનપુરનાં "જાલોરી નવાબ" દિવાનના તાબા હેઠળ હતું તે કારણે, કેમ્પ ડીસા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઇ.સ. ૧૮૧૩માં, ડીસામાં અવ્યવસ્થા થઈ. ભીલ જેવી આદિવાસી જાતિઓ અને અન્ય રાજપૂતોએ સ્થાનિક લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું. ૧૮૨૯ થી ૧૯૦૧ સુધી, ડીસા કેથોલિક પાદરી અને દેવળ સાથેની બ્રિટિશ લશ્કરી છાવણી બન્યું.[2] આ બ્રિટિશ છાવણી નામે ડીસા ફિલ્ડ બ્રિગેડ[3] મધ્ય રાજસ્થાન અને પાલનપુરમાં બનાવાઈ જે આબુ અને કચ્છ વચ્ચેના વિસ્તારને લૂંટારાઓથી રક્ષવા માટે બનાવાઈ હતી. ઉપરાંત હાલ નવા ડીસા તરીકે ઓળખાતા પૂર્વીય વિસ્તારમાં વસેલી ભીલાડ વસ્તીને રક્ષવાનું કાર્ય પણ આ બ્રિગેડનું હતું.
ડીસા ખાતે સ્થિત સૈનિકો આબુ અને કચ્છ વચ્ચેના વિસ્તારના લૂટારાઓનાં સરદારની ગતિવિધીઓ પર નજર રાખતા અને તેને તાબે કરતા. એજન્સીને જંગલો અને લોકોનું અન્ય જનજાતિઓ જેવી કે, ખોસા, ભીલ અને ડફેર વગેરેથી રક્ષણ કરવાની જવાબદારી પણ સોંપાઈ હતી. તેઓ ઉત્તર ગુજરાતનાં રહેવાસીઓને પણ આ જનજાતિઓ સાથેના સંઘર્ષમાં રક્ષણ પુરૂં પાડતા. સ્થાનિક લોકોની સુરક્ષાના હેતુ માટે આ વિસ્તારમાં બ્રિટિશ છાવણી રચાઈ અને બ્રિટિશ લશ્કરે અહીં ઘણી બેરાકો પણ ઊભી કરી.
હવામાન માહિતી ડીસા (૧૯૮૧–૨૦૧૦, મહત્તમ આંકડાઓ ૧૯૦૧–૨૦૧૨) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 34.4 (93.9) |
40.6 (105.1) |
43.0 (109.4) |
46.3 (115.3) |
49.4 (120.9) |
47.4 (117.3) |
43.0 (109.4) |
41.0 (105.8) |
42.5 (108.5) |
42.2 (108.0) |
38.6 (101.5) |
35.6 (96.1) |
49.4 (120.9) |
સરેરાશ મહત્તમ °C (°F) | 27.1 (80.8) |
29.8 (85.6) |
35.0 (95.0) |
38.8 (101.8) |
40.5 (104.9) |
38.8 (101.8) |
34.1 (93.4) |
32.2 (90.0) |
34.7 (94.5) |
36.5 (97.7) |
33.1 (91.6) |
29.0 (84.2) |
34.1 (93.4) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 10.0 (50.0) |
12.1 (53.8) |
17.4 (63.3) |
21.8 (71.2) |
25.1 (77.2) |
26.6 (79.9) |
25.3 (77.5) |
24.3 (75.7) |
23.8 (74.8) |
20.4 (68.7) |
15.3 (59.5) |
11.5 (52.7) |
19.5 (67.1) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | 2.8 (37.0) |
2.0 (35.6) |
6.5 (43.7) |
11.2 (52.2) |
18.4 (65.1) |
13.1 (55.6) |
19.7 (67.5) |
14.8 (58.6) |
17.0 (62.6) |
11.8 (53.2) |
8.3 (46.9) |
2.2 (36.0) |
2.0 (35.6) |
સરેરાશ વરસાદ મીમી (ઈંચ) | 2.1 (0.08) |
0.9 (0.04) |
0.7 (0.03) |
1.0 (0.04) |
4.6 (0.18) |
59.0 (2.32) |
226.7 (8.93) |
203.5 (8.01) |
73.4 (2.89) |
9.6 (0.38) |
2.3 (0.09) |
1.5 (0.06) |
585.1 (23.04) |
સરેરાશ વરસાદી દિવસો | 0.2 | 0.2 | 0.1 | 0.1 | 0.3 | 2.6 | 8.5 | 7.8 | 3.3 | 0.7 | 0.2 | 0.2 | 24.1 |
Average relative humidity (%) (at 17:30 IST) | 36 | 30 | 25 | 24 | 27 | 40 | 62 | 66 | 52 | 33 | 34 | 38 | 39 |
સ્ત્રોત: India Meteorological Department[4][5] |
ભારતની વસ્તી ગણતરી, ૨૦૧૧ પ્રમાણે, ડીસાની વસ્તી ૧,૧૧,૧૪૯ છે;[6] જેમાં ૫૮,૭૨૪ પુરુષ અને ૫૨,૪૨૫ સ્ત્રીઓ છે. ડીસા શહેરનો જાતિ ગુણોત્તર ૮૯૩ સ્ત્રી પ્રતિ ૧૦૦૦ પુરુષ છે.
