ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.
જસદણ આઝાદી પહેલાં સૌરાષ્ટ્રમાં આવેલું રજવાડું હતું.[2]
જસદણ ખાતે ફેબ્રીકેશન ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. મગફળી, મકાઈ, બાજરી અને ઘંઊના પાક માટેનાં થ્રેસર મશીન તથા હલર મશીનનું મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે. અહીં ૩૫ જેટલાં કારખાનાંઓ અંદાજે પાંચેક હજાર જેટલાં યંત્રોનું વાર્ષિક ઉત્પાદન કરે છે. અહીંથી ભારતભરમાં આ યંત્રો મોકલવામાં આવે છે. આ ઉદ્યોગના કારણે લગભગ ૧૫૦૦ લોકોને રોજગારી મળે છે.
અહીંનો આરતી યંત્ર બનાવવાનો ઉદ્યોગ પણ વિશ્વવિખ્યાત બન્યો છે. મંદિરોમાં આરતી સમયે જે ધ્વનિનાદ કરવામાં આવે છે, એનું યાંત્રિકીકરણ કરીને ઇલેક્ટ્રીક પાવર વડે આ ધ્વનિનાદ ઉત્પન્ન કરવામાં આવે છે. આ આરતી યંત્રોમા મંદિર આકરનુ યંત્ર એની સલામતીને હિસાબે અતિ લોકપ્રિય બન્યું છે.
જસદણમા આશરે ૩૦ જેટલા કારખાનાઓ થ્રેસર તથા હલર અને ઓપનરનું ઉત્પાદન કરે છે, આ સારી ગુણવત્તાના હોવાથી ભારતભરમાં અહીથી વેચાય છે. આ ઉપરાંત અહીં દસેક કારખાનામાં ટ્રેકટર ચાલીત વિવિધ ખેત ઓજારોનું પણ આધુનિક ઢબે ઉત્પાદન થઈ રહ્યું છે. જેમા ટ્રેકટર ટ્રોલી, રોટાવેટર, પ્લાઊ, રિવર્સિબલ પ્લાઊ, ઓટોમેટીક ઓરણી તથા સાંતીડા, પાંચિયા જેવા ખેતીમા બહુ ઉપયોગી ઓજારો એકદમ વ્યાજબી કિમતે બનતા હોવાથી કૃષિ ઓજારોનુ હબ બની રહ્યું છે.
જસદણમાં આશરે ૨૦ જેટલા એકમો અને અંદાજે ૩૦૦થી ૪૦૦ જેટલા કારિગરો લાકડાને ઓક્સિડાઈઝ પતરા વડે મઢેલા વિવિધ શો-પીસ બનાવવાના ઉદ્યોગમાં પરોવાયેલા છે. આ ઉદ્યોગને પટારી ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે.
જસદણમાં હીરા ઉધોગનાં આશરે ૫૦થી ૬૦ નાના, મધ્યમ અને મોટા કદના એકમો આવેલા છે.
જસદણથી પૂર્વમાં ૧૭ કી.મી.ના અંતરે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર આવેલુ છે. આ ઉપરાંત જસદણથી અમદાવાદ રોડ પર આવેલ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય પણ વિખ્યાત છે. નજીકમાં જ હિંગોળગઢનો પૌરાણિક કિલ્લો પણ જોવાલાયક છે. અહીં આવેલું બિલ્લેશ્વર મહાદેવનું મંદિર પણ પ્રકૃતિની ગોદમાં અતિ નયનરમ્ય સ્થળ છે. હિંગોળગઢના કિલ્લાની નજીકમાં જ આવેલું સતરંગ મંદિર પણ જોવાલાયક છે
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.