ચાર્લ્સ કૂલે
અમેરિકન સમાજશાસ્ત્રી / From Wikipedia, the free encyclopedia
ચાર્લ્સ હોર્ટન કૂલે (૧૭ ઓગસ્ટ ૧૮૬૪ – ૭ મે ૧૯૨૯) અમેરિકન સમાજશાસ્ત્રી હતા. તેમણે પોતાના સિદ્ધાંતોમાં વ્યક્તિ અને સમાજને એકબીજાથી અભિન્ન અને એકબીજાના પૂરક ગણાવ્યા છે, અને સમાજને એક માનસિક એકતા ધરાવતું સાવયવી સંગઠન કહ્યું છે. કૂલેએ જૈવિક નિયતિવાદ (biological determinism)નો વિરોધ કર્યો હતો, અને પ્રતિકાત્મક આંતરક્રિયાવાદના સિદ્ધાંતના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. કૂલેના મુખ્ય પ્રદાનોમાં 'સામાજિક પ્રક્રિયા', 'દર્પણ સ્વ' અને 'પ્રાથમિક જૂથ'ની વિભાવનાઓ અગ્રસ્થાને છે.
Quick Facts ચાર્લ્સ હોર્ટન કૂલે, જન્મની વિગત ...
ચાર્લ્સ હોર્ટન કૂલે | |
---|---|
કૂલે ૧૯૦૨માં | |
જન્મની વિગત | (1864-08-17)17 August 1864 એન આર્બર, મિશિગન, અમેરિકા |
મૃત્યુ | 7 May 1929(1929-05-07) (ઉંમર 65) એન આર્બર, મિશિગન, અમેરિકા |
શિક્ષણ સંસ્થા | યુનિવર્સિટી ઑફ મિશિગન |
Institutions | યુનિવર્સિટી ઑફ મિશિગન |
Main interests | મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર |
Notable ideas | દર્પણ સ્વ, પ્રાથમિક જૂથ |
Influences
| |
બંધ કરો