શિક્ષણનું પ્રમાણ જોઈએ તો, કુલ ૭૮,૨૧૯ શિક્ષિતો જેમાં ૪૫,૪૭૯ પુરુષ અને ૩૨,૭૪૦ સ્ત્રીઓ છે. સરેરાશ શિક્ષણ પ્રમાણ ૮૦.૬૭ ટકા છે જેમાં ૮૯.૨૭ % પુરુષ અને ૭૧.૧૪ % સ્ત્રીનો સમાવેશ થાય છે. બાળકોની (૦-૬ વર્ષ) સંખ્યા ૧૪,૧૯૨ છે. જેમાં ૭,૭૯૦ છોકરા અને ૬,૪૦૨ છોકરીઓ છે. બાળ જાતિ ગુણોત્તર છોકરીઓ ૮૨૨ પ્રતિ ૧૦૦૦ છોકરા છે.
ડીસામાં ડીસા રેલ્વે સ્ટેશન આવેલું છે. પાલનપુર-ડીસા રેલ્વે માર્ગની શરુઆત ઇ.સ. ૧૮૯૩માં અને ડીસા-કન્ડલા રેલ્વે માર્ગની શરુઆત ઇ.સ. ૧૯૫૨માં થઇ હતી.[7] પાલનપુરથી રાધનપુર થઈને જતો ધોરી માર્ગ તથા ડીસાથી થરાદ થઈને બારમેર જતો માર્ગ અને ડીસાથી ધાનેરા જતો માર્ગ વડે ડીસા જોડાયેલું છે. ડીસામાં હાલ વપરાશવિહિન એવું ડીસા હવાઇ મથક પણ આવેલું છે.
મુખ્ય મંદિરો નીચે પ્રમાણે:
ડીસા બટાટાના વાવેતર માટે જાણીતું છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)[10], નવી દિલ્હીની આર્થિક સહાય વડે બટેટા સંશોધન માટે વાવેતર અને કૃષિ-જલવાયુની સ્થિતિને ધ્યાને લેતાં, અખીલ ભારત અનુબદ્ધ બટેટા સુધારણા પરિયોજના ૧૯૭૧-૭૨માં દાખલ કરાઈ. તે પછી કાઉન્સિલને આ કિંમતી પાકનું ઉત્પાદન વધારવા લાંબા ગાળાના બહુઆયામી સંશોધનની જરૂરીયાત સમજાણી અને ખેડૂતોની સમસ્યાઓ નિવારવા અર્થે બટેટા પર યોજનાબદ્ધ સંશોધનને પાંચમી પંચવર્ષીય યોજના (૧૭૭૫-૮૦) દરમીયાન વેગ મળ્યો. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દાંતીવાડા ડીસામાં બટાકાનું સંશોધન કેન્દ્ર ચલાવે છે. તે રાજ્યના ઉત્તર ગુજરાત કૃષિ જલવાયુ ક્ષેત્ર-૪ (Agroclimatic Zone-IV) અંતર્ગત આવે છે.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.