ટાર્સિયર
From Wikipedia, the free encyclopedia
ટાર્સિયર એક બિહામણો દેખાવ ધરાવતું, ઉંદર જેટલા કદવાળું નાનું પ્રાણી છે. આ પ્રાણી સુમાત્રા, જાવા, ફિલિપાઇન્સ અને દક્ષિણ એશિયામાં જોવા મળે છે.
Tarsiers[1][2] Temporal range: 45–0Ma PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
| |
---|---|
Philippine tarsier (Carlito syrichta) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Primates |
Suborder: | Haplorrhini |
Infraorder: | Tarsiiformes |
Family: | Tarsiidae Gray, 1825 |
Type genus | |
Tarsius | |
Genera | |
Carlito |
લાંબી પાતળી પૂંછડી ધરાવતા આ પ્રાણીનું શરીર ૧૦થી ૧૫ સેન્ટીમીટર લાંબું હોય છે, જ્યારે પુંછડી ૨૫ સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. તેની આંખોનો વ્યાસ દોઢ સેન્ટીમીટર જેટલો હોય છે. નાક અને મોં નાના કદ હોવા છતાં મોટી આંખો હોવાથી તે ઘુવડની જેમ બિહામણું લાગે છે. આ પ્રાણી નાના જીવજંતુઓનો શિકાર કરે છે અને વનસ્પતિ ખાતું નથી. ટાર્સિયરના ચાર ટૂંકા પગને તળિયે ગાદી હોય છે. આ ગાદીને લીધે તેના પંજા ઝાડની ડાળી કે અન્ય સપાટી પર ચોંટી રહે છે. તેનું રહેઠાણ ઝાડ ઉપર હોય છે.
તે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકો મારવામાં નિપૂણ હોય છે તેમ જ જંગલમાં જુથમાં રહે છે. તે સાપ અને ગરોળી જેવા પ્રાણીઓનો પણ શિકાર કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં ટાર્સિયર નષ્ટપ્રાય પ્રાણી ગણાય છે, કેમ કે દક્ષિણ એશિયાના જંગલોમાં તેની વસતિ ઘટતી જાય છે[3].