![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Lake_titicaca.jpg/640px-Lake_titicaca.jpg&w=640&q=50)
ટીટીકાકા સરોવર
દક્ષિણ અમેરિકાના પેરુ અને બોલીવિયા દેશોની સીમા પર આવેલું મીઠા પાણીનું સરોવર / From Wikipedia, the free encyclopedia
ટીટીકાકા સરોવર દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુ અને બોલીવિયા દેશોની સીમા પર આવેલું એક સરોવર છે. આ સરોવરની સમુદ્ર તળથી ઊંચાઈ ૩,૮૧૨ મીટર (૧૨,૫૦૦ ફીટ) જેટલી છે. [1], જેને કારણે તે વ્યાવસાયીક રીતે યાતાયાત કરવાના ઉપયોગમાં આવતું હોય તેવું વિશ્વનું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું સરોવર છે. સરોવરમાં સંચય થયેલા પાણીની માત્રા અનુસાર આ સરોવર દક્ષિણ અમેરીકાનું સૌથી મોટું સરોવર છે. [2][3]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Lake_titicaca.jpg/320px-Lake_titicaca.jpg)
આ સરોવરમાં બે ઉપ-ક્ષેત્ર આવેલાં છે, જે તિકીના નામથી ઓળખાતી સામુદ્રધુની સાથે જોડાયેલાં છે. સૌથી સાંકડા બિંદુ પર આ સામુદ્રધુનીની પહોળાઇ ૮૦૦ મી. (૨,૬૨૦ ફીટ) છે. મોટું ઉપ-ક્ષેત્ર લાગો ગ્રાંડે છે (લાગો ચુક્વિટો તરિકે પણ ઓળખાય છે), જેની સરેરાશ ઊંડાઈ ૧૩૫ મી (૪૪૩ ફીટ) છે અને મહત્તમ ઊંડાઈ છે ૨૮૪ મી (૯૩૨ ફીટ). નાનું ઉપ-ક્ષેત્ર વિનેમાર્કા છે (લાગો પેકેનો તરિકે પણ ઓળખાય છે), જેની સરેરાશ ઊંડાઈ ૯ મી. (૩૦ ફીટ) તથા મહત્તમ ઊંડાઈ ૪૦ મી (૧૩૧ ફીટ) છે.[4] સરોવરની એકંદર સરેરાશ ઊંડાઈ ૧૦૭ મી (૩૫૧ ફીટ) છે.[5]