From Wikipedia, the free encyclopedia
ઝારખંડના મુખ્યમંત્રી ભારતના ઝારખંડ રાજ્યના વડા છે. ભારતના બંધારણ અનુસાર રાજ્યના વડા રાજ્યપાલ હોય છે, પરંતુ સત્તા મુખ્યમંત્રી હેઠળ હોય છે. મુખ્યમંત્રીની પદ અવધિ ૫ વર્ષ હોય છે, પરંતુ પદની કોઇ મર્યાદા નથી અને વ્યક્તિ ગમે તેટલી વખત મુખ્યમંત્રી બની શકે છે.[1]
ઝારખંડના મુખ્યમંત્રી | |
---|---|
ઝારખંડનું ચિહ્ન | |
સ્થિતિ | સરકારના વડા |
સભ્ય | ઝારખંડ વિધાનસભા |
Reports to | ઝારખંડના રાજ્યપાલ |
નિમણૂક | ઝારખંડના રાજ્યપાલ |
પદ અવધિ | વિધાનસભાના વિશ્વાસ મુજબ મુખ્યમંત્રીની એક અવધિ પાંચ વર્ષ હોય છે, મહત્તમ કેટલી વાર મુખ્યમંત્રી પદ લઈ શકે તેની કોઇ મર્યાદા હોતી નથી.[1] |
પ્રારંભિક પદધારક | બાબુલાલ મરાંડી |
સ્થાપના | ૧૫ નવેમ્બર ૨૦૦૦ |
૧૫ નવેમ્બર ૨૦૦૦માં ઝારખંડ રાજ્યની સ્થાપના પછી ૬ મુખ્યમંત્રીઓ સત્તા પર આવ્યા છે.[2] તેમાંથી અડધા, જેમાં પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીનો પણ સમાવેશ થાય છે, ભારતીય જનતા પાર્ટી તરફથી હતા. તેમના પછી મુખ્યમંત્રી બનેલા અર્જુન મુંડા સૌથી વધુ કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી હતા જેઓ કુલ ૫ વર્ષથી વધુ સમય માટે ૩ વખત મુખ્યમંત્રી રહ્યા હતા, પરંતુ તેમનો એક પણ કાર્યકાળ પૂર્ણ થયો નહોતો. બે મુખ્યમંત્રીઓ, સિબુ સોરેન અને તેમનો પુત્ર હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચા પક્ષમાંથી હતા. સિબુ સોરેનનો પ્રથમ કાર્યકાળ માત્ર ૧૦ દિવસ રહ્યો હતો, કારણકે તેઓ બહુમત પૂરવાર કરી ન શક્યા હતા અને રાજીનામું આપ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી પદે મધુ કોંડા પણ રહ્યા હતા, તેઓ અપક્ષ તરીકે બનેલા બહુ ઓછા મુખ્યમંત્રીમાંના એક હતા.[3] રાજ્યમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ પાડવામાં આવ્યું હતું. ભા.જ.પ.ના રઘુબર દાસ પૂર્ણ પદ અવધિ પર રહેનારા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ચંપઈ સોરેન હાલના મુખ્યમંત્રી છે.
પક્ષ માટેની સંજ્ઞાઓ |
---|
ભારતીય જનતા પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચા અપક્ષ N/A (રાષ્ટ્રપતિ શાસન) |
ક્રમ[lower-alpha 1] | છબી | બેઠક | પદ અવધિ | વિધાનસભા | પક્ષ[lower-alpha 2] | નોંધ | |||
---|---|---|---|---|---|---|---|---|---|
૧ | બાબુલાલ મરાંડી | રામગઢ | ૧૫ નવેમ્બર ૨૦૦૦ | ૧૮ માર્ચ ૨૦૦૩ | 2 વર્ષો, 123 દિવસો | ૧લી/કામચલાઉ વિધાનસભા[lower-alpha 3] (૨૦૦૦) |
ભારતીય જનતા પાર્ટી | ||
૨ | અર્જુન મુંડા | ખારસવાન | ૧૮ માર્ચ ૨૦૦૩ | ૨ માર્ચ ૨૦૦૫ | 1 વર્ષો, 349 દિવસો | ||||
૩ | સિબુ સોરેન | ચૂંટણી લડી નહી | ૨ માર્ચ ૨૦૦૫ | ૧૨ માર્ચ ૨૦૦૫ | 10 દિવસો | ૨જી વિધાનસભા (૨૦૦૫) |
ઝારખંડ મુક્તિ મોર્ચા | ||
(૨) | અર્જુન મુંડા | ખારસવાન | ૧૨ માર્ચ ૨૦૦૫ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૬ | 1 વર્ષો, 191 દિવસો | ભારતીય જનતા પાર્ટી | |||
૪ | મધુ કોંડા | જગન્નાથપુર | ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૬ | ૨૭ ઓગસ્ટ ૨૦૦૮ | 1 વર્ષો, 343 દિવસો | અપક્ષ | |||
(૩) | સિબુ સોરેન | ચૂંટણી લડી નહી[4] | ૨૭ ઓગસ્ટ ૨૦૦૮ | ૧૯ જાન્યુઆરી ૨૦૦૯ | 145 દિવસો | ઝારખંડ મુક્તિ મોર્ચા | |||
– | Vacant[lower-alpha 4] (રાષ્ટ્રપતિ શાસન) | N/A | ૧૯ જાન્યુઆરી ૨૦૦૯ | ૩૦ ડિસેમ્બર ૨૦૦૯ | 345 દિવસો | N/A | |||
(૩) | સિબુ સોરેન | જમતારા | ૩૦ ડિસેમ્બર ૨૦૦૯ | ૧ જૂન ૨૦૧૦ | 153 દિવસો | ૩જી વિધાનસભા (૨૦૦૯) |
ઝારખંડ મુક્તિ મોર્ચા | ||
– | ખાલી[lower-alpha 4] (રાષ્ટ્રપતિ શાસન) | N/A | ૧ જૂન ૨૦૧૦ | ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦ | 102 દિવસો | N/A | |||
(૨) | અર્જુન મુંડા | ખારસવાન | ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦ | ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ | 2 વર્ષો, 129 દિવસો | ભારતીય જનતા પાર્ટી | |||
– | ખાલી[lower-alpha 4] (રાષ્ટ્રપતિ શાસન) | N/A | ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ | ૧૩ જુલાઇ ૨૦૧૩ | 176 દિવસો | N/A | |||
૫ | હેમંત સોરેન | દુમકા | ૧૩ જુલાઇ ૨૦૧૩ | ૨૮ ડિસેમ્બર ૨૦૧૪ | 1 વર્ષો, 168 દિવસો | ૨૮ ડિસેમ્બર ૨૦૧૪ | |||
૬ | રઘુબર દાસ | જમસેદપુર પૂર્વ | ૨૮ ડિસેમ્બર ૨૦૧૪ | ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ | 5 વર્ષો, 1 દિવસો | ૪થી વિધાનસભા (૨૦૧૪) |
ભારતીય જનતા પાર્ટી | ||
(૫) | હેમંત સોરેન | બરહૈત | ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ | ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ | 4 વર્ષો, 35 દિવસો | ૫મી વિધાનસભા (૨૦૧૯) |
ઝારખંડ મુક્તિ મોર્ચા | ||
૭ | ચંપઈ સોરેન | સરાયકેલા | ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ | હાલમાં | 253 દિવસો |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.