ચેમ્પ્સ-એલીસીસ
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
ચેમ્પ્સ-એલીસીસ (French pronunciation: [ʃɑ̃zeliˈze] (listen)) ફ્રાન્સ દેશના પાટનગર પેરિસ શહેરનો એક વિશાળ માર્ગ છે, જે ખુબ જ પ્રખ્યાત છે. આ માર્ગની બંને બાજુ વૃક્ષોની હારમાળા આવેલી હોવાને કારણે એને ચેમ્પ્સ-એલીસીસ એવન્યૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માર્ગ પર પેરિસનાં જાણીતાં સિનેમાઘરો, ઉપહારગૃહો, બાર તેમ જ બુટિકો આવેલાં છે. આ માર્ગ આર્ક ડે ટ્રિઓમ્ફે અને દે લા કોન્કરોડ તરીકે ઓળખાતા પેરિસ શહેરના બે જુદા જુદા વિસ્તારોને જોડે છે.
આ માર્ગ ૧૯૧૦ મીટર લંબાઇ અને ૭૦ મીટર પહોળાઇ ધરાવે છે.
અહીંની જગ્યાનું ભાડું ઘણા ઊંચા દર ધરાવે છે, જે દુનિયાભરમાં મહત્તમ ભાડાંના દર ધરાવતા વિસ્તારો પૈકીનો એક વિસ્તાર ગણાય છે. અહીં પ્રતિ ૯૨.૯ ચોરસ મીટર દીઠ ૧.૫ લાખ યુએસ ડોલર જેટલા ઊંચા દરથી ભાડું વસુલવામાં આવે છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.