બનાસકાંઠામાં આવેલ રીંછ માટેનું જેસોર અભયારણ્ય From Wikipedia, the free encyclopedia
જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલ આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[1] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[2] શ્રેણી હેઠળ આરક્ષીત રીંછ માટેનું અભયારણ્ય છે. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે.
જેસોર રીંછ અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સ્થળ | બનાસકાંઠા જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | પાલનપુર |
અક્ષાંશ-રેખાંશ | 24°20′N 72°30′E |
વિસ્તાર | ૧૮૦.૬૬ કિમી૨ |
સ્થાપના | મે ૧૯૭૮ |
રીંછોની સંખ્યા અહીં હાલમાં અત્યંત ભયજનક અવસ્થામાં છે.[3][4][5][6]
જેસોર અભયારણ્ય અરવલ્લીની જેસોરની ટેકરીઓમાં થરના રણની દક્ષિણે આવેલું છે. તેનો વિસ્તાર ૧૮૦.૬૬ ચોરસ કિમી છે.[7] આ અભયારણ્યનો વિસ્તાર રણ અને સૂકા જંગલોના પ્રકારની વચ્ચેનો છે અને તે થરના રણને આગળ વધતું અટકાવવામાં મદદ કરે છે.[8]
પાલનપુર અહીંથી ૩૨ કિમી અને ઇકબાલગઢ અહીંથી ૯.૨ કિમીના અંતરે આવેલા છે. આ અભયારણ્યમાં કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જેની મુલાકાત ઓક્ટોબર-નવેમ્બરમાં મોટી સંખ્યામાં લે છે.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.