ચક્રવાક
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
ચક્રવાક, જે ચકવા-ચકવીના નામે પણ ઓળખાય છે, પક્ષીની જાતિમાં નવ જેટલી પેટા જાતિઓનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકનામ બર્હાનીડેઇ તરીકે ઓળખાતી આ પક્ષી જાતિ સમશિતોષ્ણ અને ઉષ્ણ કટિબંધમાં વ્યાપક પણે જોવા મળે છે. આ પક્ષીની બે જાતિઓ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. કાદવ ખુંદનારા પક્ષીઓ તરીકે વર્ગીકરણ પામ્યા હોવા છતા મોટા ભાગની પેટા-જાતિઓ સુષ્ક અને અર્ધ-સુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે.
આ જાતિના પક્ષીઓ મધ્યમથી લઇને મોટા કદ સુધીની મજબુત કાળી અથવા પીળાશપડતા કાળા રંગની ચાંચ અને મોટી પીળી આંખો ધરાવે છે જેને લીધે તે દેખાવમાં સરીસૃપ અને સાંકેતીક-કળ સમાન પીછાઓ વાળા લાગે છે. ચક્રવાક ગુજરાતી નામ સંસ્કૃત નામ चक्रवाक પરથી ઉતરી આવેલું છે અને લોક-બોલીમાં તેને ચકવા-ચકવી તરીકે ઓળખવામાં આવે છે. બન્ને નામ સામાન્યપણે ઉપયોગમાં લેવાય છે.[1]
આ પક્ષીઓ મોટેભાગે નિશાચર છે. અજવાળી રાત્રી દરમ્યાન એમનું બુલંદ ગાન સાંભળવા મળી જાય છે. આ વર્તણુક ખલેલી ને મળતી આવતી ગણીને અંગ્રેજીમાં એને સ્ટોન કર્લ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે.[2] ખોરાક મુખ્યત્વે જીવાત અને નાના કદના કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ છે. અલબત્ત સરીસૃપોને કે નાના સસ્તન પ્રાણીઓને પણ તેઓ એમનો ખોરાક બનાવી શકે છે.[2] મોટાભાગની પેટાજાતીઓ પ્રવાસ નથી કરતી પણ, યુરેશીયન ચક્રવાક જે સમષિતોષ્ણ યુરોપમાં ઉનાળો ગાળીને શિયાળો આફ્રીકામાં ગાળવા પુરતો ઉનાળુ પ્રવાસ ખેડતા જોવા મળ્યા છે.
ચિત્ર | નામ | દ્વિપદ નામકરણ (Binomial name) |
---|---|---|
યુરેશીયન ચક્રવાક | Burhinus oedicnemus | |
ભારતીય ચક્રવાક | Burhinus indicus | |
સેનેગલ ચક્રવાક | Burhinus senegalensis' | |
જળપ્લાવિત ચક્રવાક | Burhinus vermiculatus | |
ટપકીલો ચક્રવાક | Burhinus capensis | |
દ્વી-પટ્ટીત ચક્રવાક | Burhinus bistriatus | |
પેરૂવિયન ચક્રવાક | Burhinus superciliaris | |
ઝાંડીનો ચક્રવાક | Burhinus grallarius (formerly B. magnirostris, the bush thick-knee). | |
મોટો ચક્રવાક | Esacus recurvirostris | |
દરીયા-કીનારાનો ચક્રવાક | Esacus magnirostris |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.