જળ સંરચના
From Wikipedia, the free encyclopedia
જળ સંરચના (હિંદી: जल निकाय; अंग्रेजी: Body of water અથવા Waterbody) પૃથ્વીના ભૂતળ (સપાટી) પર ઉપલબ્ધ પાણીના ભૌગોલિક સ્વરૂપને કહેવામાં આવે છે. આને મહાસાગર, સાગર, સમુદ્ર, દરિયો, સરોવર, જળાશય, તળાવ, કુંડ, વાવ, કુવો વગેરે સ્વરુપમાં ઓળખવામાં આવે છે. આમાં ભૂતળ પર વહેતા પાણીના નદી, ઝરણાં, હિમનદી, વહેળો, ખાડી, નહેર વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે.[2]